________________
ભાવથી જોવાના છે અને આપણા આત્માને પરમાત્મસમદર્શિત્વ ભાવથી જોવાનો છે. માટે વ્યવહાર ધર્મમાં જગતના જીવોને આત્મસમદર્શિત્વભાવથી જોવા અને નિશ્વયથી આપણા આત્માને પરમાત્મસમદર્શિત્વ ભાવથી જોવો.
વળી સમાન હોવાથી તે બધાને પરસ્પર સંબંધ છે. “પરસ્પરોપ્રદ નીવાના” આ સૂત્રથી તેમનો પરસ્પર સંબંધ સિદ્ધ થાય છે. આ પણ જીવનું લક્ષણ છે પણ સંબંધ બતાવનારું લક્ષણ છે.
જીવોને સંબંધ હોવાથી પરસ્પર ઉપકાર-અપકાર થાય છે, તેને માનવો જોઈએ. સંબંધના કારણે નિગ્રહ માનવાથી બીજા જીવોને આપણા તરફથી નિગ્રહ ન થાય તે રીતે જીવીએ, જેથી સ્વ-પર અહિત ન થાય અને અનુગ્રહ માનવાથી બીજા જીવો તરફથી થયેલા ઉપકારો વિસરાતા ન હોવાથી કૃતજ્ઞતા ગુણ ખીલે છે. અર્થાતુ, કૃતદની બનીને બીજા જીવોને પીડા નથી ઉપજાવતો. કૃતજ્ઞતા ગુણથી અહંકાર ટળે છે. જે અહંકારને નાથવા માટે બધા ઉપાયો નિષ્ફળ જાય છે એવો અનાદિ કાળથી વકરેલો એ ભયંકર દુર્ગુણ છે. બીજાના ઉપકારને માનવા અર્થાત્ ભૂલવા નહિ તે કૃતજ્ઞતા ખીલવવાનો પરમ હેતુ છે.
પરોપકાર કરવો અને પરના ઉપકારને ભૂલવા નહિ તે જ સાધના છે.
હવે સિદ્ધ પરમાત્માને સાધ્ય જોતો આપણો આત્મા પરમાત્મસમદર્શી બને છે અર્થાતું, પોતાના આત્માને પરમાત્મ સમાન જુએ છે. કારણકે નિશ્ચય નયથી સત્તાએ પોતાનો આત્મા સિદ્ધ સમાન છે.
છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો જીવ અંતર્મુહૂર્તે સાતમા ગુણસ્થાનકને ન સ્પર્શે તો છા ગુણસ્થાનકે જીવ ટકી શકતો નથી. સાતમે ગુણઠાણે પોતાના સ્વરૂપમાં જીવ રમે છે. તે કયારે બની શકે? પોતાના શુદ્ધ-સ્વરૂપને ઓળખે તો તેને ઓળખવા માટે સિદ્ધ પરમાત્મા આલંબનરૂપ છે.
માટે પરમાત્મ સમ સ્વઆત્માને જોવો તે નિશ્ચયથી સમ્યગુદર્શન છે, પરમાત્મ સમ સ્વઆત્માને જાણવો તે નિશ્ચયથી જ્ઞાન છે અને પરમાત્મા સમ સ્વઆત્મામાં રમવું તે ચારિત્ર છે. આ પ્રમાણે વર્તન કરવું તે નિશ્ચયથી ચારિત્ર છે અર્થાતુ, સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર સિદ્ધ પરમાત્માના આલંબનથી પ્રાપ્ત થાય છે.
સ્વરૂપ દર્શન તે નિશ્ચયથી સમ્યકત્વ.
સ્વરૂપનું જ્ઞાન તે નિશ્ચયથી જ્ઞાન. સ્વરૂપમાં રમણતા તે નિશ્ચયથી ચારિત્ર.
સ્વરૂપમાં સ્થિરતા તે નિશ્ચયથી તપ. આ પ્રમાણે વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બન્નેની સાધના પર આત્માના આલંબને થાય છે. વ્યવહાર ધર્મ જગતના જીવોના આલંબને પ્રગટે છે અને નિશ્ચય ધર્મ પરમાત્માના આલંબને પ્રગટે છે.
વ્યવહાર ધર્મની સાધના એ નિશ્ચય ધર્મમાં સાધનભૂત છે. કેમકે જીવો સાથેનો સંબંધ સાક્ષાત્ છે તેમાં જીવત્વનું દર્શન થાય છે તે પરોક્ષ એવા સિદ્ધાત્માની શુદ્ધતા તરફ આકર્ષે છે.
સાધકનો અંતર્નાદ
156
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org