________________
નિશ્ચયથી આત્મા સાધ્ય છે, આત્મગુણો પ્રગટાવવા તે લક્ષ્ય છે અને તેનો વિષય-સાધન જગતના જીવો અને સિદ્ધાત્માઓ છે, જે શુદ્ધાશુદ્ધ આત્માઓ છે તેને સાધનાનો વિષય બનાવીને આત્મસિદ્ધિરૂપ કાર્ય સાધવાનું છે.
તેમાં જગતના જીવોના ત્રણ પ્રકાર ૧. ઉપકારી ૨. અપકારી ૩. ન ઉપકારી ન અપકારી (ઉભય) ઉપકારી સાથે કેવી રીતે વર્તવું ? અપકારી સાથે કેવી રીતે વર્તવું ? અને તે સિવાયના જીવો સાથે કેવી રીતે વર્તવું ?
૧. ઉપકારી સાથેનું વર્તન ઃ તેમના ઉપકારને સતત સ્મરણમાં રાખીને તેઓ પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક નમ્રતાથી વર્તવું. ઉપકારી નમસ્કરણીય છે, તેમના ઉપકારને યાદ કરી નિરંતર કૃતજ્ઞભાવ ધારણ કરવો જોઈએ. એ પ્રમાણે ન કરો તો ન ચાલે અર્થાત્, આપણો ગુનો છે. કારણ કે તમે સંબંધથી બંધાયેલા છો. માટે તે ગુનાનો દંડ, સજા અવશ્ય ભોગવવી પડે છે અર્થાત્, દુર્ગતિનાં દુ:ખ ભોગવવારૂપ સજા થાય છે.
અરિહંત પરમાત્મા ત્રણ જગતના નાથ છે, રાજા છે. રાજા પ્રજાનો ન્યાય કરે છે, ન્યાય દ્વારા પ્રજાનું જતન કરે છે. તેમ અરિહંત પરમાત્મા ત્રણ જગતના રાજા છે. વિતરાગ પરમાત્મા કરુણાળુ હોવાથી જગતનો ન્યાય પોતે કરતા નથી પણ રાજ્ય ચલાવનાર ધર્મસત્તા અને કર્મ સત્તારૂપ બે સત્તાધીશો ન્યાય કરે છે. તેઓ કહે છે કે અરિહંત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ ચાલશો તો તમે દુ:ખી થશો અને આજ્ઞા પ્રમાણે વર્તશો તો તમે સુખી થશો. અર્થાત્, દુર્ગતિના દુઃખરૂપ સજા કર્મસત્તારૂપ કર્મચારી સજા કરે છે. તે ન્યાયાધીશોએ કહ્યું છે કે અનંતા પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલો તો કર્મચારીઓ સહાય કરશે. આજ્ઞા વિરુદ્ધ કરશો અગર ભૂલ કરશો તો દંડ કરશે.
ઉપકારીના ઉપકારને સતત સ્મરણમાં રાખી તેમના પ્રત્યે કૃતજ્ઞી બનવું, કૃતજ્ઞી બનેલો ઉપકારીની સેવા, ભક્તિ, આદર, બહુમાન વિગેરે કરે, તેને આપણે ધર્મક્રિયા, અનુષ્ઠાનો કહીએ છીએ. તેના પાલન દ્વારા કૃતજ્ઞભાવ, નમ્રભાવને પ્રગટ કરવો, આમાં ‘નમો' ની સાધના છે.
૨. અપકારી સાથેનું વર્તન : અપકારીને આત્મસમદર્શિત્વ ભાવથી જોવા અને તેની સાથેનો વ્યવહાર સુધારવો. તેમાં ‘ક્ષમા’ની સાધના છે.
અપકારીના અપરાધને માફ કરવા. આપણે પણ કોઈના અપકારી હોઈએ છીએ માટે આપણા અપરાધોની માફી માંગવી. કોઈ જીવ આપણો શત્રુ નથી, પૂર્વોપાર્જિત કર્મની પરાધીનતાથી જીવો સાથેનું તેનું વર્તન બરાબર ન હોય માટે તેને માફ કરવો જોઈએ અને તે પોતે કર્મથી પીડાઈ રહ્યો છે એમ ભાવદયા ધારણ કરવી જોઈએ અને આપણે બીજા જીવોને પોતાના આત્મસમાન માનીને વ્યવહાર સુધારવો.
કોઈ જીવને પીડા-દુઃખ ન આપવાં. સુખ-દુઃખની લાગણી આપણી સમાન છે માટે તે જીવો આત્મસમ છે. માટે જેવું આપણા આત્માનું સુખ ઈચ્છીએ છીએ અને દુઃખ નથી ઈચ્છતાં અને વર્તન પણ તે રીતે કરીએ છીએ, તે રીતે સઘળા જીવો માટે કરવું તેને જ વ્યવહારથી ચારિત્ર ધર્મ કહ્યો છે. સાધકનો અંતર્નાદ
159
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org