________________
આ રીતે ઉપકારીઓના આલંબનથી “નમો’ ની સાધના થાય છે અને અપકારીઓના આલંબનથી ખમોની સાધના થાય છે. આથી આપણો આત્મા નમ્ર બને છે. અનાદિકાલીન અહંકારની ટેવને સુધારે છે અને “ખમોથી સહનશીલ બને છે. તેમાં સમતાની, સામાયિકની સાધના છે.
આ રીતે નમસ્કાર અને સામાયિકની સાધના કરીને અવિચલ એવું સકલ જીવોની સાથેનું સમાનપણું સિદ્ધ કરવાનું છે. અર્થાતુ, સમભાવ સિદ્ધ કરવાનો છે.
૩. ત્રીજા પ્રકારના જીવો ઃ અત્યારે આ જીવનમાં કોઈ તેમનો પ્રત્યક્ષ ઉપકાર પણ નથી અને અપકાર પણ નથી. તેની સાથે કેવી રીતે વર્તવું? અર્થાતુ, તેઓ પ્રત્યે કેવો ભાવ રાખવો ?
કોઈ પણ જીવને જોઈને ઉપકારી-અપકારી ન હોવાથી કોઈ પણ જાતનો ભાવ ન જાગે અગર ઉપેક્ષા, માધ્યસ્થપણું રહે તો તે આપણો ગુનો છે.
જીવને જોઈને આનંદ નથી થતો તે જીવ પ્રત્યેનો નિરાદરભાવ છે. જીવ એટલે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણનો સ્વામી. તેની કોઈ કિંમત આપણે આંકીએ નહિ તે. જીવ પ્રત્યેની બેદરકારીથી તેના મહત્ત્વની ઊણપ પ્રગટાવીએ છીએ. જીવની કિંમત ન કરવી તે સર્વ જીવતત્ત્વ પ્રત્યેનો અનાદર છે, તેથી જીવની આશાતના થાય છે. અગર એ મહાન તત્ત્વની આશાતના છે. આત્મા આત્માને જોઈને હરખાય નહિ તો તે મહાન દોષ છે.
આ રીતે જીવરાશિ પ્રત્યે હિતના પરિણામમાં સાધુધર્મનું અસ્તિત્વ છે. તેમાં ઉપકારી પ્રત્યે નમસ્કાર, અપકારી પ્રત્યે ક્ષમા અને તે સિવાયના જીવો પ્રત્યે ઉપેક્ષા-મધ્યસ્થતા છોડીને જીવત્વને નિહાળીને આનંદ-પ્રમોદ થવો. આ સાધનાથી સર્વ સત્ત્વ હિતાશય સધાય છે.
ઉપકારીનું હિત, તેમના પ્રત્યે આપણે કૃતજ્ઞભાવથી નમવું તે છે. અપકારીનું હિત, તેમના પ્રત્યે આપણે ક્ષમા રાખી સહન કરવું તે છે. બાકીના જીવોનું હિત, તેમની જીવ હોવાની કિંમત આંકીને હર્ષિત થવું તે છે.
ર૬. શિવમસ્તુ સર્વ જગતઃ
અ.વ. ૫, ૨૦૪૩, સુવાસ બંગલો, જામનગર સવિ જીવ કરું શાસન રસી. પરમાત્માનો ભાવ છે સવિ જીવ કરું શાસન રસી. તે ભાવ એટલે જગતના સર્વ જીવના હિતનો ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવો સુખી થાઓ એ ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોમાં કોઈ પણ જીવ દુઃખી ન થાઓ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોના પરમ પદની પ્રાપ્તિનો ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોની સર્વ ઈચ્છાની તૃપ્તિનો ભાવ. તે ભાવ એટલે જગતના સર્વ જીવોના ચૈતન્ય સ્વરૂપના પ્રાગટયનો ભાવ.
સાધકનો અંતર્નાદ
160
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org