________________
ષની પરિણતિનો વિષય જડને બદલીને ચેતનને બનાવી વળાંક આપવો જોઈએ.
આ રીતે જડ ઉપર વૈરાગ્ય સાધવો અને ચેતન ઉપર રાગ સાધવો. ચેતન દ્રવ્યો ૧. પોતાનો આત્મા ૨. જગતના જીવો અને ૩. પરમાત્મા. આ ત્રણે ઉપર રાગ કઈ રીતે કરવો ? જીવત્વેન સજાતીયતાના સંબંધે રાગ કરવો.
સ્વભાવ-વિભાવ એ કોઈ જુદો પદાર્થ નથી. પરિણતિનાં બે સ્વરૂપ છે. પરિણતિ જડ પદાર્થોમાં રહેવી તે વિભાવ, પરિણતિ ચેતનમાં રહેવી તે સ્વભાવ.
હવે ચેતનમાં (સ્વભાવમાં) પરિણતિને રાખવા માટે શું કરવું? તે માટે જીવરાશિ માત્ર સાથે કેવો સંબંધ રાખવો તે શીખવાનું છે. તે શીખવા માટે સાધુ ધર્મ ઉપદેશ્ય છે. જેનું લક્ષણ “મદ સત્ત્વ દિતાશયરુપ મૃત પરિપામ વત્ સાધુધર્મ:” કહ્યું છે. તે પરિણામને વિકસાવવા, “રતિ દિતા મંત્રી' કહી છે અને તેને સક્રિય બનાવવા, દાન ધર્મ જેને પરોપકાર કહેવાય છે, તે બતાવ્યો છે.
જીવરાશિ પ્રત્યે પ્રેમ-રાગ પ્રગટાવવા માટે ૧. જડ વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. જડ પ્રત્યેનો રાગ જ જીવ પ્રત્યે દ્વેષ કરાવનાર છે. ૨. ચેતન પ્રત્યે તેના સંબંધમાં રહેવાની આવડત જોઈએ. તે માટે “પયા નક્ષUT” અને “પરસ્પરોપગ્રહો નીયાના” આ બે જીવનાં લક્ષણો સમજવાં પડશે.
જીવનું લક્ષણ ઉપયોગ છે. કયા જીવનું? આપણા એકલાનું? ના, સમગ્ર જીવરાશિનું લક્ષણના સંબંધે એક બનેલા આપણે બીજા જીવો સાથે કંઈ લેવાદેવા ખરી ? હા, મારે શું ? એમ કરીને છૂટી શકાય તેમ નથી. તેના માટે જ ભગવાને આખો વ્યવહાર ધર્મ પ્રરૂપ્યો છે. ભગવાન કહે છે કે તમે એક જાતિના છો તેની સાથે સંપીને રહેવું, એક બીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનીને ફરજ અદા કરવી. તેમાંથી છૂટવા માંગો તો ન ચાલે, છૂટવા માંગો તે તમારી સજ્જનતા પણ ન ગણાય. માટે જીવો સાથે કેવી રીતે વર્તવું? તે વર્તન કેવાં પરિણામ હોય તો થઈ શકે ? વિગેરે વિસ્તારથી સાધુધર્મ પ્રરૂપીને આપણા ઉપર ઉપકાર કર્યો છે.
સકલ જીવરાશિના ત્રણ વિભાગ પાડીને સંબંધનો નિર્ધાર કરવો છે. ૧. પોતાનો આત્મા ૨. જગતના જીવો ૩. અને કર્મમુક્ત આત્માઓ.
પોતાનો આત્મા સાધક છે, સિદ્ધાત્મા સાધ્ય છે અને જીવ રાશિ સાધન છે. આ વ્યવહારથી સમજવું. નિશ્ચયથી પોતાનો (શુદ્ધ) આત્મા સાધ્ય છે શુદ્ધ-અશુદ્ધ આત્માઓ સાધન છે અને સાધક પોતાનો અશુદ્ધ આત્મા છે.
વ્યવહાર ધર્મમાં સિદ્ધ પરમાત્માને લક્ષ્ય બનાવીને જગતના જીવોને વિષય (સાધન) બનાવવા દ્વારા સિદ્ધિ મેળવવાની છે. જગતના જીવોને વિષય બનાવીને આપણા પરિણામ સ્વરૂપ તેઓ પ્રત્યેના હિતને પ્રગટાવવા જોઈએ, જેથી તેઓ સાથેનો સંબંધ સુધરતાં જીવો સાથે ઐકય સાધીને મળી જવાય, એકમેક થઈ જવાય. સાધના કાળમાં પરિણતિ દ્વારા એકમેક થઈ જવાનું છે અને છેવટે સિદ્ધિ થતાં
જ્યોતિમાં જ્યોતિરૂપે સદા માટે એક મેક થવાનું છે. સાધકનો અંતર્નાદ
158
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org