________________
તેઓનો ભાવોપકાર છે.
આથી એ નક્કી થાય છે કે સાધુ ધર્મ એટલે સકલ સત્ત્વ હિતાશયરૂપ અમૃત પરિણામ એ પ્રણિધાન છે, મૈત્રી એટલે પરહિતચિંતા એ પ્રવૃત્તિ છે, તેમાં આડે આવતા કષાયાદિ અંતરંગ શત્રુઓ વિઘ્નરૂપ બને તેનો જય કરવો (પરિસહ સહનાદિ દ્વારા) તે વિનજય છે, ત્યાર બાદ પરોપકારની વૃત્તિ જાગવી તે સિદ્ધિ છે, ભાવોપકારથી તે જીવોને ધર્મ આપે તે વિનિયોગ છે અર્થાત્, સાધુ ધર્મ પમાડવો તે વિનિયોગ છે.
આ પ્રમાણે સંપૂર્ણ સાધના સકલસત્ત્વહિતાશય મૈત્રી અને પરોપકારથી થાય છે. ર૪. સકલ સત્ત્વ હિતાશય
વૈ.શુ. ૮, મીઠોઈ
આ પ્રમાણે ૧. સકલ સત્ત્વ હિતાશય ૨. મૈત્રી અને ૩. પરોપકાર એ ત્રણેની સાધના એ જ શાસનની આરાધના છે. પ્રભુની આજ્ઞા આ જ છે. આ ત્રણે વસ્તુ શાસ્ત્રોમાં વ્યાપકપણે રહેલી છે તેનું સંશોધન કુશાગ્ર બુદ્ધિથી કરવામાં આવે તો આ ત્રણ સિવાયની સાધના તે સાધના ન કહેવાય એમ લાગ્યા વિના રહે નહિ. આ ત્રણ વસ્તુનો સમાવેશ એકમાં કરવામાં આવે તો સકલ સત્ત્વ હિતાશય અમૃત પરિણામરૂપ સાધુધર્મ છે તેમાં થઈ શકે.
શાસ્ત્ર, શાસન, પરમાત્માની આજ્ઞા - આ બધા એકાર્થવાચી શબ્દો છે. શાસ્ત્રમાં ધર્મનું પ્રતિપાદન કરેલું છે એનો અર્થ એ છે કે જીવો પ્રત્યે હિતબુદ્ધિથી મુક્તિનો, સુખનો માર્ગ બતાવ્યો છે. તે ધર્મ સકલ સત્ત્વ હિતાશય અમૃત પરિણામરૂપ છે, તે પરિણામનું ફળ મૈત્રી છે. મૈત્રીનું ફળ પરોપકાર છે.
મોક્ષ એટલે નિજ સ્વરૂપની પ્રાપ્તિ તેના માટેનો માર્ગ બતાવવો એટલે કે સત્ય સમજ આપવી. આ મોક્ષમાર્ગ બીજા જીવોના વિચાર સિવાય હોઈ શકે નહિ એ નક્કી થાય છે.
પાંચ મોટાં પાપ-હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એને પાપ કેમ કહ્યા ? તેમાં બીજા જીવોને પીડા છે. તે પાંચ પાપોથી સર્વને વિરામ પામવા માટે સાધુ ધર્મ છે. દેશથી વિરામ પામવા માટે શ્રાવકગૃહસ્થ ધર્મ છે. આ બંને ધર્મનું પાલન શી રીતે થાય ? પંચ મહાવ્રતના પાલનથી થાય. તેના માટે ૧. બીજા જીવોની હિંસા ન કરવી, તે માટે પ્રથમ વ્રતનું પાલન.
૨.
બીજા જીવો સાથે જુઠ્ઠું ન બોલવું કેમકે અસત્ય વચન બીજાને પીડાકારક છે તે માટે બીજા વ્રતનું
પાલન.
બીજાની વસ્તુ ચોરવી નહિ કેમકે બીજાની વસ્તુ તેનાથી ગુપ્તપણે આંચકી લેવામાં આવે તે તેને દુઃખનું કારણ બને છે માટે ત્રીજા વ્રતનું પાલન.
૫.
૪. અબ્રહ્મનું સેવન ન કરવું, કેમકે તેમાં અસંખ્ય જીવોનો ઘાત છે તે માટે ચતુર્થ વ્રતનું પાલન. પરિગ્રહ એ મોટું પાપ છે તેમાં આરંભ-સમારંભથી અનેક જીવોનો વિનાશ અને પદાર્થ પ્રત્યે મમત્વ કરવાથી બીજા જીવોને આપણા તરફથી દુ:ખનું કારણ બને છે તે માટે પાંચમા વ્રતનું
સાધકનો અંતર્નાદ
૩.
Jain Education International
For Private & Personal Use Only
154
www.jainelibrary.org