________________
એટલે ભલું. બધા જીવોનું ભલું થાઓ, સુખી થાઓ, સારું થાઓ.
સારું થાય શી રીતે ? તે જીવો પણ બીજા જીવોનાં હિતમાં રકત બને ત્યારે, માટે સકલ જીવો બીજાના હિતમાં રકત બનો એવી ભાવના ભાવે છે. જીવ પરહિતમાં રક્ત ક્યારે બને? તેનામાં રહેલા દોષો ટળે ત્યારે, માટે ત્રીજી ભાવના એ ભાવ કે સકલ જીવોમાં રહેલા દોષો નાશ પામો.
આ પ્રમાણે કલ્યાણ, કલ્યાણ માટે પરના હિતમાં રકતતા, પર હિતમાં રક્ત થવા માટે દોષોનો નાશ આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય તો સુખ મળે, માટે છેલ્લે સર્વ લોક-સમગ્ર વિશ્વ સુખી થાઓ.
આ ભાવના સમકિતિની હોય છે તેમાં પણ મૂળ હેતુભૂત તો સકલ જીવના હિતનો જ આશય રહેલો છે. માટે સકલ સત્ત્વ હિતાશયરૂપ અમૃત પરિણામ કહો કે શિવમસ્તુ સર્વ જગત: એ ભાવના કહો કે મૈત્યાદિ ચાર ભાવના કહો તે સર્વે એકજ અર્થ બતાવે છે. મૈત્યાદિ ચાર ભાવનાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે
__ परहित चिंता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा ।
ઘરમુઘતુષ્ટિકતા, પરોપમુક્ષ મુવેક્ષા ||૧|| આ શ્લોકમાં મૈત્રાદિ ભાવનામાં બીજા જ જીવોનો વિચાર છે. માટે ચારે પદમાં પર શબ્દ મૂકીને બતાવ્યું છે કે હિતની ચિંતા પણ પરની, સ્વની નહિ. જીવને અનાદિકાળથી સંસ્કાર સ્વની ચિંતા કરવાનો પડેલો જ છે. તે ભાવના દઢમૂળ બની ગયેલી હોવાથી જ બીજાનો વિચાર જીવને આવતો નથી, માટે જ અનાદિના દેઢમૂળ થયેલા સ્વાર્થના સંસ્કારને દૂર કરવા આત્માને મૈત્રી આદિ ભાવનાથી ભાવિત કરવાનો છે, જેથી અનાદિના સ્વાર્થના સંસ્કારને લીધે પર જીવોને પીડા આપવી વિગેરે પાપો આજ સુધી ચાલુ રહ્યા અને તે કારણે ભવભ્રમણ પણ ચાલુ રહ્યાં છે તે અટકે. માટે પર હિતની ચિંતા કરીને જગતના સર્વ જીવો સાથે મૈત્રી સાધવી.
સકલ જીવરાશિ સાથે મૈત્રીનો ભાવ જાગ્યા પછી તેમાંથી કોઈ પણ જીવને દુઃખ કે પીડા થાય એટલે કરુણા આવ્યા વિના રહેજ નહિ, તથા સકલ જીવ રાશિમાં જો કોઈ જીવ ગુણી હોય કે સુખી હોય તો હર્ષ-પ્રમોદ થયા વિના રહે નહિ અને કોઈ પાપી જીવ હોય તો તેના દોષો પ્રત્યે ઉપેક્ષા થયા વિના પણ રહે નહિ.
આ ચારે ભાવનાનું મૂળ મૈત્રી ભાવના છે એ માટે સ્વાર્થભાવ ત્યજવો અને પરાર્થભાવ જગવવો એ મુખ્ય સાધના બને છે.
૨૩. પરોપકાર (સકલ સર્વી હિતાશય)
વૈ.શુ. ૭, ખટીયા સકલ સર્વી હિતાશય એટલે સમગ્ર જીવરાશિના હિતનું પરિણામ. આ પરિણામમાંથી જ બીજા જીવો પર ઉપકાર કરવાની વૃત્તિ જન્મે છે. એટલે ઉપરોકત પરિણામ એ પરના ઉપકારનું કારણ છે
સાધકનો અંતર્નાદ
152
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org