________________
ભૌતિક પદાર્થોમાંથી મળતું સુખ ઠગારું છે, તાત્કાલિક સુખની ભ્રાન્તિ કરાવીને એવા દુઃખમાં જીવને ધકેલી દે છે કે ત્યાંથી ઘણા કાળે તે ઊંચો આવી શકે છે. દયાર્દ્ર આત્મા બીજા જીવો માટે આવા સુખને ઈચ્છે એટલે ખરેખર તો દુઃખને જ ઈચ્છયું કહેવાય, માટે બીજા જીવોના પરમ મહોદયરૂપ આત્મિક સુખ ઈચ્છવું એ જ સકલ જીવોના હિતનું પરિણામ કહી શકાય.
અહીં એક પ્રશ્ન થાય છે કે બીજા જીવો માટે તેમનું પરમ પદનું ઉત્તમ સુખ ઈચ્છવા છતાં જયાં સુધી તે ન પામી શકે ત્યાં સુધી ભવભ્રમણ કરતાં તેને જે કાંઈ પીડિત અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે દયાદ્ર આત્મા શું કરે ?
તેનું સમાધાન આ પ્રમાણે થાય છે કે તેની પીડા દૂર કરવા ઈચ્છે અને પ્રવૃત્તિ કરે. પીડા દૂર કરવી એટલે અથપત્તિએ કહી શકાય કે તેનું સુખ ઈચ્છવું. દ્રવ્યદયા દ્વારા ફકત પીડામુક્તિનો જ ભાવ છે પરંતુ બાહ્ય સુખમાં આવતા અવરોધો દૂર કરવા પણ કોઈ પ્રયત્ન નથી. પીડામુક્તિરૂપ સુખ તે દુઃખના અભાવરૂપ ગણાય પણ ભૌતિક સુખને ઈચ્છયું ન કહેવાય. જો આટલી પણ અનુકંપારૂપ દ્રવ્યદયા ન હોય તો સકલ જીવના હિતનો આશય પ્રગટવો મુશ્કેલ છે. આ કારણે જ પુણ્ય બાંધવાના નવ પ્રકારમાં પણ આ દયાને જ મુખ્યતા આપી છે પછી પાત્રભેદે પુણ્યબંધમાં તરતમતા હોય પરંતુ પ્રકાર તો આ જ છે. ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું વગેરેથી દાનધર્મની મુખ્યતા રાખી છે તેની પાછળ બસ આ જીવો પ્રત્યેની દયા-લાગણી જ કારણ છે.
આ દ્રવ્યદયા ભાવદયાનો હેતુ બને છે. માટે પ્રાથમિક ભૂમિકામાં જીવોનું હિત દ્રવ્ય સાધન દ્વારા સાધવાની ભાવનામાંથી દ્રવ્યદયાની પ્રવૃત્તિ આદરે છે. તેમાં તેની દ્રવ્ય દુઃખમુક્તિ કરવાનો આશય છે. તેમાંથી તેના દુઃખનું કારણ જે પાપ અને પાપવૃત્તિઓ છે તે દૂર કરવાના ભાવ સાથે શકય પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ તો યથાશક્તિ થઈ શકે છે. પણ અંતરમાં ભાવના તો સદાય એક જ રમતી હોય કે બધા જીવો આત્મિક સુખને પામો. તે પણ શાશ્વત પરંતુ દુઃખ મિશ્રિત નહિ અને તેની પાછળ પણ દુઃખાનુભવ ન કરાવે તેવું. એવું સુખ કર્મમુક્તિ સિવાય પ્રાપ્ત થતું નથી, માટે સર્વ જીવો કર્મમુક્ત થાઓ એ ભાવના પણ સકલ સત્ત્વ હિતાશયની પાછળ રહેલી છે. વળી કર્મબંધનું કારણ પાપ અને પાપવૃત્તિઓ છે માટે સર્વ જીવ હિતાશયમાં બધા જીવો પાપ-દોષ રહિત થાઓ એ ભાવના પણ રહેલી છે, તે માટે જ.
शिवमस्त् सर्व जगतः परहितनिरता भवंतु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ।।१।। આ ભાવના તીર્થકરત્વને જન્મ આપનારી છે, કારણ કે તીર્થકરોના જીવોને જ આ ભાવના ટોચે પહોંચેલી છે. કેમકે તેમનું બોધિ-સમજ વર-શ્રેષ્ઠ હોય છે અને તે કારણે જ તેઓ વરબોધિના સ્વામી કહેવાય છે.
બોધિ એટલે સમ્યગુ દર્શન, તેને પામેલા જીવને આ ભાવના સામાન્ય પણ હોય જ છે. આ ભાવના સ્પર્શે ત્યારે જ જીવ સમ્યગું દર્શન પામે છે.
સમકિતિ જીવ, સર્વ જગત એટલે સકલ જીવરાશિનું શિવ એટલે કલ્યાણ ઈચ્છે છે. કલ્યાણ સાધકનો અંતનાદ
151
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org