________________
શાંતરસમાં જ છે. બીજા ભાવો-વિભાવ, અનુભાવ, સંચારીભાવ બાકીના આઠ રસમાં છે.
જગતના જડભાવોમાં રમતા આ જીવે, વીર રસ પ્રગટયો ત્યારે આત્માની ખુવારી કરી નાંખી છે. પોતાનું વીર્ય સ્કૂરણ કરીને જેટલો પુરુષાર્થ ખેડાય તેટલો તેમાં ખેડયો છે, જેથી કર્મના ઢગ ખડકયા છે. વીર્ય આત્માનું અને વીર રસ પણ આત્માનો. તે બંને આત્માની વિભાવદશાના કારણે જડનું કામ કરવા લાગ્યા. જે જડ આત્માથી ભિન્ન છે, જેનું લક્ષણ પણ ભિન્ન છે, જડ અને ચેતન તે બંને ત વિરોધી સ્વભાવવાળા છે માટે જડમાં વપરાતા વીર રસનો સ્થાયીભાવ નથી.
માટે આત્મા પોતાના ક્ષાયોપશમિક ભાવના જ્ઞાન ગુણથી તે જ્ઞાનમાં સમ્યગુ પરિણતિને મિલાવીને આત્મા અને પુગલનો ભેદ સમજીને જડભાવને પરાયો માનીને આત્મભાવમાં વીર રસનો વળાંક લેવાથી, વીર્ય સ્કૂરણ સમ્યગુ બને ત્યારે તે વીર રસનો પ્રવાહ શાન્તરસમાં મળે છે ત્યારે એક સ્થાયીભાવનો જ રસ બની રસાધિરાજ બને છે. અર્થાતું, વીર રસ વિભાવ, અનુભાવ, સંચારીભાવ પામીને શાન્તરસ મળે છે ત્યારે તે એક સ્થાયીભાવ જ બની રસાધિરાજ બને છે.
૧૪. કરુણ રસા
શ્રા.વ. ૩, ગુ.દે. કરુણરસ આત્મામાં સ્થાયીભાવ છે. જેથી તીર્થંકર પરમાત્માના આત્માઓ તે રસના કારણે જ તીર્થકર નામકર્મ બાંધવાના નિમિત્તભૂત ભાવકરુણાના સ્વામી બનેલા તે પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્ય સ્વરૂપે અહીં ભોગવે છે.પણ તે રસ સ્થાયીભાવ હોવાથી વિતરાગદશામાં પણ સહજ કરુણાના પ્રભાવે જીવોને તારે છે. મોક્ષમાં ગયા પછી પણ તે સહજ કરુણાનો વરસાદ વરસે છે.
તે સિવાયના આત્માઓને તે કરુણરસના કારણે તે રસનો ઉપયોગ મર્યાદિત બની જાય છે, મોહ ભળવાથી સ્વાર્થયુકત બની જાય છે, ભેદભાવવાળો બની જાય છે અને તે કર્મબંધનનું કારણ બને છે. તે રસને સર્વ જીવો ઉપર વિસ્તારવાથી વિભાવ, અનુભાવનો રસ સંચારીભાવ બનીને સ્થાયીભાવ બને છે ત્યારે શાક્તરસમાં મળી જાય છે ત્યારે આત્માને હિતકારક બને છે. - આ રીતે દરેક રસો વિકૃત હોય ત્યારે વિભાવ હોય છે. તેમાંથી થોડા જીવો માટે એટલે કે મર્યાદિત હોય ત્યારે અનુભાવ બને છે અને જયારે તે રસ સકલ જીવો પ્રત્યે વિસ્તૃત બને છે ત્યારે સંચારીભાવ બનીને શાન્તરસમાં પરિણમે છે ત્યારે તે રસમાં ડૂબી ગયેલો આત્મા અદ્ભુત આનંદની અનુભૂતિ કરે છે.
તે રસ પોતાના આત્મા માટે (આત્મા પ્રત્યે કરુણરસ પ્રગટે ત્યારે) જયારે સ્થિરતાને પામે છે ત્યારે વિભાવને-પુદ્ગલભાવને (પુદ્ગલ ભાવ એ વિકૃતિ છે) છોડીને આત્માના ગુણો પ્રત્યે (આત્મા પ્રત્યે કરુણરસ પ્રગટે ત્યારે) સંચારીભાવ પામીને શાક્તરસમાં પરિણમે છે ત્યારે આત્મ રમણતા પામે છે.
દરેક રસો આત્મામાં પડેલા છે તે સુષુપ્ત છે તેને જાગૃત કરીને, જે સુષુપ્ત અવસ્થામાં ગમે ત્યાં વેડફાઈ રહેલા (જડ ભાવમાં વપરાતા) તે રસો છે તેનો સદુપયોગ કરવા માટે આત્મા તરફ વાળવાથી
સાધકનો અંતર્નાદ
141
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org