________________
દેવસિ, રાઈ, પકખી, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણ આ પ્રમાણે જે ગોઠવણી છે તેનું કારણ દેવસિ, રાઈ ક્ષમાપના સંપૂર્ણ ન થઈ હોય, બરાબર ન થઈ હોય તો ચાર મહિને ચાતુર્માસિક ક્ષમાપના અને તેમાં પણ જો કાંઈ ભેદ રહ્યો હોય તો બાર મહિને તે ભેદ પણ તોડી નાંખવો જોઈએ.
- વારંવાર ઈરિયાવહી જીવો સાથે પડેલા ભેદને તોડવા, તેમાં રહી ગયેલા દોષોને પખાળવા દેવસિ, રાઈ પ્રતિક્રમણ તેમાં પણ રહી ગયેલા ભેદને તોડવા ચોમાસી અને છેલ્લે સાંવત્સરિક પ્રતિક્રમણ છે.
ક્ષમાપના સંપૂર્ણ તે કહેવાય જેમાં ખમવું અને ખમાવવું છે. એકલી ખમાવવારૂપ ક્ષમાપના અધુરી છે માટે બીજાઓએ કરેલા અપરાધોને પણ જયારે આપણે ખમીએ છીએ, જતા કરીએ છીએ, માફ કરીએ છીએ, ત્યારે પોતાની ખમાવવારૂપ ક્ષમાપના પૂર્ણ થાય છે.
ક્ષમાપના તાત્ત્વિક તો ત્યારે થાય છે કે પોતાના આત્માને ખમે, ખમાવે. આત્માને ખમાવવો એટલે આત્માએ તેના બધા અપરાધોને માફ કરીને સ્વમાં સ્થિર કરવો, તેની વિભાવદશાને માફ કરી સ્વભાવ દશામાં લાવવા વિનંતિ કરવી અર્થાત્ તેમાં સ્થિર કરવો અને રમવું.
આ તાત્ત્વિકી ક્ષમાપના લાવવા માટે જ બીજા જીવો સાથે પડેલા ભેદને તોડવા માટે ક્ષમાપના કરવાની છે.
ધર્મની શરૂઆત જેમ જીવ પ્રત્યે નમસ્કારથી થાય છે તેમ જીવ પ્રત્યે ક્ષમાપનાથી થાય છે. (નમસ્કાર મહામંત્રથી નમસ્કારની સાધના થાય છે, ઈરિયાવહીયાથી ક્ષમાપનાની સાધના થાય છે.) માટે જિન ભક્તિ અને જીવમૈત્રી પ્રગટાવવા પુરુષાર્થ કરવાનો છે. જિન એ પરમ આત્મા છે (પરમાત્મા) જીવ એ સમાન આત્મા છે. પરમને નમવાનું હોય છે સમાનને ખમવાનું હોય છે. માટે આ પર્યુષણ પર્વમાં નમો-જિનભક્તિ અને ખમો-જીવમૈત્રી તેની વિશેષ આરાધના કરીને આત્મસ્વરૂપ પ્રગટાવીએ એ જ અભ્યર્થના.
Oll
૧૦. જીવ તત્ત્વની સાધના અને સિદ્ધિ
શ્રા.વ. ષ દ્રવ્યમય આ જગત છે, તેમાં સાધના એક દ્રવ્યની કરવાની છે અને તે છે જીવ દ્રવ્ય. તેને સાધના દ્વારા સિદ્ધ કરવું છે. એક જીવ દ્રવ્યની સિદ્ધિ માટે બાકીનાં પાંચ દ્રવ્યોની સાધના છે. સિદ્ધિ એટલે જીવના સ્વરૂપને સિદ્ધ કરવાનું છે પરંતુ કેવળ જ્ઞાન-સમજ દ્વારા સિદ્ધ નથી કરવાનો. તેનું સ્વરૂપ અનાદિથી જે ઢંકાયેલું છે તેને પ્રગટ કરવાનું છે. કોઈ પણ વસ્તુની સિદ્ધિ જેમ સમજ માટે તર્ક લગાડીને તેના સમાધાન દ્વારા સિદ્ધ કરે છે. તેમ આમાં તેના સ્વરૂપને પ્રક્રિયા દ્વારા સિદ્ધ કરવાનું છે (સત્ય સ્વરૂપે પ્રગટ કરવાનું છે.) અને તે માટે બાકીનાં પાંચ દ્રવ્યોની સાધના છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણ સહાયક દ્રવ્યો છે. બીજી ઘણી રીતે જીવ સાથે તેનું સારૂપ્ય છે પણ જડત્વનો દોષ છે. માટે ત વિરોધી દ્રવ્ય છે. અરૂપિત્વ, વ્યાપકત્વ, અવિનાશીત્વ, નિત્યત્વ, સહાયકત્વ, સહવાસિત્વ વગેરેનું સારૂપ્ય છે. માટે ત્રણ દ્રવ્યોની સાધના તેના અસ્તિત્વની શ્રદ્ધા દ્વારા સહાયકત્વ વગેરે માની
સાધકનો અંતર્નાદ
| 144
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org