________________
તે પણ કર્યું પરિણામ ? બીજા જીવોની હિતની ચિંતારૂપ પરિણામ. આ પરિણામ આવે ક્યારે ? સ્વાર્થભાવને તિલાંજલિ આપીએ ત્યારે. - સાધુનો ધર્મ છ ગુણસ્થાનકે પ્રગટે, પરંતુ તેની પૂર્વના ગુણસ્થાનકે રહેલા જીવોમાં તે તે ગુણસ્થાનકને યોગ્ય ધર્મની શરૂઆત હોય કે નહિ? પાંચમે ગુણસ્થાનકે છટ્ટા કરતાં તેટલા અંશમાં પરિણામની ન્યૂનતા હોય પણ સકલ સત્ત્વ હિતાશય પરિણામ મૂળમાં જ ન હોય તેવું કેમ બને?
(ii) પર હિતમાં સ્વહિત માટે જ જ્ઞાનીઓએ પરહિતમાં સ્વહિત રહેલું છે એમ કહ્યું છે અને એ સ્વહિત જ ધર્મની પ્રાપ્તિરૂપે સંબોધાય છે. જયાં પરાર્થભાવ નથી ત્યાં સ્વાર્થભાવ કામ કરતો જ હોય છે અને જયાં સ્વાર્થભાવ છે ત્યાં જીવનાં પરિણામ સંકલેશવાળાં હોય છે. તેથી તે પરિણામમાં ધર્મ તો નહિ પણ ધર્મનું બીજ પણ પડયું નથી હોતું. માટે જ પ્રથમ ગુણસ્થાનકે મિત્રા દૃષ્ટિમાં મંદ મિથ્યાત્વીના પરિણામ વર્ણવતાં કહ્યું છે કે - આ દૃષ્ટિમાં રહેલો પણ યત્કિંચિત્ પરહિતના પરિણામવાળો હોય.
दुःखितेषु दयात्यंत-मद्वेषो गुणवत्सु च ।
औचित्यात्सेवनं चेव सर्वत्रवाविशेषतः ।।१।। દુઃખીઓ પ્રત્યે અતિશય દયાવાળા હોય, ગુણવાનો પ્રત્યે દ્વેષ ન હોય, કોઈ પણ ભેદ વિના સર્વ ઠેકાણે ઉચિત પ્રવૃત્તિ કરનારો હોય. આ પ્રમાણે મિત્રાદષ્ટિમાં પણ પર-બીજા જીવોનો વિચાર હોય છે.
આગળ આગળની દૃષ્ટિમાં જીવના પરિણામની વિશુદ્ધિ વધે છે ત્યારે તેના બળે જ પોતે રાગદ્વેષની ગ્રંથિ ભેદવા માટે સમર્થ બને છે અને વર્ષોલ્લાસ વધતાં અપૂર્વ પરિણામ-સ્વનો રાગ અને પર પ્રત્યેનો દ્વેષ તોડવા માટે જાગૃત થાય છે. ત્યારે સકલ જીવો પ્રત્યે આત્મૌપમ્ય દષ્ટિ થતાં સમ્યગ્દષ્ટિ ઊઘડે છે, મિથ્યાષ્ટિ નષ્ટ થાય છે. - સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ-એમ ધર્મ બે પ્રકારે કહ્યો છે. સાધુધર્મ સર્વવિરતિરૂપ છે, શ્રાવક ધર્મ દેશવિરતિરૂપ છે. જેમ સાધુ ધર્મ સકલ સર્વી હિતવિષયક પરિણામ યુક્ત હોય છે તેમ શ્રાવક ધર્મ પણ જીવોના હિતવિષયક પરિણામ વિના કેમ ઘટે? એ રીતે તેની પણ પૂર્વાવસ્થામાં ચોથે ગુણસ્થાનકે અવિરતિ હોવાથી તે હિતવિષયક પરિણામ પ્રમાણે વર્તન કરી શકતો નથી, પણ તેની દૃષ્ટિ સમ્યગું છતાં સર્વ જીવના હિત વિષયક પરિણામ વિના કઈ રીતે કહી શકાય?
દષ્ટિ બે પ્રકારની છે, સમ્યગુ અને મિથ્યા. સર્વ જીવો પ્રત્યે આત્મૌપજ્યભાવ તે સમ્યગુ દષ્ટિ, અનાત્મૌપજ્ય ભાવ તે મિથ્યાદેષ્ટિ.
આત્મૌપજ્યભાવ તે સર્વજીવ હિત વિષયક આશયનું બીજ છે.
દષ્ટિ એટલે સમજ. તેને મિથ્યા કહીએ તેમાં કારણ પરમાત્માએ બતાવેલા પદ્રવ્યરૂપ આ જગતને ભગવાને કહ્યું છે તે રૂપે ન ઓળખવું, પણ સ્વ-મતિથી સ્વાર્થ માટે જે રીતે પોતાને અનુકૂળ પડે તે રીતે માનવું તે જ મિથ્યાષ્ટિ છે. સાધકનો અંતર્નાદ
148
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org