________________
ર૦. ગુરૂ સ્તુતિ
કરુણા તણા ભંડાર હે ગુરુદેવ ! તુમને વિનવું, આપો ચરણની સેવના જેથી ગુણોને મેળવું, આનંદની ઘડી આવશે તેમાં નહિ શંકા જરી, હે ગુણમણિ ભંડાર ! ગુરુજી, હું નમું પાયે પરી. ૧ મારગ બતાવ્યો યોગનો આ બાલને વાત્સલ્યથી, અધ્યાત્મની ઝાંખી કરાવી પ્રેમે કરી મૃદુ હાસ્યથી, મુજ સાધનામાં આવતા સંકટ સમૂહ દૂરે કરી, આપી સમાધિ હે ગુરુજી હું નમું પાયે પરી. ર વિષમ આ અવસર્પિણીમાં, દુ:ષમ કાળે ગુરુ મળ્યા, પણ મૂર્ખતાથી પરમ ગુરુને, મેં જરીયે નિવ કળ્યા, થાશે હવે શું માહરું ગુરુદેવ મુજ કરુણા કરી, તારક બનીને તારજો, વિનવું પ્રભુ પાયે પરી. ૩ ભવરાનના ગહને ભ્રમણ કરતાં હું પામ્યો ગુરુ તને, અતિ સ્નેહથી હે દીન દયાળુ ! માર્ગ દેખાડયો મને, આ ભીષણકાળે કષ્ટથી પ્રભુમાર્ગ સાધુ કિમ કરી, રક્ષો પતનના માર્ગથી, પ્રેમે નમું પાયે પરી. ૪
Jain Education International
૨૧. સર્વ જીવહિતાશય સકલ સત્ત્વહિતાશય
વૈ.શુ. ૫, ૨૦૪૩, ગાંગવા (હાલાર)
આ જીવ અનાદિ કાળથી આ સંસારમાં પર્યટન કરે છે અને અનેક જીવોના સંબંધમાં રહીને પોતાનું જીવન પૂર્ણ કરે છે. આ પ્રમાણે અનંત પર્યટનમાં અનંત જીવોની સાથે આ જીવના સંબંધમાં આવવું પડયું છે. પરંતુ તેની સાથે જીવ્યો કેવી રીતે ? તે વિચારવાની જરૂર છે.
જીવને પોતાના ઉપર અખૂટ પ્રેમ-રાગ છે, તેથી તેણે એકલા પોતાની જ ચિંતા કરી છે. એ કારણે જ જયાં જયાં પોતાને અગવડ કે કષ્ટ પડચાં છે ત્યાં બીજા સાથે વિરોધ કર્યો છે અને સ્વાર્થભાવને વિસ્તાર્યો છે. આ સ્વાર્થભાવ જ તેના ભવભ્રમણનું મુખ્ય કારણ છે માટે જ્ઞાની ભગવંતોએ આ સ્વાર્થભાવને
અધર્મ કહ્યો છે અને તેના વિરોધી પરાર્થભાવને ધર્મ કહ્યો છે.
૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી સૂરિપુરંદર પૂ. હરિભદ્ર સૂરીશ્વરજી ભગવંતે લલિત વિસ્તરા ગ્રંથમાં કહ્યું છે કે “સત્તા સત્ત્વ દિત્તાશય પ્રવૃત્તરિનામ ઝેવ સાધુ ધર્મ: ।'' ધર્મ પરિણામમાં રહેલો છે અને સાધકનો અંતર્નાદ
147
ભા.વ. ૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org