________________
સમજના અભાવે વ્યાપાર કરવા છતાં (ઉપાદાન અને નિમિત્ત ભેગા થવા છતાં) કાર્ય સિદ્ધિ થતી નથી. સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી આપણું મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય તેની સમજ માટે સદ્ગુરુનો હાથ પકડવાનો છે, શરણે જવાનું છે.
૧૯. ગ્રહ
ભા.શુ. ૩ ગ્રહ એટલે ગ્રહણ કરવું, પકડવું.
આ ગ્રહ સાથે જુદા જુદા ઉપસર્ગ લાગતાં જુદા જુદા અર્થ બતાવે છે. તેમાં સમું ઉપસર્ગ લાગે ત્યારે ભેગું કરવું એ અર્થ થાય છે. તેમાં ય ગ્રહણ અર્થ તો આવી જાય છે. ગ્રહણ કરીને રાખી મૂકવું પણ છોડવું નહિ પણ વસ્તુ સમુદાયને પકડી જ રાખવું. એ જ પ્રમાણે દુરાગ્રહ-ખોટી રીતે પક્કડ, પરિગ્રહ-મમત્વથી પક્કડ, વિગ્રહ-ક્રોધથી પક્કડ, નિગ્રહ-ભૂલથી પક્કડ.
કોઈના કટુ શબ્દોનો સંગ્રહ-પરિગ્રહ કરીએ છીએ તો તે જ ગ્રહ શબ્દમાં ઉમેરવાથી વિગ્રહ થાય છે. તે વિગ્રહ આજના દિવસે છોડવાનો છે.
આપણે હજુ ક્ષમા માંગી શકીએ છીએ પરંતુ ક્ષમા આપી શકતા નથી અર્થાત્ સંગ્રહ કરેલાપરિગ્રહ કરેલા કટુ શબ્દોને છોડી શકતા નથી તે પણ એક જાતનો જીવનો દુરાગ્રહ છે, તેથી વિગ્રહ શમતો નથી.
ક્ષમા માંગવી અને આપવી. માગવામાં નમ્રતા જોઈએ છે, આપવામાં દિલની ઉદારતા જોઈએ છે.
હજુ નમ્રતા લાવવી સહેલી છે પણ ઉદારતા લાવવી કઠિન છે કેમકે નમ્રતામાં જાતને નમાવવાની છે ઉદારતામાં મનને નમાવવાનું છે. નમ્રતામાં અહંને ઓગાળીને ઉદારતામાં તે અહંને જ વિસ્તૃત બનાવવાનો છે. હું એકલો જ નહિ પણ આખું જગત તે હું જ છું. આ ભાવ આવે ત્યારે સાચી ક્ષમાપના થાય છે.
અહં અને મમ જે સ્વમાં જ ગુંગળાઈ રહેલો છે તેને આખા વિશ્વમાં વિસ્તારવાથી તે જ અહં અને મમ મોક્ષદાયક બને છે.
આ દુનિયાના બધાથી તું જુદો પડી ગયો છું તે જ તારી દુઃખી અવસ્થા છે. એક થઈ જવાથી ક્ષમા, સમતા વિગેરે ગુણો પ્રગટ થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે.
જીવના ભેદને ટાળવા માટે ક્ષમાપના પર્વ છે. તે કારણથી તેને મહાપર્વ કહ્યું છે.
જીવો સાથે પડી ગયેલા ભેદને ટાળીને ક્ષમા ગુણ પ્રગટાવવાનો છે તે દિવસ પર્વાધિરાજ બને છે. બીજા પર્વો આત્માના ગુણ પ્રગટાવવા માટેની જ સાધના માટે છે પણ ક્ષમાપના પછી જ તે સાધના ગુણકારી બને છે. માટે ક્ષમાપના પર્વને સૌથી મોટો રાજા બનાવવામાં આવ્યો છે.
તે ક્ષમાપના કરી અને સ્વીકારથી બીજાએ કરેલી ક્ષમાપના સ્વીકારવામાં સંગ્રહાયેલા વિકૃતોને જ તિલાંજલિ આપવાની છે. તો જ ખમી શકાય.
ખમીએ અને ખમાવીએ ત્યારે જ સાચી ક્ષમાપના થાય છે.
સાધકનો અંતર્નાદ
146
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org