________________
આ બોધિ અનંત કાળે જીવને પ્રાપ્ત થાય છે તે રત્ન અને ઝવેરાત કરતાં પણ મહામૂલ્યવાન છે માટે તેનું કાળજીપૂર્વક રક્ષણ કરવું જોઈએ.
સાચી સમજ તેનું નામ બોધિ.
જડ ચેતનની વહેંચણી કરતાં આવડે તેનું નામ સાચી સમજ. સાચી સમજ આવ્યા પછી વિષયોનો વિરાગ અને કષાયોનો ત્યાગ અથવા વિરામ જીવ સહેલાઈથી પામી શકે છે.
આ બોધિને પામવા માટે આત્માનું શુદ્ધ સ્વરૂપ જેમને પ્રગટ થયું છે એવા પરમાત્માના આલંબને સ્વ શુદ્ધ આત્મ સ્વરૂપની ઓળખાણ થવાથી થાય છે. માટે પરમાત્માનું આરાધન-સેવન સતત કરવું. ૧૧. ઉપયોગનું કીર્તન
અ.વ. ૧૧ ઉપયોગ એટલે આત્માનો પ્રાણ. જો તે ન હોય તો આત્માનું અસ્તિત્વ ન હોય. આત્માનાં જે ગુણગાન, પ્રશંસા, સ્તુતિ, વંદના, પૂજના, નિદિધ્યાસના થાય છે, તે બધું ઉપયોગને આભારી છે. આત્મા એ કોઈ સ્વતંત્ર ચીજ નથી, ઉપયોગમય આત્મા છે. ઉપયોગ સ્વરૂપ આત્મા છે.
આત્માની અંદર રહેલા જે અનંતધર્મો છે, તેનું પ્રાગટ્ય ઉપયોગથી થાય છે. આત્માના એક એક અંશને ઓળખવા ઉપયોગનો જ આધાર લેવાય છે.
ઉપયોગ શુદ્ધ જ છે, તેને મલિન કરનાર કર્મ પડેલું છે. જો કે તે તેનાથી લપાતો નથી પણ સૂર્યની આડે વાદળ આવે એટલે તેનો પ્રકાશ ઢંકાય, તેમ ઉપયોગની શુદ્ધતા કર્મ-પડલોથી ઢંકાવાથી અનુભવાતી નથી. કર્મ પડલોથી ઢંકાય છે ત્યારે તેને ઉપચારથી અશુદ્ધ ઉપયોગ કહેવાય છે.
પાધિકતાથી (ઉપાધિના ભેદથી) તેનો આ પ્રકાર (અશુદ્ધ ઉપયોગ) ઉપચારથી છે. સાચે સાચ તો તે શુદ્ધ જ છે.
કર્મ પડલ પણ ઉપયોગ ઉપર નથી પણ આત્મા ઉપર છે, પરંતુ તે ઉપયોગ આત્મામાં તપ છે તેથી તેનો ઉપયોગનો) પણ પ્રકાશ પડલના પ્રભાવે ઢંકાય છે.
આ ઉપયોગનું કીર્તન કરીએ એટલું ઓછું છે. સમ્યગુ દર્શન પણ ઉપયોગની શુદ્ધિ પર જ આધારિત છે માટે જ ઉપયોગને રક્ષો, તેને કયાંય આત્મામાંથી બહાર જવા ન દો, તે મહામૂલ્યવાનકિંમતી વસ્તુ છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નો છે તેની પ્રાપ્તિ પણ ઉપયોગથી છે.
આત્માની રુચિમાં ઉપયોગ રાખવો તે દર્શન, આત્માને ઓળખવામાં ઉપયોગ રાખવો, સ્થિર કરવો તે જ્ઞાન. ઉપયોગ દ્વારા જ અનુભવાત્મક જ્ઞાન થાય છે. આત્માનુભવ કરાવનાર હોય તો પૂજનીય ઉપયોગ જ છે. આત્માની રમણતામાં ઉપયોગ રાખવો તે ચારિત્ર. અર્થાતુ, (૧) આનંદાનુભવ (ચારિત્ર) ઉપયોગ કરાવે છે. (૨) આત્માનુભવ (જ્ઞાન) ઉપયોગ કરાવે છે. (૩) આત્માની રુચિ, શાંતિનો અનુભવ (દર્શન) ઉપયોગ કરાવે છે. (૪) આત્મામાં સુખાનુભવ (તપ) ઉપયોગ કરાવે છે.
સાધકનો અંતર્નાદ
138
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org