________________
૯. જ્ઞાન-ધ્યાન-તપ
વૈ.શુ. ૧૨ જ્ઞાન-ધ્યાન-તપ એ સાધુ જીવનનો પ્રાણ છે, શાસ્ત્રમાં જે પરમષિઓએ બતાવ્યું છે તે ભગવાનની વાણી છે. તેમાં શું બતાવ્યું છે? (આપણા) આત્માનો વિકાસ ક્રમ. આત્માની ઓળખ કરીને વર્તમાનમાં આત્મા કઈ સ્થિતિમાં છે? ત્યાંથી મુક્ત અવસ્થા સુધી કઈ કઈ સ્થિતિમાં હોય છે? અને તે તે સ્થિતિમાંથી પસાર થયા પછી કઈ રીતે કર્મોથી સંપૂર્ણ છુટકારો મેળવે છે તે બતાવ્યું છે. જે કાંઈ બતાવ્યું છે તે કેવળ આત્માનું હિત કઈ રીતે થાય તે કરુણાભાવથી પ્રભુએ દેશના દ્વારા પ્રરૂપેલું છે. તેને શાસ્ત્રમાં ગણધર ભગવંતોએ ગૂંચ્યું છે, રચ્યું છે. આપણે જે કાંઈ જ્ઞાન મેળવીએ છીએ તે ભગવાને જે હેતુથી (કરુણાદેષ્ટિથી જોઈને) બતાવ્યું છે, સમજાવ્યું છે તે હેતુનો આપણે કોઈ વિચાર ન કરીએ તો તે જ્ઞાન આપણું કાંઈ પણ હિત ન કરી શકે. માટે જે કાંઈ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય, તેમાં પરમાત્માની કરુણાનાં દર્શન કરી, તેમનો આપણા માટેનો હિતનો ભાવ વિચારીને તે તે હેતુપૂર્વની તેમની દેશના પ્રરૂપણા સમજીને, તે જ્ઞાનનું આલંબન લઈએ તો જ તે જ્ઞાન સફળ છે, અન્યથા “જહા ખરો (ગધેડો) ચન્દન ભારવાહી' એ દષ્ટાંતે ભાર વહન કરવારૂપ પરિશ્રમ છે. તે પણ માનસિક, જો કે ખર જેવા આપણે અવિવેકી નથી કે સુગંધનો પણ અનુભવ ન કરી શકીએ, પણ જેમ ચંદનનો સ્વભાવ સુગંધ ફેલાવવાનો છે અને આપણા નાકમાં તે સુગંધ પેસી જાય, પણ આપણો ઉપયોગ તે સુગંધ માણવામાં ન હોય તો તે જેમ આનંદ ન ઉપજાવે, તેમ જ્ઞાનનો સ્વભાવ સમજણ, ઓળખ આપવાનો છે, એટલે આપણે પદાર્થને ઓળખી લઈએ એટલે સમજયાનો આનંદ મેળવી લઈએ.
પણ પરમાત્માનો જે હેતુ હતો (આપણા માટે કરુણાથી પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું હતું તેમાં આપણા પોતાના આત્મહિતનો હેતુ હતો, તે આપણે જ્ઞાન મેળવતા ચિંતવીએ તો ત્યાંથી આપણો પણ વિકાસ શરૂ થઈ જાય અને આત્મિક આનંદ-પરમાનંદ પ્રાપ્ત થાય.
કેવળ (માત્ર) જ્ઞાન મેળવ્યાનો (સમજવાનો) આનંદ તે આભિમાનિક આનંદ છે.
પરમાત્માના કથનનો હેતુ, તેમની આપણા પરની કરુણા હોવાથી “આપણે કર્મમુક્ત બનીએ તે છે. તે પરમાત્માની ભાવના સમજીને શાસ્ત્ર જ્ઞાન મેળવીએ તો આત્મિક આનંદ અનુભવાય છે.
આત્મિક આનંદ મેળવવા માટે જ્ઞાન મેળવ્યા પછી ભગવાને બતાવેલા પદાર્થોને કઈ રીતે, આત્માની કઈ અવસ્થામાં, કેવો ઉપયોગ કરવો તેના માટે જે પ્રક્રિયા બતાવી છે તેને ધ્યાન કહેવાય છે. માટે વ્યવહારમાં પણ જ્ઞાન શબ્દ સાથે જ ધ્યાન શબ્દ વપરાય છે. જ્ઞાન-ધ્યાન કેમ ચાલે છે ? આ વ્યવહારિક શબ્દોમાં ગૂઢ રહસ્ય રહેલું છે.
એકલું જ્ઞાન, કોરું જ્ઞાન કામ ન લાગે પણ તે જ્ઞાનને અનુભવાત્મક બનાવવા માટે વ્યવસ્થિત પ્રક્રિયા કરવી જોઈએ. શીરો બનાવવાનું જ્ઞાન મેળવ્યું પણ પ્રક્રિયા દ્વારા તેને બનાવીને આરોગીએ ત્યારે જ્ઞાન સફળ બને છે અગર સ્વાદનો અનુભવ થાય છે. તેમ આત્માના હિત માટે બનાવેલું છે તેને તે બતાવેલી પ્રક્રિયા દ્વારા અનુભવીએ ત્યારે આત્મિક આનંદનો આસ્વાદ મળે, તે જ્ઞાનની સફળતા છે. સાધકનો અંતર્નાદ
136
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org