________________
હે પ્રભુ! ક્યાં હું અજ્ઞાની, પામર, બાલ, મૂર્ખ જીવ અને કયાં મેરૂ જેટલા મહાન આપના ગુણો ! છતાં ભક્તિવશથી ભક્ત પોતાના સ્વામીની પ્રશંસા કર્યા વિના રહી શકે નહિ. કારણકે “ગુણીજનના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ” પોતાને ગુણ-પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય હોય તો ગુણવાનોના ગુણ ગાવા.
ગુણ ગાવાનું મન પણ ગુણાનુરાગી બન્યા વિના થતું નથી. ગુણાનુરાગી બનવા માટે જેના જે ગુણો હોય તેનું જ્ઞાન મેળવવું જોઈએ. એ જ્ઞાન શાસ્ત્રમાંથી ગુરુ દ્વારા મળે.
ગુણવાન બનવા માટે ગુણીજનની સેવા કરવી, ગુણીજનના ગુણોનું દર્શન કરવું, પ્રશંસા કરવી, તેમના ગુણોનું બહુમાન કરવું, આદર-પ્રીતિ કરવી.
આ રીતે ત્રિકરણ યોગે ગુણીજનની સેવા કરવી, મનથી તેમના ગુણોનું બહુમાન, પ્રીતિ કરવી, વચનથી તેમના ગુણોની મુક્તકંઠે પ્રશંસા કરવી, કાયાથી તેમની સેવા કરવી અર્થાત્ સ્તુતિ દ્વારા જીભને પવિત્ર બનાવવી. ગુણીજનોના ગુણો જોઈ નેત્રને પવિત્ર કરવાં અને તન, મન, ધનથી સેવા કરીને ત્રણેને પવિત્ર બનાવવા. એનાથી પ્રાપ્ત થયેલી પુણ્યાઈના યોગે ગુણીજનનો મેળાપ સહેલાઈથી થાય છે અને પોતાનો વિકાસ સાધી શકે છે.
ગુણોની તરતમતા સકલ જીવરાશિમાં હોય છે. તેમાં સૌથી વધારે ગુણોત્તમ અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન છે.
ત્યાર પછી આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત, શ્રાવક-શ્રાવિકા આદિ છેક માગનુસારિતા સુધીના જીવો છે. તેમાં પરમાત્માના ગુણો અરૂપી હોવાથી અને આપણે તેમના ગુણોથી અજાણ હોવાથી જાણવા મુશ્કેલ છે. છતાં પરમાત્માના ગુણોનું વર્ણન શાસ્ત્રકારોએ જે કાંઈ યત્કિંચિત્ કર્યું છે તેના આધારે ગુણો ગાઈને આપણી જીદ્વાને પવિત્ર બનાવીએ.
પ્રભુ વિતરાગ છે, જયાં રાગ નથી ત્યાં દ્વેષ પણ નથી. પરમાત્માને તે સ્વરૂપે જોવાથી આપણા રાગ-દ્વેષ ઢીલા પડે છે. રાગ-દ્વેષ અને મોહ જ અનાદિ કાળથી જીવને સંસારમાં રખડાવે છે. તે ત્રણના અભાવરૂપ સ્વરૂપ કેવું હોય તે શાસ્ત્રમાં અને મૂર્તિમાં સ્પષ્ટ દેખાય છે, એટલે ગુણાનુરાગ કેળવાય છે. ગુણાનુરાગી બનેલો જીવ પરમાત્માને સમર્પિત થઈ શકે છે.
વિતરાગતાથી પરમાત્મામાં ત્રણ ગુણોનું દર્શન થાય છે. રાગ રહિત પણું, વેષ રહિત પણું, અને નિર્મોહીત્વ આ ત્રણે ગુણો પ્રાપ્ત કરવા માટે તેમના એ ત્રણે ગુણોનું દર્શન કરવું, સ્તુતિ દ્વારા પ્રશંસા કરવી, બહુમાન કરવું.
બીજું પ્રભુ અનંતજ્ઞાની, અનંતદર્શની, અને અનંત ચારિત્રી હોવાથી આત્માના ગુણોનું જ દર્શન કરે છે, સકલ ગુણ-પર્યાયને જાણે છે. અને પોતાના આત્મામાં જ રમે છે અને સ્થિરતાને પામે છે, આવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ગુણ યુક્ત પરમાત્મા છે.
વળી આ બધા મૂળભૂત ગુણોના પેટાભેદ તરીકે પ્રભુના ગુણો નિરાશસી, નિરાશી (આશા રહિત) નિશ્ચલ, શુદ્ધ, બુદ્ધ, અકલંકી, અચલ, અમર, નિર્મલ, અમલ વગેરે અનેક ગુણોથી ભરપૂર પરમાત્મા છે. તેમને કોટિ કોટિ વંદના. સાધકનો અંતર્નાદ
135
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org