________________
મીઠો અનુભવ થાય છે ત્યારે મન પ્રસન્ન બને છે, પ્રસન્નતાના અતિરેકથી ઘેલો બને છે. આ તેની અસ્થિરતા અને અધીરતા છે.
જો કે અનુભવવા લાયક તો એક આત્મા જ છે છતાં શરીરના બંધનથી બંધાયેલા આત્માને કાલ્પનિક સુખ-દુઃખના અનેક અનુભવો થાય છે. તેમાં સમભાવી બને ત્યારે જ આત્માનુભવ સુધી પહોંચી શકે છે માટે આત્મા સિવાયના અનુભવો છે ત્યાં જ આત્માની કસોટી-પરીક્ષા છે તેમાં પસાર થવા માટે દીર્ઘ અભ્યાસ જોઈશે. શેનો અભ્યાસ ? જડ અને ચેતન એ બેની રમતમાં આપણે કેવા તટસ્થ રહેવું તેનો અભ્યાસ. જે કાંઈ દુન્યવી અનુભવો છે તે જડ, ચેતનના મિશ્રણથી થયેલી રમત છે. જ્ઞાનીની દૃષ્ટિમાં તે બાલ ચેષ્ટા છે પણ જીવને મોટા થવું હોય તો તે પહેલાં બાળપણું અનુભવવું પડે છે, પછી યુવાની આવે છે, પછી પ્રૌઢ બનીને વૃદ્ધ બને છે. તેમ અહીં પણ જ્ઞાનીની દૃષ્ટિમાં જે રમત લાગે છે, બાળક જેવા અજ્ઞાની એવા આપણે તેને અનુભવવી પડે છે. તેમાંથી જ જડ-ચેતનના સંબંધમાં થતી રમતોમાં મધ્યસ્થ રહેવાનો અભ્યાસ થાય છે અને છેવટે યુવાન-સમજદાર બને છે કે આ તો જડચેતનનું મિશ્રણ છે તેની સાથે મારે રમત ન કરાય. હું કોણ ? ચેતન. મારું સ્વરૂપ શું ? જ્ઞાનાદિ ગુણો. જેમ બાલ મટીને યુવાન બનેલાને સમજ આવવાથી પોતાની જવાબદારીનું ભાન થાય છે તેમ પોતાના સ્વરૂપનું ભાન સમજમાં આવેલા આત્માને થાય છે તે તેની યૌવન અવસ્થાનો અનુભવ છે.
આ રીતે સમજદાર બનેલો ધીર ગંભીર બનવાથી પ્રૌઢ બને છે. પછી તેને જડ ચેતનના મિશ્રણથી અનુભવાતી સુખ દુઃખની શ્રેણિ કાલ્પનિક લાગે છે. તેનો અનુભવ થવા દેતો નથી, પણ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવવા માટે પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થ માનસિક છે. તેમાં કાંઈ કરવાનું નથી, ફકત મનની ચંચળતાને દૂર કરવા માટે મનને શુભ અને શુદ્ધ આલંબનોમાં બાંધવાનું છે. ત્યાર પછી સ્થિર થાય છે એટલે તે આત્માનુભવમાં આડે આવતું નથી અર્થાત્, તેને હવે બંધન થવાથી રસ રહેતો નથી એટલે મન વિદાય લે છે. ત્યારે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, તે છે તેનો અંતિમ અનુભવ.
to. આત્માના પૂર્ણાનન્દ સ્વરૂપની મહત્તા
વૈ.વ. ૯, મોટા માંઢા
આત્માનું સ્વરૂપ એક ચૈતન્યથી ઓળખાય છે પણ બીજી રીતે તેનાં સ્વરૂપ અનેક છે. જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, ચિદ્ સ્વરૂપ વિગેરે. પણ તે બધામાં આત્માનું પૂર્ણાનન્દ સ્વરૂપ છે તેની મહત્તા છે. ચૈતન્ય તો એનું (આત્માનું) લક્ષણ સ્વરૂપ છે. જયાં જયાં ચૈતન્ય જ્યોતિ ઝળહળતી હોય ત્યાં ત્યાં આત્મત્વ હોય. આ રીતે આત્માને સ્વરૂપથી ઓળખવા માટે ચૈતન્યત્વ લક્ષણ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખવા માટે છે. ચેતના શબ્દ ઉપરથી ચૈતન્ય શબ્દ બનેલો છે. “ચેતનાયાઃ માવ: કૃતિ ચૈતયં'' બાકીનાં સ્વરૂપો તેના જ એક અંશરૂપ છે. છતાં ચેતના જયારે આનંદ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ આત્માને અનુભવી શકાય છે માટે તે સ્વરૂપની મહત્તા
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
133
www.jainelibrary.org