________________
સિદ્ધસ્તવ વગેરે સૂત્રોની સાધના દ્વારા આશય સિદ્ધિ કરવાનો છે. ક્ષમા, સહન કરવું, સમભાવને કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, ઈરિયાવહીયં, સાત લાખ, ૧૮ પાપસ્થાનક, વંદિતુ વગેરે સૂત્રોની સાધના દ્વારા સિદ્ધ કરવાનો છે.
નમ્રતા પ્રાથમિક ભૂમિકામાં બાહ્યથી પ્રગટાવવાની છે તેમાં નમસ્કાર-હાથ જોડવા, મસ્તક નમાવવું વિગેરે દ્રવ્ય નમસ્કારથી કાયિક અક્કડતા છોડવાની છે, નમસ્કાર કરું છું એવા વચનદ્વારા વાચિક અડતા છોડવાની છે, હું નમું એવા વિચાર દ્વારા માનસિક અક્કડતા છોડવાની છે, છેવટે ભાવથી નમ્ર બની ગયેલો આત્મા ભાવ નમસ્કારથી પંચ પરમેષ્ઠિઓના અંતરાત્મામાં પ્રવેશ કરી શકે છે. તેમાં પ્રવેશ મળ્યા પછી આત્મા નમ્રાતિનમ્ર બનવાથી પોતાનું અસ્તિત્વ છોડીને પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ ધારણ કરે છે અને અનહદ આનંદનો અનુભવ કરે છે.
ક્ષમાં પણ પ્રાથમિક ભૂમિકામાં બાહ્યથી ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાકક્ષમાથી આત્માને મન, વચન, કાયાથી-બાહ્યથી સહન કરવાનો અભ્યાસ થાય છે. છેવટે ભાવથી સહન કરતો આત્મા પરમાત્માના આજ્ઞારૂપ-સમભાવને પ્રાપ્ત કરે છે, તે વચન ક્ષમાને પામેલો આત્મા પરમાત્માની આજ્ઞામાં તદ્રુપ બની આજ્ઞામય બનેલો પોતાનું સ્વરૂપ તે રૂપે અનુભવે છે ત્યારે ધર્મ ક્ષમા પ્રગટે છે. સહજ ક્ષમાવાન આત્માનો અનુભવ અનહદ સુખની પ્રાપ્તિ કરાવે છે. અર્થાત્ આત્માનો સહજ સ્વભાવ અનુભવતાં સકલ જીવ રાશિ સાથેની એકતાના સુખનો આસ્વાદ લે છે. પ. આત્માની સમ્યમ્ દશા
વે.વ. ૭, મોટા માંઢા આત્માની સમ્યગુ દશા ચોથે ગુણઠાણે પ્રગટ થાય છે. તે પહેલાની અનંતાનંત કાળ સુધીની મિથ્યાદશા છે. તે મિથ્યાદશામાં જીવે અનેક કુકર્મો કરીને પોતાનું જ દુઃખ ઊભું કર્યું છે. એટલું જ નહિ, બીજા જીવોને પણ દુઃખ થાય તે રીતે જીવ્યો છે. જેમાં મિથ્યાભિમાનિતા એ મુખ્ય ભાગ ભજવ્યો છે.
આત્માની દશા બહિરાત્મદશા, અંતરાત્મદશા અને ત્રીજી પરમાત્મ દશા કહેવાય છે. તેમાં સમ્યગુ દશાનો સમાવેશ અંતરાત્મ દશામાં થાય છે તે પહેલાંની જે મિથ્યાદશા છે તેનો અંતર્ભાવ બહિરાત્મદશામાં થાય છે પણ તેનું સ્વરૂપ જુદું છે. સાચી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે અવસ્થામાં રહે તે મિથ્યાદશા. આત્માની બહાર રહે તે બહિરાભદશા. અર્થાતુ, આત્માથી પર એવા પદાર્થોમાં રમતો આત્મા તે બહિરાત્મા. જયારે મિથ્થા દશા તો બહિરા- દશાની નીચલી કક્ષામાં રહેલો તે અવસ્થામાં મિથ્યાદશા હોય છે. પર પદાર્થોમાં રમવા ઉપરાંત પર વસ્તુના રાગે સજાતીય ઉપરના શ્રેષમાં વર્તતો આત્મા જે દશામાં હોય તે મિથ્યાદશા. મિથ્યા એટલે ઊંધું, સમાન જાતિ વાળા માટે ઊંધો ભાવ, રાગ ને બદલે દ્વેષભાવમાં રહેવું તે મિથ્યાદશા, તે ટળે ત્યારે સમગુ દશા પ્રાપ્ત થાય, જે સમ્યગ્ દશા અંતરાત્મદશામાં લઈ જાય છે.
સમ્યગુ દશામાં પોતાના સમાન સકલ જીવ રાશિને માનતો તેના પ્રત્યે પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, રાગ
સાધકનો અંતર્નાદ
131
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org