________________
માટે જ પ્રથમ નમસ્કારની સાધના બતાવી છે. શરૂઆત કાયાથી કરવાની છે પછી આગળ વધતાં વચન અને મન યોગને નમ્ર બનાવવાના છે ત્યાર પછી આત્મા નમ્ર બને છે એટલે ચૈતન્ય સ્વરૂપમાં પ્રવેશી એકતાને ધારણ કરે છે ત્યારે તે નમ્રતા આત્મિક સુખ-આનંદ ચખાડે છે.
નમસ્કારનો વિષય પ્રથમ અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ છે જે પદોમાં મલિનતાનો પ્રવેશ નથી, નિર્મળ છે, પરમ ઉપકારી છે. બીજા સ્થાને ગુર્નાદિ વડીલો છે જે આપણા નજીકના ઉપકારી છે આપણા આત્માના ઉત્થાનમાં-વિકાસમાં નિમિત્તભૂત છે અને આત્માને નિર્મળ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
ત્રીજા સ્થાને માતા પિતાદિ છે જે આપણા ઉપકારી છે જેમણે આપણા જીવનની ચિંતા કરીને અહીં સુધી પહોંચાડ્યા છે.
ચોથા સ્થાને સકલ જીવરાશિ છે જે આપણા પર જાણ્યે અજાણ્યે ઉપકારી બની રહ્યા છે. માટે નમસ્કારનો વિષય આ પ્રમાણે તે તે સ્થાને રહેલા જીવને તે તે બને છે તેમાં નમસ્કારનો વિષય કાયિક, વાચિક, માનસિક તે તે જીવોની વિકસેલી યોગ્યતા પ્રમાણે બને છે. બધાય જીવોને કાયિક પ્રણામ ન કરાય, વાચિક પ્રણામ ન કરાય પરંતુ ભાવથી નમ્ર દરેક જીવો માટે બની શકાય કારણ કે, કોઈ જીવ તિરસ્કારને પાત્ર નથી તિરસ્કારનો ભાવ મિટાવવા માટે છેલ્લો ઉપાય જીવો સાથે મળી જવું તે છે.
વૈ.વ. ૬, મોટા માંઢા નવકાર અને કરેમિ ભંતે ! એ બે સૂત્ર આત્માની ઉન્નતિના છે. કેમકે નવકારથી નમસ્કારની સાધના થાય છે, કરેમિ ભંતેથી સામાયિકની સાધના થાય છે. નમસ્કાર એ પરમ મંગલ છે. સામાયિકએ સર્વ મંગલ માંગલ્યમ્, સર્વકલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધમણાં, જૈન જયતિ શાસનમું,' એટલે સર્વ મંગલોનું મંગલ છે કારણ કે નમસ્કારનો વિષય પંચ પરમેષ્ઠિ છે તેઓ પરમ પદે સ્થિત હોવાથી પરમેષ્ઠિ કહેવાય છે તે સમિતિ, ગુપ્તિ આદિ મય છે તેથી મંગલ સ્વરૂપ છે.
સામાયિકનો વિષય સકલ જીવ રાશિ છે. સામાયિક એટલે સમભાવમાં રહેવું. જીવો પ્રત્યે સમભાવ, “જૈન જયતિ શાસનમું જિનેશ્વર ભગવંતનું શાસન-આજ્ઞા છે કે સમભાવમાં રહેવું તે સર્વ મંગલ માંગલ્યમ્' છે માટે સામાયિક એ સર્વ મંગલોનું મંગલ છે.
નમસ્કાર અને સામાયિકથી નમ્રતા અને ક્ષમા ગુણ પ્રગટે છે. નમસ્કારથી નમોની સાધના કરવાની છે સામાયિકથી ખમોની સાધના કરવાની છે. નમો અને ખમો એ બંનેની સાધના કર્મથી મુક્તિ કરવામાં સમર્થ છે. જે કાંઈ અનુષ્ઠાનો છે તેમાં આ બે સાધના અનુસ્મૃત છે. પ્રતિક્રમણમાં પણ આ બેથી જ, પાપથી પાછા હઠવાનું છે. અર્થાત્ અહંકાર અને અક્ષમા આ બે જ મોટાં પાપો છે જે બધાં પાપોનું ઉત્પત્તિ સ્થાન છે. “લોગસ્સ' વિગેરે સૂત્રો સ્તવ છે તેમાં નમસ્કારની સાધના કરીને અહંકાર ટાળવાનો છે. “ઈચ્છામિ ઠામિ’ વગેરે પ્રતિક્રમણ સૂત્રોથી જગતના સર્વ જીવો પાસે ક્ષમા માંગવાની અને આપવાની છે આ રીતે નમસ્કાર એટલે નમ્રતા, નમ્રભાવ એ નવકારથી, લોગસ્સ, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, શ્રુતસ્તવ, સાધકનો અંતર્નાદ
130
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org