________________
ભૂલોમાં ક્ષમા રાખે તો જીવો સાથે ઐકય સધાય છે. તે પરમાત્મા સાથે એકતા સાધી છેવટે તેઓની સાથે મળી જઈને શુદ્ધ, સિદ્ધ, બુદ્ધ પોતે પણ તેવું જ પરમાત્મ સ્વરૂપ ધારણ કરે છે અને ક્ષમા ગુણની અંત્ય અવસ્થા પામે છે, અર્થાતુ ક્ષમામય પોતાનું સ્વરૂપ પ્રગટ થવાથી અનંતની જ્યોતિમાં મળી જાય છે.
0
0
વૈ.વ. ૩ ક્ષમા એ આત્માનો ગુણ છે તેના ઉપર મોહનીય કર્મનું આવરણ આવવાથી ક્ષમા અવરાઈ જાય છે અને તેના અભાવરૂપ દોષ પ્રગટે છે જેને ક્રોધ કહેવાય છે. સાધુ ધર્મના દશ પ્રકાર છે તેમાં ક્ષમાને પ્રાથમિકતા આપવામાં આવી છે કેમકે તેના અભાવે સાધુ ધર્મનો નાશ થાય છે તો દષ્ટાંતરૂપ ચંડકૌશિકનો પૂર્વભવ.
ક્ષમા એ યતિધર્મનો મુખ્ય પાયો છે. યતિ ધર્મ અહિંસા ઉપર નિર્ભર છે. અહિંસાના પાલનમાં ક્ષમા આવશ્યક છે. જયાં ક્ષમા નથી ત્યાં અહિંસા ટકી શકતી નથી. જીવોને પરસ્પર સંબંધમાં આવવાનું સહજ બને છે તે સંબંધમાં અનાદિ કાલીન રાગ-દ્વેષ ને કારણે જીવોને પીડા આપવાનું બને છે. પણ જો તેમાં સ્વ-પરના અપરાધોને ખમવા ખમાવવારૂપ ક્ષમાનો ઉપયોગ ન કરીએ તો તે જ દુર્ગાન દ્વારા ભવભ્રમણનું કારણ બને છે. - યતિધર્મના દશે પ્રકારમાં ક્ષમાને પ્રધાનતા આપી છે તેનું કારણ તેના વિના તે સિવાયના નવે પ્રકારોનું પાલન નિષ્ફળ છે.
ધર્મનો મૂળ પાયો હોય તો ક્ષમા છે. માટે જ ક્ષમાપના પર્વ તરીકે દર વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે. જો ક્ષમાપના ન થાય તો સમ્યકત્વ આવેલું પણ ચાલ્યું જાય. અગર જયાં સુધી જીવો પ્રત્યે મૈત્રીભાવ ન જાગે ત્યાં સુધી આ બધા ધર્મો પ્રગટતા નથી. મૈત્રીભાવથી એ ક્ષમા સરળતાથી આવે છે. ક્ષમા આવવાથી કોઈ પ્રત્યે વેરભાવ રહેતો નથી. એટલે મૈત્રી અને ક્ષમા એ સાથે રહેનારા છે. એક બીજાના અભાવમાં તે ટકી શકતા નથી. માટે જ “ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે'ના ત્રીજા પદમાં ‘મિત્તી મે સવભુએસે ક્ષમા અને મૈત્રી આવ્યા પછી કોઈની સાથે વૈરભાવ રહેતો નથી માટે ચોથા પદમાં ‘વેર મજઝ ન કેણઈ' કહેવામાં આવ્યું છે.
આ રીતે ક્ષમા ગુણ પ્રગટાવવા માટે સાધુ ધર્મનું પરિણામ જોઈશે કે જેમાં સકલ જીવરાશિ પ્રત્યે સ્નેહભાવ રહેલો છે. તે સ્નેહભાવમાંથી પ્રગટેલી સકલ જીવ રાશિની હિતની ચિંતારૂપ મૈત્રી જોઈશે. મૈત્રીભાવ આવે એટલે જીવોના સઘળા અપરાધોને ખમવાની શક્તિ આવે છે અને ભલું કરવાની ભાવના જાગે છે. તેથી તેના પ્રત્યે અપરાધો કરવાના આપોઆપ અટકી જાય છે. આ કારણે, આત્મામાં કૃતજ્ઞતા ગુણ, પરોપકાર ગુણ, મૈત્રી, ક્ષમા, વિગેરે એક બીજા ગુણના પૂરક બને છે. અર્થાત, તે રીતે સહાયક બને છે. અર્થાત્ એક ગુણ હોય ત્યાં બીજા ગુણનું અસ્તિત્વ સહજભાવે હોય જ છે. ન હોય તો પેલો એક ગુણ લાંબો સમય ટકતો નથી. મૈત્રીભાવ જાગે અને ક્ષમા ગુણ ન આવે તો મૈત્રીભાવ ટકે નહિ અને જીવો પ્રત્યે વેરભાવ જાગે. વેરભાવ જાગે એટલે પરોપકાર કરી શકાય નહિ. પરોપકારની
સાધકનો અંતર્નાદ
128
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org