________________
૩. ક્ષમાં
વૈ.વ. ૨, મોટા માંઢા ક્ષમા એટલે સહન કરવું, શું સહન કરે ? કોણ સહન કરે ? શા માટે સહન કરે ? યોગ દ્વારા મોક્ષના માર્ગે ચાલવાનું છે. આત્માને મોક્ષે જવા માટે મન, વચન, કાયાની સહાય લેવી પડે છે. આત્માએ ત્રણે યોગને કર્મના કારણે ગ્રહણ કર્યા છે. તેમાં શુભાશુભતા આત્મામાં લાગેલા રાગ દ્વેષાદિ ભાવ કર્મને કારણે જ છે. યોગો શુભાશુભ નથી, પણ શુભાશુભ બનાવનાર કર્મ છે. અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતે છે હવે મન, વચન, કાયાની જે પ્રવૃત્તિ છે તે અશુભ હોય છે ત્યારે બીજા જીવોને દુ:ખપીડાનું કારણ બને છે માટે જ ભગવાને કહ્યું છે કે અશુભ યોગોને ટાળવા, શુભ યોગ પ્રવર્તાવવા અર્થાત્ યોગમાં રહેલી અશુભતા ટાળવી તે ટળે નહિ તો બીજા જીવોને પીડાકારક બને છે. તેનાથી તે જીવોની સાથેનો સારો સંબંધ છે તે તૂટી જાય છે. તે સંધાવનાર આ ક્ષમા છે. ક્ષમા એટલે ક્રોધનો અભાવ. સહન કરવું. આપણને યોગ દ્વારા બીજા તરફથી થતી પીડા-દુઃખો સહન કરી લેવાં અને આપણે યોગ દ્વારા બીજા જીવોને પીડા દુઃખ આપીએ છીએ તેની ક્ષમા માંગવી.
શું સહન કરે? બીજા તરફથી આવતા આઘાત પ્રત્યાઘાતોમાં મધ્યસ્થ રહેવું તેનું નામજ ક્ષમા છે. ક્ષમા એ સમભાવની સાધના છે. તેનાથી સામાયિક યોગ સધાય છે. જે કોઈ મોક્ષે ગયા તે છેલ્લે સમત્વભાવની સાધનાથી જ ગયા છે. તે સમત્વભાવથી ક્ષમાગુણ સધાય છે. જીવો પ્રત્યે માધ્યસ્થવૃત્તિ આવે ત્યારે જ સહન કરવાની વૃત્તિ જાગે છે. ક્ષમા એ આત્માનો શાશ્વત ગુણ છે. તેને પ્રગટ કરવા માટે પ્રાથમિક ભૂમિકામાં સહન કરવું તે છે. સહન કરવું એટલે બીજા તરફથી મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ દ્વારા આપણને થતી પીડા-દુઃખો તે સહન કરવાં. કોણ સહન કરે ? આપણો આત્મા કારણકે યોગોને પ્રવર્તાવનાર આત્મા છે. યોગોમાં કોઈ ક્ષમાગુણ નથી. તે તો જડ છે. પણ તેનો સંચાલક આત્મા તેમાં શુભાશુભતા રાગ દ્વેષાદિના કારણે લાવે છે. એટલે તેની પ્રવૃત્તિ સુધારવા માટે આત્માએ પુરુષાર્થ કરવો પડશે. બીજાના શુભાશુભ યોગોની પ્રવૃત્તિની અસર આપણા આત્મા પર થાય છે. આપણા શુભાશુભ યોગોની પ્રવૃત્તિની અસર બીજા પર થાય છે. પરંતુ આપણે બીજાની અશુભ પ્રવૃત્તિને સહેવી તે ધર્મ છે અને બીજાને આપણી પ્રવૃત્તિને સહન ન કરાવવી તે ધર્મ છે. તેનું નામ છે ક્ષમા.
શા માટે સહન કરવી, બીજાને ન સહન કરાવવી? કોઈ જીવને દુઃખ પીડા-ગમતાં નથી. માટે જીવો પ્રત્યે કરુણાથી પીડા ન આપવી અને બીજા તરફથી પીડાને સહન કરવી કેમકે કર્મ સિવાય પીડા આવતી નથી માટે બીજાને નિમિત્ત માનીને ગુનેગાર ગણવા નહિ. ગુનેગાર ગણવા તે જ અક્ષમા છે. કર્મને નિમિત્ત માનીને અર્થાતુ પોતાના જ આત્માને ગુનેગાર માનવો તે જ ક્ષમા છે. તેનાથી જીવનો અભેદ સધાય છે. જીવો સાથે અભેદ સાધવાથી ચૈતન્ય પ્રત્યેનું મમત્વ જાગે છે અને જડ પ્રત્યેનું મમત્વ તૂટે છે.
ભેદ પાડનાર આ જડનું મમત્વ છે, અભેદ સાધનાર જીવો પ્રત્યેનું મમત્વ છે તે ક્ષમાગુણથી પ્રગટે છે. યોગ દ્વારા થયેલી ભૂલોનું ફળ જીવને મળે છે અને દુર્ગતિના ખાડામાં ધકેલાઈ જાય છે. માટે આત્મા તે સાધકનો અંતર્નાદ
127
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org