________________
વસ્તુ છે. માટે પરમાત્માનું અક્ષરાત્મક દેહ સ્વરૂપ તે તેમના સ્વરૂપને જાણવા માટે છે. આ શબ્દબ્રહ્મ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાંથી પરબ્રહ્મમાં જવાય છે. પરબ્રહ્મ એટલે આત્મા. પરમાત્માના શબ્દબ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરવાથી જે બ્રહ્મ-પર છે તેમાં લઈ જાય છે. શબ્દ રૂપ આત્માને ઓળખ્યો એટલે જે આત્મા પર છે તેમાં જવાનું દ્વાર મળે છે. શબ્દ એ આત્માને ઓળખાવે છે માટે શબ્દ બ્રહ્મ. તેના દ્વારા જે આત્મા પર થઈ ગયો છે, છેલ્લી અવસ્થાને પામી ગયો છે તે. તેમાં લઈ જવા માટે શબ્દરૂપે આત્માએ દેહ ધારણ કર્યો છે.
આ રીતે પોતાના આત્મામાં સ્થિર થવા માટે શબ્દબ્રહ્મ સ્વરૂપ ‘અર્હ’નું ધ્યાન કરવું. તેનાથી આપણું પરબ્રહ્મ સ્વરૂપ સત્તાએ રહેલું છે તેનું સ્મરણ થાય છે અને અરૂપી એવા પરમાત્માનું આલંબન અક્ષરરૂપે લેવા માટે ‘અર્હ’ એ શબ્દબ્રહ્મ છે તેના ધ્યાનથી પરબ્રહ્મ સ્વરૂપ જે પોતાનું છે તેને પામી શકાય છે એટલે પરબ્રહ્મમાં જવા માટે શબ્દબ્રહ્મ એ પુલ છે. પરબ્રહ્મ એ શાંતિનો મહાસાગર છે. આપણો આત્મા અત્યારે સંસારરૂપી ખારા સાગરમાં રહેલો છે. શાંતિના મહાસાગરમાં જવા માટે વચ્ચે પુલનું કામ શબ્દબ્રહ્મ કરે છે. માટે તેનું (અહ) નિરંતર સેવન કરવું, અર્થાત્ ધ્યાન કરવું. તેનું ધ્યાન તે સ્વ આત્માનું જ ધ્યાન છે. અર્હ એ આપણું પોતાનું જ સ્વરૂપ છે. તેનું નિરંતર સ્મરણ કરવાથી આપણી આત્મશક્તિનું સ્મરણ થાય છે. પોતાનું સ્વરૂપ ભૂલવું એ જ વિભાવદશા છે. માટે સ્વમાં રમણતા કરવા અથવા સ્વભાવ દશામાં સ્થિતિ કરવા માટે અર્હ રૂપ અક્ષરદેહને સ્મરવો. તે તેની અરૂપી સ્થિતિને ઓળખાવશે. ‘અર્હ’ તે શબ્દબ્રહ્મ એટલે પરમાત્માને (આત્માને) ઓળખવા માટે અક્ષરાત્મકરૂપી અવસ્થા. તેનું ધ્યાન આત્માની અરૂપી અવસ્થાને ઓળખાવશે. ટુંકમાં અર્હ એ આત્માનું રૂપ છે એટલે શબ્દ બ્રહ્મ અને આત્માની અરૂપી અવસ્થા તે પરબ્રહ્મ અરૂપીના ધ્યાન માટે આલંબન રૂપે અક્ષરબ્રહ્મ રૂપે અહં એ રૂપી અક્ષરાત્મક દેહ છે તેનું ધ્યાન કરવાનું છે.
પરમાત્માની મૂર્તિ તે પણ આપણા આત્માના ધ્યાન માટે આલંબનરૂપ છે. પણ તે સ્વરૂપ તેમની દેહધારી આકૃતિ છે. તેના આલંબનથી જ્યોતિ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે અહં તે પણ પરમાત્માનો અક્ષરાત્મક દેહરૂપે આલંબન છે. તેના આલંબનથી અનાહત નાદ સ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. કેમકે અક્ષર ધ્વન્યાત્મક છે. ધ્વનિ આહત હોય છે. આહત ધ્વનિમાં પરમાત્માના ધ્વન્યાત્મક દેહનું આલંબન લઈને અનાહત નાદ સ્વરૂપ આત્મામાં જવાનું છે. તેના ધ્યાનથી આત્માનો નાદ પ્રગટે છે. તેને અનાહતનાદ કહેવાય.
મૂર્તિ તે પણ પરમાત્માનો દેહ છે. તે તેમના ગુણ સમૂહરૂપ દેહ રૂપે આલંબન આપે છે અને તેના ધ્યાનથી અનંતગુણો રૂપ જ્યોતિનું દર્શન થાય છે. તેને આત્મ જ્યોતિ કહેવાય. આ રીતે પરમાત્માની મૂર્તિ અને અક્ષરાત્મક દેહધારી પરમાત્માનું આલંબન લઈને ધ્યાન કરી શકાય છે અને તેનાથી અનુક્રમે પોતાના આત્માનું જ્યોતિરૂપે દર્શન થાય છે. અને નાદરૂપે શ્રવણ થાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
125
www.jainelibrary.org