________________
કિંમત ન હોય ત્યાં બીજાના કરેલા ઉપકારો યાદ આવતા નથી, માટે જ ધર્મનો મૂળ પાયો ક્ષમા છે અને તે જીવોના અપરાધોને ખમવાથી પ્રગટે છે અને આપણે કરેલા અપરાધોને કબૂલવાથી પ્રગટે છે. અપરાધોને કબૂલવા માટે નમ્રતા લાવવી પડે છે. નમ્રતા બીજાના ઉપકારો માનવાથી આવે છે. કૃતજ્ઞ
બનેલો જીવ અહંકાર છોડી શકે છે.
મૂળ રોગ અહંકાર તેના નાશ માટે અનેક કરણો છે તેમાંનું એક કરણ કૃતજ્ઞભાવ છે અને તે કરણ અનેક કરણોને લાવીને મૂળમાંથી તેનો નાશ કરે છે. તેમાં એક કરણ ક્ષમા પણ છે. અહંકારી ખમી ન શકે અને પોતાની ભૂલ પણ કબૂલી ન શકે. આ રીતે ક્ષમા ગુણ પ્રગટવાથી જીવો સાથેનો સંબંધ સુધરે છે અને ભેદ મટીને અભેદપણાને પામીને શાશ્વત સંબધ બાંધે છે.
૪. નમ્રતા
સમભાવથી ક્ષમા પ્રગટે છે અને નમસ્કારભાવથી નમ્રતા પ્રગટે છે.
નમસ્કારની સાધના મુખ્યતાએ અહંકારનો નાશ કરી નમ્રતા પ્રગટાવવા માટે છે. નમ્રતા એટલે નમ્ર પણું, નમ્ર થવું એટલે નમી જવું. કેવી રીતે ? ભાવથી નમવું. ભાવથી નમી જવાથી નમ્રતા આવે છે. તે નમ્રતા લાવવા માટે બાહ્યથી અર્થાત્ દ્રવ્યથી નમી જવું તેને માનસિક, વાચિક, કાયિક નમસ્કાર કહેવાય છે. કાયિક નમસ્કાર બે હાથ જોડીને મસ્તક નમાવવાથી થાય છે. વાચિક નમસ્કાર ‘મર્ત્યએણ વંદામિ’એ પ્રમાણે વચન ઉચ્ચારવાથી થાય છે અને માનસિક નમસ્કાર-નમવાના વિચારથી થાય છે. આ ત્રણે નમસ્કારમાં ભાવ ભળે છે ત્યારે ત્રણે નમસ્કાર નમ્રતાનાં કારણ બને છે. નમ્ર ભાવ આવે એટલે અહંકાર ઓગળવા માંડે છે અને મન, વચન, કાયાના યોગથી નમી ગયેલો તે જયારે આત્માથી નમે છે ત્યારે જીવો સાથેનો ભેદ તોડીને અભેદતાને પામે છે ત્યારે આત્માનું નમ્રતા સ્વરૂપ પ્રગટ થાય છે.
નમ્રતા આત્માનો ગુણ છે, તેની પરાકાષ્ઠા જીવો સાથે મળી જવામાં છે. જીવો સાથે ભેદ અહંકારને લીધે છે. હું અને તું નો ભેદ પાડનાર અહં છે. તે ‘અહં’ અનાદિ કાળથી જીવો પરના દ્વેષને લીધે છે. જીવો પરનો દ્વેષ સહજમલના કારણે છે. તે સહજમલ તથાભવ્યત્વના પરિપાકથી ખરે છે તથાભવ્યત્વનો પરિપાક નમ્રતાથી થાય છે અર્થાત્ ચારનું શરણ, દુષ્કૃત નિંદા, સુકૃતાનુમોદનથી થાય છે. કારણ કે, આ ત્રણે પ્રકારની આરાધના નમ્રતા હોય તો જ સાધી થઈ શકે છે. અરિહંતાદિ ચારનું શરણ સાચી રીતે લેવું એટલે અહંકાર છોડીને તેમને સમર્પણ થઈ જવું, દુષ્કૃત નિંદા એટલે અહંકાર છોડીને, અર્થાત્ નમ્રતા લાવીને પોતે કરેલી ભૂલોની કબૂલાત કરવી અને પશ્ચાતાપ કરવો, પાપોને (પોતાના) ખોટાં માનવાં-ખરાબ માનવાં. સુકૃતાનુમોદન એટલે અહંકાર છોડીને બીજા સુકૃતોને જાણી-જોઈ હર્ષિત થવું. આ રીતે આ ત્રણે પ્રકારની આરાધના નમ્રતા સિવાય ન થઈ શકે. નમ્રતા ન હોય તો સાચા ભાવથી ચારેનું શરણ સ્વીકારી શકાતું નથી. નમ્રતા ન હોય તો પોતાનાં પાપ ખુલ્લાં કરી શકાતાં નથી. નમ્રતા ન હોય તો બીજાના સત્કાર્યો જોઈ ખુશી થઈ શકાતું નથી અર્થાત્ આ ત્રણે પ્રકારની આરાધના ‘અહં’ને લીધે જીવ સાચા સ્વરૂપે કરી શકતો નથી.
સાધકનો અંતર્નાદ
Jain Education International
વૈ.વ. ૫, ૨૦૪૩, મોટા માંઢા.
For Private & Personal Use Only
129
www.jainelibrary.org