________________
છે. તે પણ આત્મા પોતાના સ્વરૂપમાં લય પામે છે. અર્થાતુ, ચૈતન્ય સ્વરૂપમાં લીન બને છે ત્યારે પોતાનું સંપૂર્ણ આનંદ સ્વરૂપ અનુભવે છે. માટે આત્માના પૂર્વાનન્દ સ્વરૂપની મહત્તા છે.
આનંદ સ્વરૂપ આત્મા હોવાથી જયારે જયારે તેને મનગમતા વિષયો મળે છે, ત્યારે તે સ્વરૂપ પ્રગટે છે પણ જયાં સુધી આત્મા બાહ્ય વિષયો (જડ વસ્તુ)માં રુચિ ધરાવે છે ત્યાં સુધી તે તે પદાર્થોમાં રતિ હોવાથી જયારે તે મળે છે, ભોગવે છે, ત્યારે આનંદ પામે છે. કેમકે તે પોતાનું મહત્ત્વનું સ્વરૂપ છે પણ જયાં સુધી બાહ્ય પદાર્થોમાં જ જીવ આનંદ મેળવવા ફાંફા મારે છે ત્યાં સુધી તેનો નાશ થતાં શોક થાય છે અને દુઃખી થાય છે, પરંતુ જયારે તે આભાસરૂપ આનંદને સમજે છે અને તેનો વિષય અનિત્ય પદાર્થો હોવાથી તે જ આનંદ શોકમાં પરિણમી જાય છે એવું જ્ઞાન થાય છે ત્યારે ત્યાંથી પાછો વળે છે અને સાચા આનંદને મેળવવા આનંદ સ્વરૂપ સાચું કયાંથી પ્રાપ્ત થાય છે તે શોધે છે. તેને પ્રભુની વાણીમાંથી માર્ગ મળે છે અને પોતાની ભૂલનો ખ્યાલ આવતાં આનંદના વિષયો જે આત્માથી બાહ્ય વસ્તુઓ છે તેના પ્રત્યે નિરાદર બની વિરાગી બને છે. તે જ સાચો મુમુક્ષુ છે.
માટે જ જ્ઞાની કહે છે કે બાર માસનો સંયમ પર્યાય થતાં આત્મા પોતાના સ્વરૂપના અનુભવથી અનુત્તર વિમાનવાસી દેવોના સુખ અને આનંદને ઓળંગી જાય છે. તેનું કારણ પર વસ્તુથી મેળવેલા આનંદની અનિત્યતા ઓળખી તેના પર વિરાગી બનેલો જીવ જડ વસ્તુના રાગને છોડી સંયમી બને છે અને આત્માના આનંદને શોધતો-અભ્યાસ કરતી એક વર્ષમાં તે આનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. અર્થાતું એક વર્ષના અભ્યાસમાં પૂર્વ જીવનમાં જે જડની રમતોમાં આનંદ મેળવવાની ટેવો હોય છે તે છૂટતાં આત્મા તરફનું વલણ વધે છે અને આત્માના આનંદનો અભ્યાસ થતાં તેનો અનુભવ કેવો હોય તે માટે અનુત્તરના દેવોના સુખને પણ ઓળંગી જાય તે ઉપમા બતાવી છે.
આનંદ સહુને ગમે છે પણ તેનું મૂળ સ્થાન કયાં છે ? કયાંથી મળે તેમ છે ? એ માટે દીર્ધ વિચાર કરે અને તે પ્રમાણે પુરુષાર્થ કરે તો સાચો આનંદ મળે. જીવનું સ્વરૂપ આનંદ છે માટે જ તેને ગમે છે પણ સત્ય માર્ગ ઉપર ચાલે તો પોતાનું સત્ય આનંદ સ્વરૂપ ભોગવી શકે અને સાચો માર્ગ ન મળે ત્યાં સુધી જે આનંદનાં સ્થાનો અજ્ઞાનતાથી માન્યાં છે તે જ તેના શોકનાં કારણ બને છે. વળી પાછો તેવો જ આનંદ મેળવવા જુદો જુદો પુરુષાર્થ કરે અને પટકાય છે, છેવટે થાકે છે અને જો કર્મ વિવર આપે અને કોઈ જ્ઞાની સાચો રસ્તો દેખાડે તો તેની આનંદ મેળવવાની ખોટી દોડ અટકે છે અને સત્ય માર્ગે ચાલી પોતાના પૂર્ણાનંદ સ્વરૂપને મેળવે છે. ૮. પરમાત્માના ગુણો
વૈશુ. ૧૧, ગુ.દે. પરમાત્માના ગુણો અનંતાનંત છે તેનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. કેવલી ભગવંત જાણે પરંતુ કહી શકે નહિ. પણ તેમના ગુણોની પ્રશંસા ભક્તજન પોતાની કાલીઘેલી ભાષામાં કર્યા વિના રહી શકતો નથી. તેથી ભલ ભલા મહાપુરુષોએ પણ બાળકની જેમ પોતાની અજ્ઞાનતા તેમના ગુણો ગાતાં પ્રકાશી છે.
સાધકનો અંતર્નાદ
134
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org