________________
૩. પાર્શ્વનાથ ભગવાનનો સમભાવ
કા.વ. ૬, સવારે દેરાસર, ચારૂપ પાર્શ્વનાથ ભગવાનને કમઠ ઉપર વેરભાવ, તિરસ્કારભાવ અને દ્વેષભાવ આ ત્રણેય ન હતાં. વેરભાવને તોડવા માટે સમત્વભાવને પ્રાપ્ત કરવાનો છે. તિરસ્કારભાવને તોડવા માટે માધ્યશ્મભાવ પ્રાપ્ત કરવાનો છે અને વેષભાવને તોડવા માટે વૈરાગ્યભાવ પ્રાપ્ત કરવાનો છે. પાર્શ્વનાથ ભગવાનમાં સમત્વભાવ, માધ્યચ્યભાવ અને વૈરાગ્યભાવ ભરેલા હતા. તેથી જ કમઠ ઉપર વૈરભાવ, તિરસ્કારભાવ અને દ્વેષભાવ ન હતો.
પરમાત્મામાંથી સમત્વભાવના પરમાણુ મારામાં આવી રહ્યા છે તેથી મારામાં સમત્વભાવ પ્રગટે છે.
તેથી મારામાં માધ્યશ્મભાવના પ્રગટે છે. તેથી મારામાં માધ્યચ્યભાવ પ્રગટે છે. તેથી મારામાં વૈરાગ્યભાવના પ્રગટે છે. તેથી મારામાં વેરાગ્યભાવ પ્રગટે છે.
૪. જાપમાં સ્થિરતા
મા.વ.પ્ર. ૧૩, વરમાણ નવકારના જાપનો હજુ અભ્યાસ ચાલુ છે માટે સ્થિરતા કયાંથી આવે? જે દિવસે નવકાર પ્રાણ જેવો લાગશે તે દિવસે તેમાં સ્થિરતા આવશે. પ્રાણ જેવો વલ્લભ પણ કયારે લાગે? આપણા મનમાં સૌથી મહત્ત્વનો છે એમ ઉચ્ચ સ્થાને સ્થાપીએ ત્યારે મન તેની ચંચળતા છોડીને તેમાં જ રમતું થઈ જાય અને એવું કરવા માટે વારંવાર સૂતાં, જાગતાં, બેસતાં, ઊઠતાં તેને જ રટવાનો અભ્યાસ કરવો જરૂરી છે.
૫. ચોગાવંચક
૨૦૪૨, મા.વ.હિ. ૧૩, સમાધિ હે પ્રભુ! તને જોઈને જગતની બધી વસ્તુ ભૂલાઈ જવી જોઈએ તે અવસ્થા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી એટલે મને લાગે છે કે મને તારી સાથે યોગ જ થયો નથી.
હે ગુરુદેવ ! આપની વાણી સાંભળતાં રૂંવાડાં ખડાં થવાં જોઈએ તેને બદલે નિરસતા-શુષ્કતા કોઈ કોઈ વાર વિશેષ અનુભવું છું તેથી એમ લાગે છે કે હજુ આપની સાથે મારે જોડાણ થયું નથી. અને જે જોડાણ લાગે છે તે પણ કોઈક મારા સ્વાર્થભાવને જ પોષવા માટેનું હોવાથી હું આપના યોગને પામ્યો નથી: દેવ-ગુરુના યોગને પામ્યા વિના ધર્મનો યોગ પણ હું શુદ્ધ પામ્યો નથી. મારા આત્માના હિત માટે (સ્વાર્થ છે) પણ હું તારું જોડાણ કરી શકતો નથી તો નિઃસ્વાર્થભાવે કેવળ પરમાત્મ તત્ત્વ અને ગુરુ તત્ત્વની પ્રીતિના સંબંધે કયારે જોડાઈશ? કેવળ પરમ આત્મતત્ત્વનો જ સંબંધ જોડવો છે કેવળ ગુરુ તત્ત્વ મને માર્ગ દેખાડનાર છે એ સ્વાર્થભાવ છોડી તેનાથી અતીત બનીને કેવળ ગુરુ તત્ત્વની
19
સાધકનો અંતર્નાદ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org