________________
૧. ચેતન્યના ધ્યાનમાં જીવને બોધ આપતું ચિંતન જાને ભાવના
૨૦૪૩, મા.શુ. ૩+૪, સોનારિકા ફલેટ હે ચેતન ! તું ચૈતન્યમાં ડૂબકી માર ! પછી આ જગત તને નાટકરૂપ દેખાશે. જગત આખું જડ (કર્મ)ના સંસર્ગને પામેલું ચેતન છે માટે આ નાટક કરી રહ્યું છે, પણ તું ચૈતન્યમાં ભળી જા તો તારી જડને આધીન બનીને નાચવાની ક્રિયા બંધ થઈ જશે, જેથી તું સ્વરૂપના આનંદને પામીશ, જેમાં સહજાનંદ સુખની અનુભૂતિ છે.
આખું જગત ચૈતન્યથી વ્યાપ્ત છે તેને તું જોતો નથી, તેમાં ભળતો નથી, તેમાં ડૂબકી મારીને તે સ્વરૂપમાં સમાતો નથી અને જે જડ (કર્મ)ની રચના છે તેમાં ભળીને તું પણ નાચે છે તે તારી ભૂલ
છે
તને જગત જડથી વ્યાપ્ત દેખાય છે. તારી દષ્ટિ પર પડેલ છે તેને દૂર ખસેડ. આખું વિશ્વ ચૈતન્યમય છે, એક ચૈતન્યના સમુદ્રની ઉપમા આપી શકાય એવું છે. તેમાં (તું અત્યારે શરીરમાંજડમાં ભરાયેલો છે તો) ઉપયોગ દ્વારા ડૂબકી માર ! જેથી જડ વ્યાપ્ત જગતને જોતી તારી દૃષ્ટિ ઉપરનું પડલ દૂર થતાં દષ્ટિ ખૂલી જશે અને ચૈતન્ય સમુદ્રમાં ડૂબકી મારતાં, જડ જગતનું વિસ્મરણ થતાં (દષ્ટિ ખૂલતાં) ચૈતન્યના સહજાનંદનો આનંદ અનુભવાશે.
જગતમાં જડ ચેતન બંને દ્રવ્યો છે. પણ તારે જડ જગતને જોવાનું કામ નથી કેમ કે તે તારું નથી, માટે કહું છું કે તું તેને ભૂલી જા, અને તેને ભૂલવા માટે આ પ્રયોગ કર, તો તને સહજાનંદનું સુખ અહીં જ પ્રાપ્ત થશે. અર્થાતું, ઉપયોગ દ્વારા માણી શકીશ.
તું ઊંચે આકાશમાં ચૈતન્ય સાથે ભળીને ઉડ્ડયન કર, પછી નીચે જો. જે જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે, દોડાદોડ કરી રહ્યા છે અને તેમાં લીન બની સ્વ સ્વરૂપને પણ ભૂલી ગયા છે, કેવળ જડે એવી ઈન્દ્રિયો દ્વારા જ (બાહ્યથી જ) આનંદ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે તે નાટક નથી તો શું છે ?
તો હે ચેતન ! જડ જગતને નાટકરૂપ જો, વિશ્વ વ્યાપ્ત ચૈતન્યરૂપ જગતને (જયોતિમાં લીન થઈ) સ્વ-સ્વરૂપની એકતા કરતું સ્વરૂપ માનીને તેમાં લય કરતો સ્વરૂપ સ્થિતિ કર અને આત્માનંદ મેળવી સહજ સુખનો અનુભવ કર. પણ જયારે ચૈતન્યનો અભેદ પામે ત્યારે જડ જગતના નાટકને ભૂલી જા અને તેના ચૈતન્ય સ્વરૂપને જ જો અને અભેદતાનું સુખ મેળવ.
૨. શ્રેય અને પ્રેયની સાધના આ જીવનમાં શ્રેય અને પ્રેય સાધવા યોગ્ય છે. આ સાધના પરોપકારથી થાય છે અથવા શ્રેય અને પ્રેય સાધ્ય કરીએ છીએ ત્યારે સ્વાર્થ ગૌણ થઈ જાય છે અને તેથી પરમાર્થ સધાય છે.
શ્રેય અને પ્રેય બેયમાં આપવાનું છે, શ્રેયમાં કલ્યાણની ભાવના બીજાને આપવાની છે, પ્રેયમાં બીજાને પ્રેમ આપવાનો છે. જગત આ બે વસ્તુ જ ઈચ્છે છે.
શ્રેય અને પ્રેમ એ બેયમાં મધુરતા છે. જીવને મધુરતા ગમે છે. આ બેથી સ્વ-પર બેયને
સાધકનો અંતર્નાદ
98
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org