________________
આવરણ નીચે આવ્યા નથી અને આવશે નહિ એ કારણે જ મલ નીચે પણ દબાયેલા એવા તેની કિંમત બધા જ આંકે છે. કેમકે તે આઠરૂચક પ્રદેશો જ તેનું અસ્તિત્વ બતાવી રહ્યા છે. નહિતર તો અંધારું ઘોર, તેમાં તેનાં દર્શન કયાંથી થાય?
આવી અવસ્થામાં તેની પૂર્વ સ્વભાવની પ્રાથમિક ભૂમિકામાં કેવળ મહામૂઢતા છે. તે જડની માફક જ રહેલો છે. જડમાં અને જીવમાં કાંઈ જ ફેર નહિ. કેવળ પેલા આઠ નિર્મળ આત્માના પ્રદેશો જ તેના જીવત્વને પ્રકાશી રહ્યા છે.
હવે પ્રાથમિક ભૂમિકામાં તેનો મહામૂઢતમ જે તેનો સ્વભાવ રહેલો છે તે બદલાય શી રીતે? અને કયારે બદલાય?
બીજી અવસ્થા-પાંચ કારણમાં એક કારણ ભવિતવ્યતા નામનું છે તે અચ્છરાભૂત છે. જયારે તે કારણ ઉપસ્થિત થાય છે ત્યારે કોઈનું કાંઈ જ ચાલે નહિ અને તેનો મહામૂઢ સ્વભાવ છોડવો પડે છે અને લોકનાં દર્શન કરે છે અર્થાતુ લોકના વ્યવહારમાં આવતા તેના ઉચ્ચ સ્વભાવને પામવાનાં દ્વાર મળે છે. મહામૂઢતા છોડી પહેલી અવસ્થામાંથી બીજીમાં આવ્યો એટલે સામાન્ય મૂઢતાને પામવાની કક્ષામાં આવે છે જેથી તેને લોકો ઓળખી શકે છે કે “આ જીવ છે.' જડ અંશતા ઘણી ખરી ટળી જાય છે. જીવત્વ દશાને ઓળખી શકવાની લાયકાતને મેળવે છે.
આ બીજી દશા પામવા માટે પુરુષાર્થ કોઈ હોય તો ક્ષણે ક્ષણે થતાં જન્મ મરણનાં દુઃખો ભોગવવા તે છે. સહજ ભાવે ભોગવવા પડતાં દુઃખો તેને ત્યાંથી ઊંચે લાવે છે કારણકે દુઃખો તે મલ પકવવાની ગરમી છે એટલે તેનાથી પાકેલા મલ ખરતાં જાય છે તેમ તે ઊંચો આવે છે. પણ મૂઢ દશાથી મિથ્યાત્વ મોહ કર્મનાં જાળાં તેના (આત્મા) પર બાઝે છે. આ બધો આત્માનો મૂઢ સ્વભાવ તે પૂર્વ સ્વભાવ છે.
એ મિથ્યાત્વ મોહ ધર્મનાં જાળાં પથરાતાં જાય છે પણ પેલા મલનો જામ દુઃખ ભોગવીને પકવેલો, તેનો ભાર ઓછો થતાં તે થોડો ઉપર આવેલો છે એટલે બહાર નીકળવાની જગ્યા થઈ અર્થાત્ વિવાર (દ્વાર) થયું એટલે મહામૂઢતામાંથી સ્વભાવ બદલાઈ મૂઢ દશા થઈ છે. અહીં પણ જીવ કર્મનાં જાળાં બાઝતાં દુઃખ ભોગવીને જાળાને તોડતો આગળ વધે છે ત્યાં પણ દુઃખના ઢગ પડયા છે તેમાં મૂંઝાતો કાળ પસાર કરે છે.
ત્રીજી અવસ્થા-હવે પસાર થતાં કાળને પકવવા માટે દુ:ખના સમૂહને ભોગવે છે. અને જાળાં તોડે છે. અને થોડો થોડો મલ પાકીને ખરતો જાય છે. આ રીતે તેનો મૂઢ દશામાં કાળ પસાર થાય છે. ત્યાંથી આગળ કંઈક કર્મ વિવર આપે છે. દુઃખ ભોગવવાથી જે અકામ નિર્જરા થઈ છે. તેનાથી બંધાયેલા પુણ્યથી ઈન્દ્રિયોના વિકાસને પામે છે અને કંઈક મૂઢતાની ન્યૂનતા થતાં સ્વભાવ બદલાય છે. પણ જયાં સુધી તેને દિશાની ઝાંખી થતી નથી અને અજ્ઞાન અંધેરમાં અટવાતો જ રહ્યો છે ત્યાં સુધી જે અવસ્થા છે તે જીવનો પૂર્વ સ્વભાવ છે.
ત્યાંથી આગળ પુષ્ય જે અકામ નિર્જરાથી મેળવેલું છે તેના પસાયે ઊંચો આવે છે.
સાધકનો અંતર્નાદ
110
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org