________________
કર્મના ભોગરૂપ ફળ છે તેમાં અલિપ્ત ભાવથી ભોગવતો (સમ્યમ્ દષ્ટિ) કર્મની નિર્જરા કરે છે. આ ત્રણે ગતિના જીવો અનાદિની ઊંધી દષ્ટિ ત્યજીને અહીં સુધીની પરિણતિમાં રમતાં જીવન પસાર કરી શકે છે. જયાં સુધી સમ્યગુ દષ્ટિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી ચારે પ્રકારની ગતિમાં જીવની પરિણતિ મિથ્યાભાવમાં રમતી હોય છે.
નરકના જીવો પોતાના કર્મ વિપાકને વેદતા પરસ્પર ત્યાંના જીવો પ્રત્યે પૂર્વનાં વૈર સંભારીને દ્વેષ ધારણ કરતાં પોતે તો દુઃખ ભોગવે છે પણ બીજા જીવને પણ દુઃખ અને પીડા ઉપજાવે છે અને લેશ પણ શાંતિ પામી શકતા નથી. તિર્યંચો પણ બીજા જીવો પ્રત્યે દુષ્ટ ભાવને ધારણ કરતાં રૌદ્ર પરિણામી બની ત્યાંથી નરકગતિમાં જવાની તૈયારી કરે છે. દેવો સુખમાં આસકત બની તેમાં આડે આવતા બીજા જીવોને પોતાની દેવી શક્તિનો દુરુપયોગ કરી સતાવે છે. પોતે કે બીજા શાંતિ પામી શકતા નથી. રાગની અતિમાત્રા તેને છેક એકેન્દ્રિયપણામાં ધકેલી દે છે. પગલિક સુખમાં જ રચ્યા પચ્યા રહે છે અને મનુષ્યગતિમાં પણ જયાં સુધી ઊંધી સમજ ટળી નથી ત્યાં સુધી અનેક કુકર્મો કરે છે. અહીં છેક નીચે ઉતરવાની પણ શક્તિ મળેલી છે અને છેક ઊંચે ચઢવાની પણ શક્તિ મનુષ્યની જ છે એ તેને મળેલી વિશિષ્ટ શક્તિનો ઉપયોગ જો સન્માર્ગે થાય તો મોક્ષ પર્વતની ભૂમિકા સુધી તે પહોચી શકે અને ઉન્માર્ગે થાય તો છેક સાતમી નરક ભૂમિમાં પણ તે જ જઈ શકે. જે તેને દુઃખ-સુખની સમાનતાવાળો ભવ અને ઔદારિક શરીરરૂપ સામગ્રી મળી છે તે તેમાં કારણ છે.
જયાં સુધી ઊંધી સમજ હતી ત્યાં સુધી જીવ અનેક જીવોને સતાવવાના, દુઃખી કરવાના, સ્વાર્થપરાયણતામાં રમવાના અને પોતે એકલા જ સુખ ભોગવવાની તાલાવેલીના અધ્યવસાયોમાં રમ્યો છે. જેથી બીજા જીવો પર ક્રૂરતાના, નિર્દયતાના, જડ વસ્તુના રાગ અને દ્વેષના, અધ્યવસાયો કરી દુષ્ટ પરિણતિ ઘડી છે, તેથી પોતે જ પોતાના હાથે પીડા ઊભી કરી નરક તિર્યંચ ગતિમાં ભોગવવા ચાલ્યો જાય છે એમ અનેક ભવો ભૂલો કરતાં કરતાં પાંચ કારણ મળે છે ત્યારે તેની સુદૃષ્ટિ પ્રાપ્ત થવાનાં સાધન સામગ્રી એકઠાં થાય છે, તે સામગ્રીનો સદુપયોગ કરી સમ્યગુ દેષ્ટિ પ્રાપ્ત કરે છે ત્યારે તેની પરિણતિ બદલાય છે અને પોતે અને બીજા જીવો પોતાના તરફથી શાંતિ પામે છે. હવે તેની ઊર્ધ્વગમનની પરિણતિ કેવી હોય અને છેલ્લે પોતાની નિર્વિકાર દશાને કેવી પરિણતિથી પામે છે? તે હવે આગળ
જોઈશું.
૧૬. આત્માની પરિણતિ
ચે.વ. ૧૦ જીવને સંસારનાં સુખો પ્રત્યે પણ વૈરાગ્ય છે. સુખો ભોગવવાં પડે એટલે અલિપ્તભાવે ભોગવે છે. તે સિવાય તો સુખ માટે ફાંફા મારવાનો કોઈ ભાવ જાગતો નથી, જે મળ્યું છે તે પણ બંધનરૂપ અને અધૂરું સુખ માને છે, આત્મિક સુખની ઝંખના તીવ્ર હોવાથી આ સુખ ફિક્કો લાગે છે. અને મુક્તિના પરમ સુખને ચાહતો હોવાથી આ સુખને છોડવાની ભાવનામાં રમતો હોય છે. જ્યારે હું આ
સાધકનો અંતર્નાદ
114
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org