________________
આલંબન લે છે એટલે તેનો આધાર લઈને પોતાનો દેહ(સ્વરૂ૫) બનાવે છે. આત્માનો દર્શન દેહ આત્માની સત્તારૂપે બનેલો છે. આત્માનો જ્ઞાન દેહ આત્માની ચિટૂપે બનેલો છે. આત્માનો ચારિત્ર દેહ આત્માના આનંદરૂપે બનેલો છે. દર્શન એટલે જીવ (આત્મા)ના અસ્તિત્વની (સત્તાની) શ્રદ્ધા. જ્ઞાન એટલે જીવ (આત્મા)ની ઓળખાણ-જાણવો-જ્ઞાન. ચારિત્ર એટલે જીવ (આત્મા)ના સ્વરૂપ સ્થિતિથી ઉત્પન્ન થતી પ્રસન્નતા-આત્મામાં રમવું. દર્શન એટલે આત્માની સત્તાને સ્વીકારવી. જ્ઞાન એટલે આત્માની ઓળખાણ થવી. ચારિત્ર એટલે આત્માને આનંદ થવો. આત્માએ મેળવવાનું શું? પ્રગટ કરવાનું શું? આત્માના સત્-ચિ-આનંદ સ્વરૂપ આત્મ સ્વભાવ.
છ એ દ્રવ્યનું સત્તારૂપે સજાતીયપણું છે. એટલે આત્મા સત્ સ્વરૂપે એ દ્રવ્યમાં એકતાથી છે. ચિત્ અને આનંદ સ્વરૂપે પાંચે દ્રવ્યથી ભિન્ન છે.
સત્તા સ્વીકારવી એ જ મહત્ત્વની વસ્તુ છે.
જીવનું અસ્તિત્વ સ્વીકારવાથી આસ્તિક્ય નામનું સમ્યકત્વનું લક્ષણ પ્રગટે છે. આસ્તિકય પ્રગટ એટલે અનુકંપા નામનું લક્ષણ તેની પાછળ પ્રગટે જ. અનુકંપા પ્રગટે એટલે ઉપશમ આવે જ. ઉપશમની સાથે જ સંવેગ-નિર્વેદ સંકળાયેલા છે. સંવેગ, નિર્વેદ થવાથી જીવ ઠરે છે ત્યારે શમ આવે છે. જીવની ચંચળતા સંવેગ-નિર્વેદના અભાવે હોય છે. અને ચંચળતા એ પ્રશમને રુંધનાર છે. મોક્ષાભિલાષ અને ભવ ભ્રમણનો કંટાળો જાગ્યા પછી જગતના જડ પદાર્થોથી થતી જીવની ચંચળતા ટકતી નથી. પરંતુ પ્રશમભાવ પ્રગટ થાય છે. નિર્વેદ-ચતુર્ગતિરૂપ સંસારના ભ્રમણનો ખેદ જીવને અકળાવે છે એટલે જડ પદાર્થોનો રાગ ઊઠી જાય છે.
આ રીતે આત્માના સ્વભાવરૂપે રહેલું સ્વરૂપ આપણા દર્શનગુણને પ્રગટાવનારું છે. સના આલંબને શ્રદ્ધા પ્રગટે છે. આત્મા છે એવી શ્રદ્ધા તેનું નામ સમ્યકત્વ. આત્માના સ્વભાવરૂપે રહેલું ચિસ્વરૂપ આપણા જ્ઞાનગુણને પ્રગટાવનારું છે. ચિતુના આલંબને આત્માની ઓળખાણ થાય છે, અનુભવાય છે તેનું નામ જ્ઞાન. આત્માના સ્વભાવરૂપે રહેલું આનંદ સ્વરૂપ આપણા ચારિત્ર ગુણને પ્રગટાવનારું છે. આનંદના આલંબને સ્વ-સ્વરૂપમાં રમણતા થાય છે. ત્યારે સ્થિરતાનું સુખ અનુભવાય છે, તેનું નામ ચારિત્ર.
માટે આત્માનો સ્વભાવ એટલે ચૈતન્યનો સદ્ભાવ. સદ્ભાવ એટલે અસ્તિતત્વ કોનું? ચેતન્યનું.... કયાં? આત્મામાં..... ચૈતન્ય એ આત્માની શક્તિ છે તેનો સદ્ભાવ આત્મામાં જ છે.
સાધકનો અંતનદ
121
For Private & Personal Use Only
Sain Education International
www.jainelibrary.org