________________
થાય છે. તેનો વિકાસ થતાં થતાં જીવ ચૌદમે ગુણસ્થાનકે જઈને મોક્ષમાં જાય છે, ત્યાં વિશિષ્ટ પરોપકાર થાય છે. જેથી તે સિદ્ધાત્મા તરફથી હવે કદી કોઈ જીવને પીડા થવાની નથી અને કેવળ ઉપકાર જ ક્ષણે ક્ષણે પોતાના અસ્તિત્વ માત્રથી થયા કરે છે.
૨.
ર૦. આત્માનું સ્વરૂપ
ચિ.વ. OIL ૧. હે ચેતન ! તું તારું સ્વરૂપ નિહાળ! તે કેટલું ગંભીર-અગાધ છે ! ઊંડું છે ! તેનો તાગ ત્રિભુવનમાં
ય કોઈ પણ પામી શકે નહિ. તું ઊંચું જો ! તેનું સ્વરૂપ કેટલું વિરાટ અને વિશાળ છે ! તેમાં આખું જગત સમાઈ ગયું છે. તારા ગંભીર, અગાધ સ્વરૂપના ચિંતનથી, તારા સ્વરૂપમાં એટલો ઊંડો ઊતરી જઈશ કે તેના આનંદ સ્વરૂપ મહોદધિમાં તું ડૂબી જઈશ અને તેમાંથી તું એવી મહાસમાધિમાં સ્થિર થઈશ કે તને જગાડવા માટે ઢંઢોળવો પડશે, અર્થાત્, સમાધિને પામેલો તું અપૂર્વ આનંદમાં મસ્ત બનેલો જગતના ક્ષણિક સુખ માત્રને ભૂલી જઈને કોઈ અગમ્ય દુનિયામાં મ્હાલતો હોંશ. હે ચેતન ! તારા વિરાટ સ્વરૂપનું દર્શન કરતો હોઈશ ત્યારે સમગ્ર વિશ્વ સાથે અભેદતાનું અનુપમ સુખ માણતો હોઈશ. આખા જગતને તું તારામાં સમાવી લઈશ એવી વિશાળતાથી જગતના જીવો સાથે ઐકયથી પોતાના અસ્તિત્વને પણ ભૂલી જઈશ ત્યારે જે પરમ સુખનો અનુભવ કરીશ તે અદ્વિતીય હશે. હે ચેતન ! તારું સ્વરૂપ કેટલું વ્યાપક છે ! કોઈ સ્થળ એવું નથી કે જયાં તું ન હોય ! તેથી જ આખું જગત તને સ્પર્શે છે. આ તારા વ્યાપકતાનાં દર્શન તું કરતો હોઈશ ત્યારે તેમાં ડૂબેલું તારું ચૈતન્ય જડ જગતથી વિરમી ચૈતન્યથી અભેદ પામેલું સકલ ઉપાધિથી મુક્ત બનશે ત્યારે જીવન્મુકિતના અનુપમ સુખને
પામીશ. ૪. હે ચેતન ! તું તારી સમગ્રતા નિહાળ !
વ્યાપકતામાં સમગ્ર વિશ્વની સઘળી ચૈતન્ય સુખની વાનગી એકલો તું ભોગવતો હોઈશ. તેમાંથી સમગ્રતાનો અંશ તું પોતાનામાં અનુભવીશ અગર તારા સિવાય વિશ્વમાં બીજું કાંઈ નહિ દેખાય અર્થાત્, વિશ્વ એ જ તું. આ પ્રમાણે તારી સમગ્રતા વિશ્વ વ્યાપી હોવાથી વિશ્વ તારાથી જુદું નહિ ભાસે ત્યારે ભિન્નતાના ટુકડા મટવાથી એકતાનું પરમ સુખ પામીશ. તું તારી સમગ્રતામાં એટલો મસ્ત હોઈશ કે ઈન્દ્ર કરતાં પણ અધિક આત્મિક સુખ ભોગવતો
તેમાં જ લેપાઈ ગયેલો હોઈશ. ૫. હે ચેતન ! તારી શાશ્વતતા તો જો ! ત્રિભુવનમાં પણ કોઈની તાકાત નથી કે તારો નાશ કરી શકે.
અર્થાતુ, અખંડ તારું સ્વરૂપ છે તેને કોઈ ખંડિત કરવા આ જગતમાં સમર્થ નથી. હે ચેતન ! તું
સાધકનો અંતર્નાદ
119
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org