________________
સ્વભાવથી વિરુદ્ધ કાર્ય કરી શકે છે. પણ એટલું ખરું કે વૈભાવિક દશામાં રહીને કાર્ય કરવું હોય તો પણ તેનામાં રહેલો ન્યાય અખંડ જાળવી રાખે છે. એટલે કે તે સ્વભાવ દશામાં રહીને વિરુદ્ધ કાર્ય કરી શકતો નથી. પણ ખાસ વેષ બદલીને જ કરે છે જેથી પોતે જાહેર થાય છે કે “હું ચોર છું તે જ તેની વૈભાવિક દશા છે.
આ રીતે આત્માની સ્વભાવ અને વિભાવદશા કહી. જ્ઞાન એનો સ્વભાવ છે. અવિદ્યા-મોહ જન્ય અજ્ઞાન તે તેનો વિભાવ છે. ક્ષમા એનો સ્વભાવ છે. ક્રોધ એનો વિભાવ છે. એ રીતે જ્ઞાન સ્વભાવના કારણ તે સદા માટે ન્યાયયુક્ત હોય છે. વિભાવમાં ન્યાય નથી પણ એ તેનો સ્વભાવ નથી માટે અન્યાય આત્માનો નથી, તે તો સદા ન્યાયથી જ રહે છે.
પ્રેમ એ તેનો સ્વભાવ છે, દ્વેષ તેનો વિભાવ છે જયારે સ્વભાવમાં સ્થિર હોય છે ત્યારે ન્યાય દેખાય છે જગતના જીવ માત્રને પોતાના જેવા જ જાણે છે, જુએ છે અને પ્રવૃત્તિ પણ પોતાને જેવી ગમતી હોય (સુખ ગમે છે દુઃખ નથી ગમતું) તેવી જ કરે છે, કોઈને પીડા આપતો નથી. આ તેની ન્યાયયુકત પ્રવૃત્તિ છે, સમજ છે. પરમાત્માને જોઈને નિજ સ્વભાવનું ભાન થાય છે જેથી તેમના જેવું જ શિવત્વ પોતાનામાં અને જગતના જીવોમાં જુએ છે, આનંદ પામે છે આ તેનો સ્વભાવ છે. આ પણ તેનો શુદ્ધ ન્યાય છે, પણ જયારે પોતાના અને જીવરાશિના પર્યાયને જોઈને સ્વ માટે અહંકાર અને જીવો પ્રત્યે દ્વેષ કરે છે તે તેની વિભાવ દશા છે. અર્થાતુ, જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જોતો નથી તે તેની વિકૃતિ છે અર્થાત્ તે જ્ઞાન સ્વભાવ પર આવરણના કારણે ઊંધું દેખાય છે એ વિભાવ દશા છે.
સ્થિરતા એ તેનો સ્વભાવ છે, ચંચળતા તે વિભાવ છે.
૧૯. પરોપકાર
ચે.વ. ૧૩ બીજા પર ઉપકાર કયારે થઈ શકે ? પોતાનો સ્વાર્થ છોડે તો સ્વ એટલે પોતાનું, અર્થ એટલે પ્રયોજન. જીવને પોતાના પ્રયોજન એટલાં બધાં હોય છે કે બીજા જીવની કાંઈ પણ ચિંતા કરતો નથી. પોતાનાં પ્રયોજનો જાત ઉપરની મમતા અને અહંકાર નામના દોષમાંથી જ ઘણા ઊભા થયા છે. અહં અને મમ એ અનાદિ કાળથી પાછળ પડેલા કુસંસ્કારો છે. તેને ટાળવા માટે પોતાની મહત્તાનો મોહ છોડવો જોઈએ અને તે મહત્તાને લીધે જે ગ્રહો ભેગા કરેલા છે (પરિ-કદા-આ-વિ-સં વગેરે-અર્થાત્ પરિગ્રહ-કદાગ્રહ-આગ્રહ વિગ્રહ-સંગ્રહ) તેને તજવા જોઈએ. મહત્તાને છોડવાથી અહં જાય છે અને ગ્રહો છોડવાથી મમ્ જાય છે.
મહત્તા પોતાની છે તે અહંકાર કરાવે છે, તે બીજાની આંકવાથી નમ્રતા આવે છે. નમ્રતાનો અભ્યાસ-દેવ-ગુરુ જે ગુણોથી મહત્તાને પામેલા છે તેમને મહતુ માનવાથી થઈ શકે છે, તે અભ્યાસ થતાં નમ્રતા આવે છે.
મોટું કોણ? તો અંદર બેઠેલો આત્મા અનાદિના કુસંસ્કારથી જવાબ આપે છે કે હું પણ તે અહંના
સાધકનો અંતર્નાદ
117
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org