________________
સુખોથી નિર્લેપ બની સમભાવમાં રમું? અને આત્માનંદના પરમ સુખને પામું ? આવી પરિણતિમાં રમતો જીવ સદા સંગનો ત્યાગ ઈચ્છતો, જીવરાશિ પ્રત્યે સમભાવે જીવતો, તેને પીડા ન ઊપજે તે રીતે વર્તન કરે છે. તે રીતનું નિષ્પાપ જીવન જીવવા માટે અર્થાતુ, કોઈ જીવને દુઃખ ન થાય તે રીતનું જીવન જીવવા સંસારનાં સુખોનો ત્યાગ કરે છે. ઘર, સ્વજન-પરિવારનો ત્યાગ કરી એકાંતમાં સકલ જીવરાશિ સાથે આત્મૌપજ્ય ભાવને સિદ્ધ કરવા ચાલ્યો જાય છે અર્થાતું, પોતાના આત્માની જેમ બીજા જીવો સાથે જીવવા માટે તેની સાથેના વર્તનને સુધારે છે, કોઈને પીડા ઉપજાવતો નથી, જેને સઆચાર કહેવાય છે. (સમ્યક ચારિત્ર)
અહીં તેની પરિણતિ અતિ આનંદકારી, સુખ ઉપજાવે તેવી છે કારણ કે ત્યાં રહેલા જીવો પ્રત્યેના દ્વેષભાવને ત્યજી દીધા છે અને સ્નેહભાવ સર્વ પ્રત્યે ધારણ કર્યા છે. સ્નેહભાવમાં માધુર્ય રહેલું છે. તે ભાવમાં વર્તતો જીવ સદા આનંદિત હોય છે. જેમ શેરડીમાં માધુર્ય રહેલું છે તેનો અનુભવ જીભથી થાય છે તેમ સ્નેહભાવમાં રહેલા માધુર્યનો આસ્વાદ મનથી થાય છે. અર્થાતુ, આગળની ભૂમિકામાં સીધો આત્મા જ તે મધુરતાનો આસ્વાદ લેતાં અતિ આનંદનો અનુભવ કરે છે. કારણ તેમાં નિઃસ્વાર્થતા હોય છે પરમાર્થ ભાવ હોય છે.
જયાં કષાયોની મંદતા હોય ત્યાં આનંદનો અનુભવ હોઈ શકે. આ રીતે જીવ જીવો સાથે અભેદ સાધીને અહીં છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકનો સ્પર્શ કરે છે.
આવા પ્રકારના આનંદના રસને સ્થિર કરવા આત્મા હવે આગળ કષાયોની સામે યુદ્ધ ખેલે છે અર્થાતુ, એકપછી એક (કષાય)ને વિદાય આપીને પરિણતિને સ્વભાવસ્થ બનાવે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને ઝંખતો નિરંતર તેનું ધ્યાન કરે છે અર્થાતું, પોતાની પરિણતિ પોતાના સ્વરૂપમાં સ્થિર કરે છે. ત્યાં પોતાના તીવ્ર અને શુદ્ધ અધ્યવસાયથી વીર્ય ફોરવી લોકાલોક પ્રકાશક જ્ઞાનની પ્રાપ્તિ મોહાદિ કષાયોની નિવૃત્તિથી પ્રાપ્ત કરે છે.
ત્યાર પછી યોગરૂપ પણ કર્મબંધનું જે કારણ છે તેને પણ અઘાતિ કર્મોનો નાશ કરી દૂર ફેંકી દે છે અને સિદ્ધશિલા ઉપર જઈને અજર, અમર બને છે.
આ પ્રમાણે આત્માના ચિંતન દ્વારા તેનું સંપૂર્ણ સ્વરૂપ સમજીને કઈ ભૂમિકા કઈ પરિણતિથી આગળ વિકાસ સાધતો જીવ નિર્વિકારી બને છે અને પોતાની બધી અશુદ્ધ પર્યાયોને ફગાવી દઈને નિર્વિકાર દશા પ્રાપ્ત કરી સ્વ સંપત્તિને મેળવી પ્રભુતાને પામે છે, તે જાણ્યા પછી તે તે પરિણતિમાં રમતો જીવ પ્રમાદ ત્યજીને આગળના સ્ટેજે પહોંચવા પુરુષાર્થ બને અને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે એ જ એક શુભ અભિલાષા. ૧૦. આત્માની નીતિ-ન્યાય શું ?
ચે.વ. ૧૧ આત્માની નીતિ શું છે તે ઓળખવી મુશ્કેલ છે. આત્મામાં ઊંડા ઊતરવાથી તે ઓળખાય છે. તેની
સાધકનો અંતર્નાદ
115
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org