________________
મુખ્યતાએ નીતિ તો એ છે કે તે કોઈ પણ જીવને સજાતીયપણાથી દૂર રાખતો નથી અને તે કારણે જ બધે ય જીવો એક જ સરખી રીતે ઓળખાય છે. ગમે તે દર્શનમાં પણ તેના છેલ્લા સ્થાનને તો તે મુકત જ મનાય છે. ૧૮. આત્માનો સ્વભાવ
ચે.વ. ૧૨ આત્માનો સ્વભાવ મૂળ એક જ પ્રકારનો છે અને બીજી રીતે અનેક પ્રકારનો છે. જ્ઞાન સ્વભાવ એ તેનો મૂળ સ્વભાવ છે અને બીજી રીતે તો જેટલા ગુણો છે તેટલા પ્રકારનો તેનો સ્વભાવ છે.
આત્માનું કાર્ય તેના સ્વભાવ પ્રમાણે હોય છે, જ્ઞાન સ્વભાવ હોવાથી તેનું કામ જાણવું અને જોવું તે છે. જો તે પણ જ્ઞાન સ્વભાવથી કાર્ય કરે છે. પ્રથમ દર્શને જે જ્ઞાન થાય છે તેને દર્શન કહેવાય છે અને પછી જે થાય છે તે જ્ઞાન કહેવાય છે, તેથી દર્શન એ પણ જ્ઞાન જ છે.
એ જ્ઞાન સ્વભાવના જ બીજા અનેક પ્રકારે સ્વભાવરૂપ આત્મા હોય છે. દા.ત. ક્ષમા આત્માનો સ્વભાવ છે. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યથ્ય, સ્વભાવ, સરળતા, નમ્રતા, નિર્લોભતા, અકિંચનતા, ગુરુતા, લઘુતા, પ્રેમ, વિરાગતા, પ્રશમતા, પ્રશાંતતા, કોમળતા, નિર્મળતા, વિમલતા, શાંતતા, નિર્વિકારિતા સ્થિરતા, આત્મીયતા, પરોપકારિતા, દાન, શીલ વગેરે સ્વભાવ અનંતગુણ સ્વભાવ છે. આ બધા સ્વભાવ જ્ઞાન સ્વભાવમાંથી જ પ્રગટેલા છે માટે મૂળ સ્વભાવ તો જ્ઞાન જ છે.
જ્ઞાન હોય તેમાં જ ક્ષમા ગુણ હોય. જ્ઞાન હોય તેમાં જ મૈત્રી હોય. જ્ઞાન હોય તેમાં જ પ્રમોદ વગેરે હોય. જેનામાં સમજ નથી તેનામાં ગુણો હોય શી રીતે?
આ તો આપણી બાહા પ્રવૃત્તિને આધારે કહ્યું પણ આત્માની અત્યંતર પ્રવૃત્તિ સહજ છે તેના આધારે જે પેટા સ્વભાવ કહ્યા તે સ્વરૂપે આત્મા અનાદિ કાળથી હોય છે પરંતુ તે સ્વભાવ અવરાયેલો હોય ત્યારે આત્માનું વિકૃત સ્વરૂપ-સ્વભાવ થાય છે એટલે તેના મૂળ સ્વભાવથી ઊલ્ટો અર્થાત્, વિરુદ્ધ પ્રવૃત્તિ કરતો દેખાય છે તે તેની વિભાવ દશા કહેવાય છે, જેમકે ક્ષમા અવરાય ત્યારે સ્વભાવ ક્રોધરૂપે વિકૃત બને અને તે વખતે વૈભાવિક સ્વરૂપ આત્મા ધારણ કરે. જેમ કોઈને ચોરી કરવી હોય ત્યારે તેવા કાળાં કપડાં પહેરીને વેષ બદલે છે કોઈ ઓળખે નહિ તે માટે. તેવી જ રીતે પોતે વિકૃત બને છે ત્યારે તેવી પ્રવૃત્તિ કરવા માટે આવરણ ધારણ કરે છે તેથી તે ઓળખાતો નથી અને એ આવરણમાં તેને પોતાના સ્વભાવની વિરુદ્ધ કાર્ય કરવું હોય તે કરી શકે છે. તે તેના વૈભાવિક રૂપમાં હોય છે ત્યારે તે વિકૃત હોય છે.
વિકૃત એટલે મૂળરૂપ નહિ. પણ મોં પર સોજા હોય તેની જેમ આત્માનો આખો દેખાવ બદલાઈ જાય છે. તેની વિકૃત અવસ્થામાં કોઈ તેને ઓળખી શકતું નથી તેથી તે નિર્લજ્જ થઈને પોતાના
સાધકનો અંતર્નાદ
116
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org