________________
છૂટા પડવામાં બિંદુને સુકાવાનું છે અર્થાતું, પોતાનું અસ્તિત્વ ગુમાવવાનું છે, તેમ વ્યાપક ચૈતન્ય શક્તિથી છૂટા પડીને આપણે જુદી જુદી પર્યાયોને ધારણ કરીએ છીએ તેને પોતાનું સ્વરૂપ માનીએ છીએ ત્યારે પોતાનું અસલી સ્વરૂપ વિખૂટું પડી જાય છે અને આપણું શક્તિ સ્વરૂપનું અસ્તિત્વ ગુમાવીએ છીએ અર્થાતું, તેમાં રહેલી નિત્યતાની સ્મૃતિ ચાલી જતાં તેની સ્મૃતિનો અનુભવ કરે છે એટલે જડ સ્વરૂપ એકલા વ્યક્તિને નિજ સ્વરૂ૫ માનીને તેની પર્યાયોમાં રમે છે અને તેના નાશ અને ઉત્પત્તિમાં દુઃખ-સુખને અનુભવતો ભવાટવીમાં ભટકે છે. માટે તેનાથી છૂટવા માટે હે આત્માનું ! પોતાના સજાતીય સાથે એકતાનો અનુભવ કરવા માટે તારી જાતિને તું જ. તું જે જાતનો છે તે જ જાતના સમગ્ર જગતના જીવો છે. તું તે જીવોનું વ્યક્તિત્વ અલગ ન કર. તમે એક જ જાતિના હોવાથી જુદા ન માન અને ઐકયથી તેમની શક્તિમાં તારી શક્તિ મેળવી દે, એકજ સ્વરૂપવાળા તારે તેનાથી જુદાઈ રાખવાની શી જરૂર છે ? બધા સાથે મળી જવાથી તારામાં અપૂર્વ બળ આવશે. બધી શક્તિ ભેગી થવાથી જ તું તારું મોક્ષરૂપ કાર્ય સરળતાથી સાધી શકીશ. ચૈતન્ય શક્તિ એક જ છે, તું તારી આગવી શક્તિનું અભિમાન કરતો નિર્બળ બની ગયો છે. એમની શક્તિ જુદી નથી, સમગ્રની શક્તિ એક જ છે. આ રીતે ચૈતન્ય આત્મા ભિન્ન ભિન્ન હોવા છતાં ચૈતન્ય શક્તિ દરેકમાં એક જ સ્વરૂપવાળી હોવાથી ચૈતન્ય શક્તિ એકજ છે, તેનો તું અનુભવ કરે અને જીવો સાથે ચૈતન્ય સ્વરૂપથી અભેદ સાધ. જે તારું સ્વરૂપ છે તેને તું ભૂલી ન જા. એકતામાં આનંદ છે, અપૂર્વ સમાધિ છે. સુખનો ભંડાર છે. આનંદ, આનંદ આનંદ જ ! પૂર્ણતાનું સુખ આમાંથી અનુભવાય છે. ૧૩. આત્માનો પૂર્વ સ્વભાવ
ચે.વ. ૫, લખીયા જીવ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે અર્થાતું, આદિ નથી અને અંત નથી. એવું આ જીવ તત્ત્વ અનાદિ કાળથી કર્મ સાથે જોડાયેલું છે. તો એ સ્થિતિમાં તેનો સ્વભાવ કેવો છે ? જીવે પહેલેથી જ મિથ્યાત્વના આવરણથી મૂઢ સ્વભાવ ધારણ કરેલ છે. પણ તેનો મૂળ સ્વભાવ તેવો નથી. મૂળ સ્વભાવ તો શુદ્ધ છે. નિરંજન હોવાથી તેને એક ડાઘ નથી. તેજસ્વી, નિર્મળ તેની દશા છે. પણ પહેલેથી જ તેમાં જામેલા મિથ્યાત્વના થરથી એટલો બધો મલિન છે કે તેમાં તેનું નામ નિશાન દેખાતું નથી. કેવળ જાણે મલસ્વરૂપ જડતાનું સમરણ કરાવતો, જેણે મલના થરનું જ સ્વરૂપ ધારણ કર્યું છે તેથી તે ઓળખાતો નથી અને એ જ કારણે તેનો સ્વભાવ મૂઢતાનો પ્રત્યક્ષ અનુભવાય છે. એની મૂઢતાની પાંચ અવસ્થા છે.
પ્રથમ અવસ્થા-પ્રથમ કેવળ મલમાં રગદોળાયેલો મલ સ્વરૂપ જ જેનું અસ્તિત્વ છે. તેની અંદર કોઈ તેજસ્વી વસ્તુ રહેલી છે તેની કલ્પના પણ થતી નથી. તેનું અજ્ઞાનનું આવરણ તેના શુદ્ધ સ્વભાવને સદંતર ઢાંકી રાખે છે. એ તો સારું છે કે એ જીવ તત્ત્વ જગતની બધી વસ્તુથી સર્વોપરિ વસ્તુ છે એટલે તેના આટલા મલ વચ્ચે પણ પ્રકાશનાં આઠ કિરણો છાનાં નથી રહેતાં. એ તો સદાને માટે મલના
સાધકનો અંતર્નાદ
109
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org