________________
તરીકે અને જડ ઈન્દ્રિયોને કેવળજ્ઞાનના સાધન તરીકે સમજીને ઈન્દ્રિયોથી જ્ઞાન મેળવી વિષયોની આસક્તિ ત્યજી દે તો ઈન્દ્રિયો અને વિષયો જ તેના મોક્ષ તરફના પ્રમાણમાં સુંદર નિમિત બનીને ઉપકારક બને.
૧૦. ચેતન્યનું ધ્યાન
ચિત્ર.વ. ૩, રાસંગપર આત્માનો મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે, તે એક છે, અખંડ છે, તે ચૈતન્ય સ્વરૂપ જગતમાં વ્યાપીને રહેલું છે. કોઈ પણ વસ્તુ ફેલાય એટલે વ્યાપી કહેવાય અને જે વસ્તુ વ્યાપીને રહેલી હોય તે અખંડ હોય. અહી વ્યક્તિ-આત્મા ભિન્ન ભિન્ન છે. આખા જગતમાં જ્ઞાનદૃષ્ટિથી જોઈશું તો અનંતાનંત આત્મારૂપી ભિન્ન ભિન્ન વ્યક્તિ છે. અર્થાતું, વ્યક્તિરૂપે આત્મા અનંત છે અને ભિન્ન ભિન્નરૂપે રહેલો છે. ચર્મ ચક્ષુથી જોઈશું તો પણ દેહધારી આત્માઓ નજરે પડશે તે પણ ગણ્યા ગણાય નહિ અર્થાત્ સંખ્યાતીત છે. આ પ્રમાણે વ્યક્તિરૂપે આત્માની વાત થઈ. તે વ્યકિતરૂપે આત્મા અખંડપણે પોતાના દેહમાં વ્યાપ્ય છે, પરંતુ શક્તિરૂપે આત્મા એક છે. અર્થાતુ, તેનું સ્વરૂપ એક છે અને જગતમાં વ્યાપીને રહેલું અખંડ એક તત્ત્વ છે પરંતુ આ સ્વરૂપ પહેલાં નાનું હતું અને પછી તેલના બિંદુની જેમ ધીમે ધીમે ફેલાઈને વ્યાપી ગયેલું છે એમ નહિ, આ એક સદાય વ્યાપ્ય સ્વભાવવાળું, સમગ્ર જગતમાં ફેલાઈને રહેલું, જગતની દશ્ય વસ્તુથી વિલક્ષણ તત્ત્વ છે. તે અખંડ અને એક છે, મધુર અને મહાન છે, વિશાળ અને વિરાટ છે, અનુપ અને અનંત છે જેનો તાગ ન પામી શકાય તેવું અગાધ અને અગોચર છે. આત્માના સ્વરૂપની આ વાત છે. જ્ઞાનીઓ પણ પોતાના જ્ઞાનથી આ સ્વરૂપને જોઈ અને જાણી શકે છે પણ તેનું સંપૂર્ણ વર્ણન વાણીનો વિષય બની શકતું નથી. એટલે આ અકથનીય-અવાગ્ય પદાર્થ છે.
યોગીઓ તે સ્વરૂપનું મિલન કરી શકે છે અર્થાત્ ધ્યાનમાં તેનો અનુભવ કરી મિલનનો યત્કિંચિત્ આનંદ માણી શકે છે, તેનું ધ્યાન કરવા માટે આલંબનરૂપે “અહ” છે.
“અહં' એ પરમાત્માની એક શક્તિ છે, તે શકિતનો દેહ છે. અર્થાતુ, પરમાત્મા સ્વરૂપનો આ અહં અક્ષર દેહ છે. તેમાં આર્પત્ય શક્તિ રહેલી છે તે જ આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય એક આત્માની શક્તિ છે. તેનું ધ્યાન એટલા માટે કરવાનું છે કે આત્મા ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જોઈને જે આપણો જુદાગરાનો ભાવ છે તેને તોડીને છિન્નભિન્ન કરીને બધા આત્માઓમાં ઐકય સાધે છે તે ઐકયા આપણા એકલવાયાપણાથી નહિ સધાય અર્થાતુ બધાથી ભિન્ન આત્મા છું' એવા ભાવથી નહિ સધાય પણ બધાની સાથે મળી જવાથી સધાય છે. આપણા આત્માને જડથી (હું) ભિન્ન છું એમ ચિંતવવાનો છે તેને બદલે બધા આત્માથી ભિન્ન હું જુદો છું એવા એકાંતિક વિચારથી બધા આત્માઓથી જુદો પડી ગયેલો, દીન-ગભરાઈ ગયેલો, એકલો પડી ગયેલો, જુદા જ સ્વભાવથી વિચરે છે જે તેના દુઃખનું કારણ બને છે અને જગતના ચોગાનમાં એકલો અટૂલો ભમ્યા કરે છે, એ જ એનું ચતુર્ગતિરૂ૫ ભ્રમણ દેહને ધારણ કરાવે છે અને દુઃખનું સર્જન કરે છે. સાધકનો અંતર્નાદ
107
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org