________________
પ્રત્યે મધ્યસ્થ બની તેના ઉપર ઉપકાર કરવો.
પોતાના આત્માને સિદ્ધ પરમાત્મા સમાન જોવો અને તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. કેમકે તે રીતે આત્માને જોયા વિના પોતાની સંપત્તિ પ્રાપ્ત કરવાની લાલચ થતી નથી અને લાલચ વિના તે માટે પ્રબળ પુરુષાર્થ થતો નથી. માટે તેમના આલંબનથી અવશ્ય સત્તાએ શુદ્ધ એવા પોતાના સ્વરૂપને સ્મરવું.
નવપદ-પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે નવપદને નમસ્કાર,
આ નવપદમાં તત્ત્વત્રર્યા અને રત્નત્રયીનો સમાવેશ થઈ જાય છે. આ નવે પદો-તત્ત્વોનું આલંબન લીધા વિના પરમાત્મદશા પ્રાપ્ત થતી નથી. માટે નવપદમાં બે દેવ તત્ત્વને સાધ્ય બનાવી, ત્રણ ગુરુ તત્ત્વને અવલંબી સાધક દશા પ્રાપ્ત કરી, ચાર ધર્મ તત્ત્વના અવલંબનથી સાધના કરીને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની છે.
આ નવપદની સાધનાની શરૂઆત દ્રવ્ય નમસ્કાર, પછી ભાવ નમસ્કાર, ત્યાર બાદ શુદ્ધાત્મામાં મળી જઈને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે તત્ત્વ છે.
૮. તપ
ચે.શુ. ૧૫ શરીરને અને આત્માને તપાવે તે તપ. શરીરને તપાવવાથી અનાદિની આહાર સંજ્ઞા તોડવાનો અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, જેથી સમાધિ મરણ સરળતાથી થાય છે અને તપથી શરીરની શુદ્ધિ થવાથી રોગાદિ ટળે છે.
તપ આત્માને તપાવે છે તેથી તેના પર ચોંટેલી રજકણો ખરવા માંડે છે અને અણાહારી પદ તરફ તેની ગતિ શીધ્ર બને છે. આંતર શત્રને હઠાવવા તપ સિવાય બીજું કોઈ શસ્ત્ર નથી.
બાર પ્રકારના તપમાં જુદી જુદી શક્તિ રહેલી છે. શરીરને તપાવીને જે ગુણો પ્રગટ કરવાના છે તે બાહ્ય તપથી થાય છે અને આત્માને તપાવીને જે ગુણો મેળવવાના છે તે અત્યંતર તપથી થાય છે.
બાહા અને અભ્યતંર તપથી જ ભગવાને મોક્ષ સુધીની સાધના બતાવી છે. તેમાં છેલ્લે આંતર શત્રુને હણવા ઉગ્ર જાજવલ્યમાન કોઈ શસ્ત્ર હોય તો ધ્યાન તપ છે અને છેવટે કાયાનો પણ ઉત્સર્ગ કરીને કાયોત્સર્ગ તપથી સિદ્ધિ મેળવવાની છે.
પરંતુ એકલા અત્યંતર તપથી આ શકય બનતું નથી. અત્યંતર તપની સાધનામાં ચિત્તને યોગ્ય બનાવવું પડે છે. તેની ચંચળતા મુખ્યતાએ શરીરાદિના કારણે બાહ્ય વસ્તુના મમત્વથી થાય છે. અહિં અને મમ આત્માને બાહ્ય વસ્તુના સંયોગથી થયેલું છે, તેમાં મુખ્યતા શરીરની છે, તેને તપ દ્વારા છોડાવવાના છે.
પાંચ ઈન્દ્રિયોના દમનથી અને શરીરને કષ્ટ આપવા દ્વારા શરીર પ્રત્યેની લાગણી ઓછી થવા માંડે છે. ઓછી થવાથી શરીરના સંબંધમાં આવનારી બધી વસ્તુ-દેહ, સ્વજન, ધનાદિ પ્રત્યે વિરાગ થાય છે અને તે થવાથી કષાય અલ્પ બને છે. સાધકનો અંતર્નાદ
105
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org