________________
મુખ્યતાએ આ ત્રણ વિરતિ કરવાની છે. આ ત્રણ પ્રત્યેનો પ્રેમ છે તે જીવો પ્રત્યેના પ્રેમની વિરતિ લાવે છે. આ ત્રણના પેટાભેદો ઘણા થાય છે.
જડ વસ્તુના પ્રેમથી જયાં સુધી વિરામ નહિ પામીએ ત્યાં સુધી જીવો પ્રત્યે સ્નેહ નહિ થાય. જડ અને ચેતન વિજાતીય છે. પરસ્પર વિરોધી છે લક્ષણ અને ગુણથી. તેથી તે બંનેને મેળ નથી છતાં બંને અજ્ઞાન-મોહના કારણે સંબંધમાં આવેલા છે તેથી તેમને ઝઘડા ઘણા થાય છે હવે એ ઝગડા મીટાવવા વિરતિનો આશ્રય લેવો પડે તેમ છે. જડના સંબંધમાં આવેલા જીવે અજ્ઞાનથી તેની સાથે પ્રીતિ કરી છે, હવે તેનાથી વિરામ પામે તો ઝગડો મટે અને પોતાના સ્વભાવમાં આવે, જેને જડ પ્રત્યેનો વૈરાગ્ય કહેવાય છે અને તે વખતે છા, સાતમા ગુણસ્થાનકનો સ્પર્શ થતાં સર્વવિરતિ પ્રગટે છે. જીવો પ્રત્યેનો દ્વેષ દૂર થાય છે અને પ્રેમ પ્રગટે છે, જીવો સાથેની એકતા પ્રગટે છે અને સમાનભાવે આચરણ કરે છે. જડના સંબંધમાં આવેલા જીવે અજ્ઞાનથી તે જડની જાતિના ૧. દ્રવ્ય કર્મ અને ૨. ભાવ કર્મની મિત્રતા કરી છે ભાવ કર્મ-રાગ, દ્વેષ, મોહ, કષાયાદિ. આ કર્મની મિત્રતા છૂટયા સિવાય જડ સાથેનો અનાદિનો ઝઘડો મટતો નથી, માટે કષાયની વિરતિનો આશ્રય લેવો પડે છે માટે સર્વ વિરતિ ગુણસ્થાનકને ઉલ્લંઘીને શ્રેણિએ ચઢતાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે કષાયથી વિરામ પામે છે અને રાગ, દ્વેષ, મોહનો નાશ થતાં ઉપરના ગુણસ્થાનકે જઈ કેવળદર્શી, કેવળજ્ઞાની બને છે. ત્યાં જગતને શુદ્ધ સ્વરૂપે જુએ છે, જાણે છે અને કષાયની વિરતિ થવાથી જીવો પ્રત્યે પ્રીતિ અતિ
દઢ થાય છે. ૩. કર્મ વિરતિદ્રવ્ય કર્મો છે ત્યાં સુધી દેહાદિની ક્રિયાથી બીજા જીવોને પીડા છે માટે દ્રવ્ય કર્મોની
સંપૂર્ણ મિત્રતા છૂટયા સિવાય જીવની સર્વથા નિશ્ચિત સ્થિતિ થતી નથી. માટે દ્રવ્ય કર્મોની સર્વથા વિરતિ માટે ચૌદમા ગુણસ્થાનકનો આશ્રય લે છે ત્યારે કર્મથી વિરામ પામે છે અને જીવો પ્રત્યેનો પ્રેમ સ્વભાવસ્થ બની જાય છે. તે અનંત કાળ સુધી તે સ્થિતિમાં રહી અનંત આનંદ અને સુખનો અનુભવ કરે છે. ૬. મહાવીર પ્રભુનો જન્મ દિવસ
ચે.શુ. ૧૩ મહાવીર જન્મદીન કલ્યાણક વીર પ્રભુનું જન્મકલ્યાણક-પરમાત્મા જગત ઉપર ઉપકાર કરવા માટે જન્મ લે છે એ વિચાર આપણા શુભ ભાવને પેદા કરવા માટે છે. ખરેખર તો પરમાત્માનો જન્મ થાય છે. તેમાં કાળનું નિમિત્ત બળવાન છે. તેવા પ્રકારના ઉત્તમ જીવો તે તે યોગ્યતાના કારણે તે તે કાળે જન્મે છે અને ઉપકારક જીવન જીવે છે અર્થાતુ, જીવો ઉપર ઉપકાર કરનાર બને છે. આવું અનાદિકાળથી બનતું આવ્યું છે અને
બનશે.
કાળના બંધનમાં બધા જીવો બંધાયેલા છે. તે બંધન છોડવાનો આપણો પ્રયત્ન નિષ્ફળ જાય છે
સાધકનો અંતર્નાદ
102
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org