________________
મધુરતાનો અનુભવ અને આનંદ થાય છે.
આ બંને વસ્તુ એવી છે કે તેમાં કોઈ ધનનો વ્યય નથી, તનનો વ્યય નથી, કેવળ શુભ અને મધુર ભાવનું દાન છે.
શ્રેય સૌ પોતાનું ઈચ્છે છે. વળી એમાં આપણે કાંઈ આપવાનું નથી, ફકત શુભભાવથી જીવનું સુખ, કલ્યાણ, કુશલ ઈચ્છવાનું છે. આ ભાવની જીવને અસર થાય છે તેથી તેને આનંદ થાય છે અને આ ભાવ કરનાર તો તે જ વખતે જીવો પ્રત્યેના દ્વેષનો સંકલેશ તત્કાલ ટળી જવાથી શાંતિ, સુખ, આનંદ વગેરેથી ભરપૂર બની જાય છે.
પ્રેય તો એક વશીકરણ છે (જગતના) જીવનો સ્વભાવ પ્રેમ કરવાનો છે, આડે આવે છે જીવષ. જે મોહના ઉદયથી (પરાધીનતાથી) ઊભો થયેલો છે. તે જીવના પ્રેમ સ્વભાવને વિકૃત બનાવે છે. પોતાનો સ્વભાવ પ્રેમ છે તે જોતાં જેને આપીએ છીએ તે પ્રસન્ન થાય છે અને આપનારને અનહદ સુખનો અનુભવ થાય છે. કેમકે તે જીવનો સ્વભાવ છે, તેથી જ જીવ તે ઈચ્છી રહ્યો છે અને તે મળતાં તૃપ્તિનો આનંદ અનુભવે છે. પ્રેય મળતાં બધું જ મળ્યાનો અનુભવ થાય છે. શ્રી લક્ષ્મી) આપવા લાયક તે શ્રેય તે જીવ જ છે. પ્રેમ આપવા લાયક તે પ્રેય તે જીવ જ છે.
લક્ષ્મી એટલે બધું જ સારું જે છે તે સર્વ. બાહ્ય-અત્યંતર બે પ્રકારની લક્ષ્મી છે, તેમાં શ્રેષ્ઠ બધું જ આવી જાય છે, શ્રેષ્ઠ વસ્તુની ઈચ્છા કોને ન હોય?
પ્રેમ બે પ્રકારનો, જીવનો અને જડનો. જીવનો પ્રેમ શુદ્ધ છે. જડમાં પ્રકાર પડશે. શુભ અને અશુભ. અશુભમાંથી શુભમાં પ્રેમને લઈ જઈ શુદ્ધ જીવ (આત્મા) તરફના વલણવાળો જીવ અંતે પ્રેમની સિદ્ધિ કરી વિજયની વરમાળા પહેરે છે.
૩. ચૈતન્યનું ધ્યાન
પોષ વ. ૧, કુવાડવા ચૈતન્ય વિશ્વવ્યાપી છે. તેમાંથી નિરંતર આનંદનો ઝરો વહે છે પણ તેના દર્શનની આડે આવરણો છે તે ખસે ત્યારે દેખાય પણ પ્રત્યક્ષજ્ઞાન ચાર ઘાતીયા જાય ત્યારે થાય ત્યાં સુધી આવી ઉત્તમ વસ્તુના દર્શનનો બીજો કોઈ ઉપાય છે? હા. ચૈતન્યની એકતા સાધતો સાધક તે દશામાં જયાં સુધી રહે છે ત્યાં સુધી તેના દર્શનનો અનુભવ કરી શકે છે અને તે સમયે અનુપમ સુખનો પણ અનુભવ કરે છે. - સાધકની આ ચૈતન્યમય જગતને જોવાની દૃષ્ટિ ઊઘડે ત્યારે તે ચેતન્ય સ્વરૂપ ને આનંદમય, તેજોમય નિહાળતો તેમાંથી આનંદનો ઝરો વહે છે તેવું અદ્ભુત સૌંદર્ય ચૈતન્યનું જુએ છે. ત્યારે ક્ષણભર આ દુનિયા, જડ પદાર્થો, સંબંધો, ભૂલી જાય છે. અને અલૌકિક સુખ માણે છે. આ સુખને ઉપમા આપી શકાય તેમ નથી. આનંદ આનંદ આનંદ કેવળ આનંદ અને તેમાં જ ડૂબી ગયેલો, અનાદિના વિસરાઈ ગયેલા સ્વ-ભાવ સંબંધી આત્મિક સુખનો પિંડ ઝળહળતો પ્રત્યક્ષ નિહાળે છે
સાધકનો અંતર્નાદ
99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org