________________
પ્રીતિના સંબંધે છે સદ્ગુરુદેવ ! હું કયારે જોડાઈશ?
જગતમાં એ બંને જગતગુરુ પરમાત્મા અને સદ્ગુરુ એ કોઈ મહાન તત્ત્વો છે એ ભાવથી તેની સાથે મળી જવામાં જ આનંદ કયારે મેળવીશ?
કાંઈક જોઈએ છે. આત્મા ઉપર લાગેલાં કમોંથી મુકત થવું છે એવી ઈચ્છાઓ પણ હે પરમ તત્ત્વત્રયી ! મને તારી સાથે જોડાણ કરવામાં, તારી સાથે મળી જવામાં એક રસમય અભેદ બની જવા માટેની પ્રીતિ કરવામાં બાધા પહોંચાડે છે, ખટકે છે, વચ્ચે આડખીલીરૂપ બને છે. એક તુંહિ, તેહિ, તુંહિ તન્મય ભાવે પોકારતો મારા ભિન્ન સ્વરૂપને ભૂલી હે પ્રભુ ! ઐકયને પામેલો હું પોતેજ મને પરમાત્મ સ્વરૂપે કયારે અનુભવીશ ?
હજુ એક ડગ પણ માર્ગનો ચાલ્યો નથી ઉમેદો ઘણી મોટી છે હે પ્રભુ ! મને યોગાવંચક બનાવ! એવી સ્વાર્થી બનીને માંગણી કરું છું. પછી એકેય મારી માંગણી કે સ્વાર્થ ભાવનો અંશ નહિ પ્રગટે હો પ્રભુ ! બસ ! ફકત મારે જોડાવું છે તારી સાથે. વચ્ચેની સ્વાર્થવૃત્તિને હું ત્યજી દઈશ. “એક રસ ગોઠડી રંગે રમીએ” એ ભાવમાં તન્મય, તદ્રુપ બનીને હંમેશ જગતથી નિરાળો બની ફકત તારામાં જ મારું સર્વ સમર્પણ થતાં અભેદતાની સીમાને પામી હે પ્રભુ! અતીત કીનારે પહોંચી મારા બંધુઓને પણ ત્યાં ખેંચીશ અને અમે બધાય એકતાને પામેલા અનંત અનંત કાળ સુધી અનંત અનંત આનંદની અનુભૂતિ કરીશું? પણ હે પ્રભુ! તે દિન કયારે આવશે ? તેની હું રાહ જોઉં છું.
આ રીતે પ્રાર્થના દ્વારા પ્રભુ સાથે પ્રીતિ જોડાવવી જોઈએ. પ્રથમ ભૂમિકાએ સાચા હૃદયથી પ્રભુભક્તિ છે. પછી પ્રભુની આજ્ઞા છે. દ્રવ્યથી આજ્ઞા અસંખ્ય વખત અગણિત ભવોમાં પાણી પણ પ્રભુ ! તું જ એક મારો છું, સર્વસ્વ છું એ ભાવ પ્રગટ થયા પછી પરમાત્માની આજ્ઞાનું પાલન ભાવથી થાય છે. અને તે પછી જ સંસારની અલિપ્તતા સર્જાય છે. ૬. સંસારસાર
મા.વ. ૧૪ જગતનો સંસાર જોતાં ખરેખર તે કેવળ કડવો, ખારો અને કલેશથી ભરેલો છે. પણ આ સંસારમાં જ અદ્ભુત રત્નો છે તે હાથ આવી જાય તો એ જ સંસાર અમૃતથી ભરેલો છે તે રત્નો છે. ૧. વિતરાગ દેવ, ૨. નિર્ગથ ગુરુ ૩. દયામય ધર્મ. ગુણીજનો, સમકિત, વિરતિ, ચૈતન્ય સાથેની એકતાની સાધના, અપૂર્વ જ્ઞાનોપાસના, કેવલ્યજ્ઞાન, આ બધી વસ્તુઓ આ સંસારમાં અમૃતતુલ્ય છે. જયારે આ જીવનો તેની સાથે સંપર્ક થાય છે, અર્થાતુ સધાય છે ત્યારે પોતે જે સંસારની અસારતાને અનુભવતો હતો તે વિસરીને મુક્તિતુલ્ય આનંદ અનુભવે છે અને આ રીતની સંસારની સારતા ખારા સમુદ્રમાં મીઠી એક સેરની જેમ જુએ છે અને શૃંગી મત્સ્યની જેમ સમકિતી જીવ ખારા એવા સંસારમાંથી ત્યાં જઈને તે મીઠી સેરરૂપ ઉત્તમ વસ્તુઓના સંપર્કમાં રહીને અમૃતનો અનુભવ કરતાં સંસારમાં જેટલા પ્રમાણમાં સારતા છે તેને ભોગવે છે. અર્થાત્ સુખ (આત્મિક) ભોગવે છે અને કલેશમય સંસારના દુઃખથી વિરમે છે. સાધકનો અંતર્નાદ
80
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org