________________
જીવ માત્રને આ અનુભવ નથી થતો માટે જ જ્ઞાનીઓએ સમગ્ર જીવને આશ્રયીને સંસારને કેવળ ખારો ઝેર જેવો કહ્યો છે. જો કે કેટલાક જીવો (સમક્તિ આદિ) માટે તે સારભૂત છે અથવા તેને જ તેમાં રહેલી સારભૂત વસ્તુઓ સફળ બને છે. માટે તેને અનુલક્ષીને એક દૃષ્ટિએ સંસાર સાર છે. એમ કહેવાય. આ કથન એટલા માટે જ છે કે સંસારી જીવને સંસારમાં કેવળ અશુભતા જોવાથી જે હતાશા, નિરાશા આવવાથી પોતાનો શુભ પુરુષાર્થ મંદ પડે છે અગર પુરુષાર્થના ફળની શ્રદ્ધા નાશ પામે છે જેથી સંસારમાં (ભવ-ગતિ) છીએ ત્યાં સુધી સંસારના આશ્રયે જ મુકિતમાર્ગ સાધવાનો છે તેમાં ઉત્સાહ, ઉલ્લાસ શિથિલ થાય છે. માટે તત્ત્વ દૃષ્ટિએ તેની સારતા અવશ્ય વિચારવી જોઈએ.
છે. અનંત સુખ
મા.વ. Oll અનંત સુખ મોક્ષમાં છે તે વ્યવહારથી કહેવાય છે, ઉપચારથી કહેવાય છે, મુક્તિમાં આત્માના સુખનો ઉપચાર કર્યો છે. અનંત સુખ આત્મામાં છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાંના એક એક પ્રદેશમાં અનંત સુખ છે. તે સુખ મેળવવાની ચાવી સદ્ગુરુ પાસે છે. અનંત સુખનો ખજાનો આત્મામાં છે પણ તેને મેળવવા માટે તે ખજાનાને ખોલવા કઈ ચાવી છે તે એક સ ગુરુ જ જાણે છે. અને તેમની પાસેથી મેળવવા માટે તેઓની ઉપાસના, સેવા (આજ્ઞાબદ્ધતા) દ્વારા કૃપા પ્રાપ્ત કરવી પડે તે સિવાય પણ જો ચાવી મળી જાય તો પણ ખજાનો કદાચ ખૂલે પણ તેમાંથી આત્માના અનંત સુખનો એક અંશ પણ મેળવી ન શકાય કારણ કે, તે ખજાનો લેવા નીચા નમીને જવાનું છે. ગુરુ સેવા વિના અક્કડતા જાય નહિ અર્થાતું, નમ્રતા અને કૃતજ્ઞભાવ સિવાય આત્મધર્મ પ્રગટવો મુશ્કેલ છે. માટે “નમો અરિહંતાણં સાધના દ્વારા “નમો’ થી નમસ્કાર અને અરિહંતાણં થી ઉપકારીના ઉપકારને માનવારૂપ કૃતજ્ઞતા પ્રથમ સાધવી જોઈએ.
૮. અનંત દુ:ખ
પો.શુ. ૧, ૨૦૦૨ અનંત દુઃખ નરક નિગોદમાં છે તે ઉપચાર છે. દુઃખનો સર્જક આત્મા છે તે મોહાદિનું આલંબન લઈને સર્જે છે અને પોતાના ઉપર દુઃખનો ભાર લાગે છે. જેથી દુઃખીપણાનું બિરુદ ધરાવે છે. સત્તાએ અનંત સુખ આત્મામાં રહેલું છે પણ દુ:ખ રહેલું નથી પણ અવળી ચાલે ચાલીને દુઃખનું સર્જન કરે છે, જયારે શુભ (શુદ્ધ) આલંબન લઈ વીર્ય ફોરવે છે ત્યારે તો મોહાદિના આવરણને ફગાવી દઈને પોતામાં રહેલું સુખ છે તેને પ્રગટ કરે છે. તે સંપૂર્ણ પ્રગટ થાય છે ત્યારે અનંતતાને પામે છે એજ રીતે મોહનીયાદિ કર્મનાં નિમિત્તોને સેવી સંપૂર્ણ વીર્ય ફોરવી દુઃખનું કારણ પાપરાશિને ભેગા કરીને આત્માના ગુણોને એવા આવરી લે છે કે સુખનો અંશ પણ ન મેળવી શકે. કેવળ દુઃખ દુઃખ ને દુઃખ જ અનુભવે છે. તેથી આત્મા જ અનંત દુઃખનું સર્જન કરીને ભોગવે છે. દુઃખ કાંઈ આત્માની વસ્તુ નથી તે તો પોતે ઊભી કરેલી છે માટે તેને દૂર કરવા માટે પાપ-અશુભ આશ્રવોને છોડવા. સાધકનો અંતર્નાદ
81
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org