________________
૧૯. સમાધિ પીન (પુષ્ટ)
શ્રા.શુ. ૧૧ સમાધિથી પીન-પુષ્ટ કોણ હોય ? અંતરાત્મા. આત્મા જયારે બહિરાત્મા બને છે અર્થાતુ, જડપુગલની તીવ્ર રુચિથી તેમાં તન્મય બને છે ત્યારે અસમાધિમાં પીડાતો હોય છે. જયારે આત્મા પરમાત્મ સ્વરૂપ અનુભવે છે ત્યારે સમાધિથી પુષ્ટ થાય છે.
તેનો અર્થ એ થયો કે સમાધિનો અનુભવ જડ રુચિ જીવ કરી શકતો નથી પણ ચૈતન્ય રુચિ જીવ જ કરી શકે છે.
જેટલો સમય પુગલભાવમાં આત્મા રમે છે તેટલો સમય તે પર વસ્તુ (વિજાતીય) નો આત્માને સંસર્ગ થવાથી, સ્પર્શવાથી આત્મા પીડાનો અનુભવ કરે છે, એ જ અસમાધિ છે.
જેટલો સમય સ્વભાવમાં-આત્મભાવમાં રમે છે તેટલો સમય સ્વવસ્તુ (સજાતીય)નો સંસર્ગ થવાથી આત્મા નાચી ઊઠે છે તે સમાધિ છે.
આ રીતે વારંવાર પુગલભાવથી વિરમી સ્વભાવમાં રહેવાનો અભ્યાસ જીવ કરે અને સમાધિમાં ડૂબેલો રહે તો સમાધિથી આત્મા એવો પુષ્ટ થાય છે કે જગતની કોઈ જડ વસ્તુ એને પીડા આપી શકતી નથી.
જેમ શરીરની નિર્બળતામાં અનેક રોગો પ્રવેશ કરે છે તેમ પુલભાવમાં રમતો આત્મા નિર્બળ બને છે એટલે રાગ, દ્વેષ, મોહ, કષાયોરૂપી અનેક રોગો પ્રવેશ કરે છે. પરંતુ શરીર પુષ્ટ બળવાન હોય તો રોગનો સામનો થઈ શકે છે. તેમ આત્મભાવમાં રમણ કરતો આત્મા સમાધિથી એવો પુષ્ટ બને છે કે તેનામાં રાગાદિ રોગો પ્રવેશી શકતા નથી, અર્થાતું, રાગાદિના ઉદયમાં તે હારતો નથી પણ તેને જીતી લે છે.
અસમાધિનું મૂળ જડભાવ, જડરુચિ, જડ તરફ ખેંચાણ છે. સમાધિનું મૂળ પરમાત્મભાવ છે. પરમાત્મા તરફ આત્માનું ખેંચાણ એટલે શુદ્ધ સ્વરૂપને પામેલો આત્મા (તે પરમાત્મા) તરફનું તેનું ખેંચાણ.
શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માનું ખેંચાણ રહેવાથી જીવ વારંવાર તેમાં ખોવાઈ જાય છે એટલે બહિર્દશા ધીમે ધીમે વિરામ પામે છે અને સમાધિમાં આનંદની અનુભૂતિ કરતો આત્મા પુષ્ટ બને છે. પછી તેને જગતના જડભાવો કંઈ કરી શકતા નથી અર્થાતુ, તેનું આત્મધન તે લૂંટારા (કષાયાદિ) લૂંટી શકતા નથી.
તેથી સમાધિથી પીન બનવું હોય તેણે જડ-ચેતન્યનો ભેદ આત્મામાં ભાવિત કરવો અને ચૈતન્ય સાથે અભેદ સાધી આત્મામાં ભાવિત કરવો જેથી જીવ ગમે તે અવસ્થામાં કે સંયોગોમાં પોતાની સમાધિ ગુમાવી દેતો નથી.
જડ-ચૈતન્યના ભેદને સિદ્ધ કરવા તેના ગુણ-દોષ વિચારવા, મારું-પરાયું વિચારવું, સજાતીયતા, વિજાતીયતાના કારણે જડ એ પરાયું છે, ચૈતન્ય એ મારું છે એમ વિચારી જડ પ્રત્યે ઉપેક્ષા અને સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org