________________
આ રીતે જીવમાત્ર સાથે ભેદ કરી જે અવદ્ય પાપરાશિ એકઠી કરતો હતો તે સર્વ વિરતિ (આત્મસમદર્શિત્વ) પ્રાપ્ત થતાં તેનાથી વિરામ પામે છે અને સામાયિક-સમભાવ-પરમાત્મ સમદર્શિત્વ-જેમાં જીવ જગત અને પોતાના આત્માની એકતાનો અનુભવ છે. તે સામાયિક પ્રાપ્ત થાય છે ત્યારે જડનો રાગ અને ચેતનનો ઠેષ રૂપી વિભાવ દશારૂપ આ સંસારની ઝણઝટથી છૂટેલો પોતાના સ્વરૂપની અંદર સ્થિરતાને પામે છે અને અપ્રમત્તપણું આવતાં (સાતમે ગુણઠાણે) અંતમુહૂર્ત જેટલી સ્થિતિ આત્માનંદ દશા અનુભવે છે અને સદા કાળ અવસ્થિત આનંદ દશા તેરમે ગુણઠાણે પામે છે. ૧૮. તત્ત્વ પાયો
શ્રા.શુ. ૧૦ ગુરુ મારા ઉપકારી છે એવા (સ્વાર્થયુક્ત) ભાવથી પણ માહરે ભકત બનવું નથી. આટલો પણ સ્વાર્થ છે ત્યાં અંતર છે, ભેદ છે. નિર્મળ સંબંધમાં કાંઈ પણ આડે હોતું નથી. ગુરુ ઉપર સ્વાભાવિક પ્રેમ, ભક્તિ, લાગણી તે જ સાચું તત્ત્વ છે. (સ્વાભાવિક ભક્તિમાં ગુણાકર્ષણ હોઈ શકે)
દેવ માહરા ઉપકારી છે એ પણ પ્રાથમિક ભૂમિકામાં સંસારના સ્વાર્થ ભાવમાંથી નીકળી દેવ (જેમણે નિઃસ્વાર્થભાવે આપણી ચિંતા કરી છે તેમના) પ્રત્યે આપણા આત્માના સ્વાર્થને ચિંતવી સંસારની ભક્તિમાંથી છૂટી પરમાત્માની ભક્તિ પ્રગટાવવા માટે છે. દેવ પ્રત્યે સ્વાભાવિક કોઈ પણ સ્વાર્થની આડ વિના જેનામાં ભકિત છે તે સાચો ભક્ત છે. અને સ્વાભાવિક પ્રેમ, ભક્તિ તે જ તત્ત્વ છે.
સકલ જીવરાશિ પ્રત્યે લાગણી-સ્નેહભાવ એ જ તત્ત્વનો પાયો છે. જે કાંઈ અધ્યાત્મ, તત્ત્વ, સમજ છે તે આ પાયાના આધારે છે.
સહજ ભાવે જીવ-જીવત્વ પ્રત્યે ખેંચાણ તે તત્ત્વ પાયો છે. આ ખેંચાણ એની સજાતીયતાના કારણે છે. તે ખેંચાણમાં વિદનભૂત કાંઈ પણ હોય તો સ્વાર્થભાવ વગેરેની આડ છે. એની આડના કારણે રાગતેષાદિ મોહ વગેરે થાય છે અને સંસાર લંબાય છે. બીજું કોઈ કારણ નથી.
સકલ આગમમાં આ સંસારોચ્છેદ માટેનાં જ અનુષ્ઠાનો બતાવેલાં છે અને તેના દ્વારા આત્મામાં પ્રગટ કરવાનું તો આ જ છે સકલ જીવરાશિ (જીવ7) પ્રત્યે લાગણી, સંબંધ, પ્રેમ.
આ રીતે તત્ત્વનો પાયો નિઃસ્વાર્થ ભાવ, નિઃસ્વાર્થ પ્રેમ, લાગણી આમાંથી જ મોક્ષ સુધીની કેડી તૈયાર થાય છે. મોક્ષ પ્રાપ્તિની પ્રક્રિયા આગમોમાં બતાવી છે. તે પ્રક્રિયાનો સાર-તત્ત્વ આ જ છે જીવો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ.
દેવ-ગુરુ પ્રત્યે સ્વાભાવિક ભકિત એટલે કે દેવ-ગુરુ ઉપકારી છે વિગેરે ભાવોની આડ વિના સહજ પરમ તત્ત્વ પ્રત્યે પ્રીતિ-ભક્તિ તે આગમનો સાર છે. તત્ત્વનો મૂળ પાયો આ છે, અર્થાતું, ચૈતન્ય સાથે અભેદ સાધવો તે જ તત્ત્વનો પાયો છે.
અભેદતા એટલે સકલ જીવરાશિની એકતામાં આપણે પણ મળી જવું તે જિન, જગત અને આત્મા (હું) ની એકતા છે.
કોઈ પણ સ્વાર્થ ભાવ વિના મળી જવું, અર્થાતું, સંબંધમાં કોઈ પણ આડ ન હોય તેનું નામ ચૈતન્યભાવથી મળી જવું, અર્થાતુ, અભેદ સાધવો તે જ તત્ત્વનો પાયો છે. સાધકનો અંતર્નાદ
89
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org