________________
ર૧. સર્વોત્તમ કાળનું સાધ્ય
શ્રા.શુ. ૧૪ સર્વોત્તમ કાળ તો આપણા આત્માને મોક્ષ તરફ પ્રગતિ કરાવે તે કહેવાય અને તે તે કાળે આપણા આત્માની પ્રગતિ થતી હોય છે. સર્વોત્તમ કાળનું સાધ્ય તો આ રીતે મોક્ષ જ થયું, પણ મોક્ષ તરફ પ્રગતિ કરાવે તેવો કાળ આપણા પુરુષાર્થથી જ આવતો નથી તેમાં ભવિતવ્યતા પણ કારણ છે.
જો પુરુષાર્થથી જ તે કાળ આવતો હોય તો મોક્ષપ્રાપક સામગ્રી મળતાં ઘણા એવા હળુકર્મી જીવો એવો પુરુષાર્થ કરે છે કે તેને મોક્ષ અવશ્ય મળે પણ તેની ભવિતવ્યતાનો પરિપાક થયો ન હોય અર્થાત્, સહજમલનું પડ એવું જામી ગયેલું હોય કે ટાઈફોડના તાવની જેમ તે મળને પકવવા કાળની જ રાહ જોવી પડે, માટે પાંચે કારણ મળતાં જ કાર્ય સિદ્ધિ (મોક્ષ) થાય છે. પરંતુ કાળની રાહ જોઈને બેસી રહેવાનું નથી. કાળને પકવવા પુરુષાર્થાદિ કારણોનું અવલંબન જરૂર લેવું જ જોઈએ.
જો કે કાળે મોક્ષ અવશ્ય થવાનો જ છતાં તે કાર્ય સિદ્ધિ માટે જીવ પુરુષાર્થાદિ કારણો સેવ્યા વિના રહી શકતો જ નથી. જેમ ભાગ્યમાં હોય તો ધનાદિ મળવાનું જ છે છતાં કોઈ ભાગ્યનો આધાર લઈને બેસી રહેતું નથી. જીવ પુરુષાર્થ કર્યા વિના રહી શકતો જ નથી તેમ મોક્ષરૂપ સાધ્યની સિદ્ધિ માટે કાળની રાહ જોઈને બેસી રહી શકતો નથી પણ મુક્તિનો અર્થી સમકિત જીવને એવી ઉતાવળ થઈ જાય છે કે હું કયારે કર્મના બંધનથી મુકત થાઉં ? આમ કરું તો મુક્તિ થાય કે તેમ કરું તો મુક્તિ થાય? તે પ્રમાણે પ્રયત્ન કરતાં કરતાં તેનો કાળ આવી જાય.
જેમ જેલમાં પકડાયેલો માણસ મુદતની રાહ જોઈને બેસી રહેતો નથી પણ છૂટવા માટે તેનો પ્રયત્ન સતત ચાલુ જ રહે છે. એમ કરતાં કરતાં તેની મુદત પણ પુરી થાય છે અને છૂટકારો મેળવે છે. એ જ પ્રમાણે મોક્ષની શ્રદ્ધાવાળો જેણે મોક્ષના માર્ગે ચાલવા માંડયું છે તેવો જીવ મુદતની રાહ જોઈને બેસી રહેતો નથી કેમકે તેણે કર્મ રહિત આત્માની શુદ્ધ દશાનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જાણ્યું છે અને ઉપયોગ દ્વારા યત્કિંચિત્ સ્વરૂપની ઝાંખી પણ સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થતાં થઈ છે. માટે તે સ્વાદ ચાખ્યા પછી નિરંતર તેની ઝંખના કરતો, તેને પ્રાપ્ત કરવા માટે જંપીને બેસી રહી શકતો જ નથી, તે કાળનો વિલંબ પણ ભૂલી જાય છે. એક જ ઝંખના રહે છે કે કયા૨ે તે સ્વરૂપ પ્રગટ કરું ? તે માટે એવો જબ્બર પુરુષાર્થ આદરે છે કે જાણે હમણાં જ મુક્તિ મેળવી લઉં ! પરંતુ તેમ કરતાં કરતાં કાળ પાકતાં સંસાર અટવીને પાર થઈ જાય છે.
આ રીતે સર્વોત્તમ કાળનું સાધ્ય-આત્મસ્વરૂપનું પ્રગટીકરણ સંપૂર્ણ થતાં સાધ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત્, સિદ્ધ થાય છે.
રર. પરમાત્માની પૂજનીયતા
શ્રા.શુ. ૧૫
પરમાત્મા પૂજનીય શાથી ? તેમનામાં પૂજનીયતા શાથી પ્રગટ થઈ ? પૂજનીયતા કયા પ્રકારની? પરમાત્મા ત્રિલોકના નાથ છે કેમકે તે ત્રણે લોકમાં રહેલ સર્વ જીવોનું યોગ અને ક્ષેમ કરે છે, માટે ત્રણે લોકના જીવોથી પૂજનીય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
92
www.jainelibrary.org