________________
સાધતાં જરાય વાર લાગે નહિ. એક ક્ષણ પણ ત્રણેની એકતાનો અનુભવ અમૃત જેવો આસ્વાદકારી બની આત્માને આનંદ વિભોર બનાવી દે. પણ પ્રત્યક્ષમાં જ જે અનુભવ સિદ્ધ પર્યાય છે તેની ભિન્નતાની માન્યતા તોડવા માટે પરમાત્મ સ્વરૂપ આપણું તથા જગતનું વારંવાર પરમાત્માના આલંબનથી નિહાળવું જોઈએ. જેથી એકાન્તની (પર્યાયરૂપની) ભ્રમણા ટળીને મહામોહ, જે જીવને હું મારું જે સત્તાથી રહ્યો છે તે પાતળો પડે અને જીવને સુખનો અનુભવ કરવા દે.
આપણે ‘રો ગાયા' સૂત્રથી ત્રણેની (જીવ જગત અને આત્મા) એકતા સ્વીકારી છે, શ્રુતજ્ઞાનથી જાણી છે, પણ મનની માન્યતામાં ઉતરી હોય એવું લાગતું નથી. જો આત્મામાં તે સત્તાએ શુદ્ધ સ્વરૂપની ખાતરી દઢ હોય તો ત્રણેની એકતા સાધવી સહજ છે.
‘અન્યથી ભિન્ન છું એમ આપણે જેને ઉપચાર માનવાનો છે તેના બદલે “અમે બધા એક છીએ' તેને ઉપચારથી માનીએ છીએ અને પ્રત્યક્ષ દેખાતી ભિન્નતા સત્ય સ્વરૂપે આત્મામાં દઢ થઈ ગઈ છે.
આ દૃષ્ટિ જ બદલવાની છે. ધ્યાન ટાણે પોતાના આત્માને પરમાત્મ સમદર્શિત્વથી ભાવિત કરવો અને જગતના જીવોને આત્મસમદર્શિત્વ ભાવથી જોઈને એકતા સાધી પરમાત્મ પદને સિદ્ધ કરવું.
આ છે પરમાત્મપદ પ્રાપ્તિની સાધના.
૧૩. દયાભાવ
શ્રા.શુ. ૪ દયા એ ધર્મનું મૂળ છે. દયાભાવ એ આત્માનો ગુણ છે. ભાવ અધ્યવસાયરૂપ છે. તે અંતરાત્મામાંથીઆત્માની અંદરથી ઊઠે છે. માટે ભાવ માત્ર એ આત્માના ગુણ છે. જો તેનો ગુણ ન હોય તો તે આત્મામાંથી અધ્યવસાયરૂપે બહાર આવે કેવી રીતે? હા. એક જ ગુણનો જુદા જુદા સ્વરૂપે આપણને અનુભવ થાય એ બનવા યોગ્ય છે. પણ ભાવ માત્ર છે તો આત્માનો ગુણ દા.ત. દયા એ મુખ્ય ત્રણ ગુણમાંથી ચારિત્રનો પર્યાય છે.
દયા ધર્મનું મૂળ-ધર્મ એ આત્મસ્વભાવ છે. એટલે આત્મ સ્વભાવ પ્રગટાવવાનું મૂળ હોય તો દયા છે. ધર્મ એક સ્વરૂપે છે. તેને પ્રગટ કરવાનાં બે કારણ છે. નિમિત્તકારણ અને ઉપાદાનકારણ.
દયા એ ઉપાદાન કારણ છે. (જગતના જીવો નિમિત્તકારણ છે.) માટે દયા એ આત્માનો ગુણ છે. પોતે કારણ બનીને પોતાના સ્વભાવરૂપે પ્રગટ થાય છે. તે સ્વરૂપ આત્મ સ્વભાવ.
દયા તે જીવો પરનો પ્રેમ છે અર્થાતુ જીવ પ્રત્યેની લાગણીમાંથી ઉત્પન્ન થનાર છે. આત્માને જીવ પ્રત્યે લાગણી કેમ થાય છે?
જીવો સજાતીય વર્ગના છે, તેનું અને પોતાનું જીવ સમાનપણું જુએ છે. તેથી જીવત્વના ભાવે તેનો કર્મથી પડેલો ભેદ છે તેને ભૂલી પોતાની સાથે એકયની ભાવનામાંથી ઉત્પન્ન થયેલી લાગણી થાય છે તે જ દયાભાવ છે.
ભલે જીવને એનું જ્ઞાન નથી હોતું કે આ લાગણી મને કેમ થઈ, પણ લાગણીનો ભાવ દયાભાવની
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org