________________
૧૧. ગુરુદેવનો મહિમા
શ્રા.શુ. ૨, ૨૦૪૨, સોનારિકા ફલેટ, અમદાવાદ. ગુરુ એ દેવ છે. પરમાત્માએ દેવ કે જેને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તે. ગુરુદેવ એ જે શુદ્ધ સ્વરૂપની ઝાંખી કરી રહ્યા છે તે, કાળના બંધનથી જે સ્વ-સ્વરૂપને પ્રગટ થવાની રાહ જોઈ રહ્યા છે. એટલો ફરક છે, પરંતુ દેવત્વ બંનેમાં સરખું છે.
ગુરુમાં દેવત્વની સ્થાપના છે તેને નિહાળવાથી શિષ્ય પોતાનો વિકાસ સાધી શકે છે. જેમ પથ્થરમાં પરમાત્માની મૂર્તિ નિહાળવાથી પરમાત્માનું દર્શન નથી થતું તેમ ગુરુમાં-દેહધારીમાં જડ શરીર નિહાળવાથી તેમનામાં રહેલું ગુરુત્વ-દેવત્વનું દર્શન થતું નથી. જેમ પથ્થરની મૂર્તિ તે સાક્ષાત્ પરમાત્મા છે તેમ જડ શરીર અથાત્ દેહધારી ગુરુમાં દેવત્વ છે. આ પ્રમાણે જયાં સુધી શિષ્ય ગુરુમાં દેવત્વ નહિ જુએ ત્યાં સુધી સાક્ષાત્ ગુરુનું દર્શન નહિ થાય પણ જગતની એક સારી વ્યક્તિરૂપે જ તેનું દર્શન થશે અને ગુરુના આલંબનથી જે આત્મ વિકાસ સાધવાનો છે તે શકય નહિ બને.
મૂર્તિમાં રહેલું પરમાત્મત્વ એ કોઈ વિરલા જ જોઈ શકે છે. એ દર્શનની શક્તિ દર્શકના નમ્રતા, વિનય, નિરહંકારિતા, સમર્પણતા, ગુણાનુરાગિતા વિગેરે ગુણોથી પ્રગટે છે. એ ગુણો ગુરૂદેવના અનંત ઉપકાર-ઉપકારની અસીમતાના વિચારોમાં જ ગરકાવ રહેવાથી સહજ બને છે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞભાવ ધારણ કરવાથી મોક્ષ સુધીના બધા જ માર્ગો ખુલ્લા થઈ જાય છે. માટે નિરહંકારી બની ગુરુના અનંત ઉપકારોને એક ક્ષણ પણ નહિ વિસરી કૃતજ્ઞભાવથી આત્માને ભાવિત કરવાથી આ કાર્ય સરળ બને છે.
ધન્ય છે ગુરુદેવને ! જય હો ગુરુદેવની ! ૧૨. પરમાત્મ પદ
શ્રા.શુ. ૩, ૨૦૪૨ જેના આત્મામાંથી રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન ટળી ગયા છે તે પરમ આત્મા-પરમાત્મા છે. તે આત્માનું સ્થાન બીજા આત્માઓ કરતાં પરમ છે, ઉત્કૃષ્ટ છે. તેથી તેઓ પરમાત્મપદે પહોંચેલા આત્મા કહેવાય છે.
આ પદ પામવા આત્મતત્ત્વની સાધના કરવી જોઈએ. એ સાધના માટે પરમપદે પહોચેલા આત્માઓનું આલંબન લેવું જોઈએ.
તેમના આલંબનથી જગત જીવનું અને સ્વનું પરમાત્મ સ્વરૂપ જોવું જોઈએ અને આપણે જગતજીવ અને પરમાત્માની એકતા સાધવી જોઈએ.
યોક્તા સાધવાનો ઉપાય : આપણે જે અત્યાર સુધી પર્યાય સ્વરૂપે જોઈને જગતને-પોતાના આત્માને પરમાત્માથી જુદા માનતા હતા તે માન્યતામાં ધ્યાન ટાણે ફેર કરવાનો છે. મનમાંથી, ઉપયોગમાંથી ભિન્નતાની માન્યતા એક ક્ષણ પણ નીકળી જાય તો જીવ, જગત અને પરમાત્માના આત્મત્વનું તાદાભ્ય
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org