________________
(કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી) છે. આ અનુષ્ઠાનો આત્મ સ્વભાવ પ્રગટ કરવામાં સાધન બની શકે? હા, તે અનુષ્ઠાનો નિમિત્તરૂપ
કારણ અવશ્ય બની શકે પણ બીજાં સહકારી કારણોનો યોગ મળે તો. ૩. સહકારી કારણો કયાં કયાં ? - ચિત્ત સમાધિ
માટે જ ભગવાને દરેક પદાર્થ અર્થાતુ, જીવનમાં બનતા દરેક પ્રસંગો, અથવા જીવનમાં ઉપસ્થિત થતા દરેક સંયોગો સ્યાદ્વાદતાથી વિચારવાના કહ્યા છે. છ દ્રવ્યોની વિચારણા સ્યાદ્વાદ-નય નિક્ષેપાદિથી કરવા માત્રથી આપણામાં સમકિત આવી જતું નથી. અભવ્યનો જીવ પણ વિચારણા કરે એટલે સમજે અને ઉપદેશે, પણ છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જે આપણા જીવનમાં રાગ લેષની પરિણતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેને કયા જીવ માટે, કયા પુગલ માટે, કયા પ્રસંગે, કઈ પરિસ્થિતિમાં, કેવી રીતે, કયા નયથી જોવાથી (કઈ દૃષ્ટિથી), વિચારવાથી, જાણવાથી આપણી આત્મધર્મ-સ્વભાવને પ્રગટાવવા રૂપ કાર્ય સિદ્ધિમાં સહકારી કારણરૂપ ચિત્ત સમાધિને મેળવવા માટે ગમે તેવા સંયોગોમાં મનમાંથી ઊઠતા સંકલ્પ વિકલ્પોની જાળની ગૂંથણી ન કરતાં સમન્વય પદ્ધતિ સ્વીકારી સમાધાન થઈ શકે એ જ ધર્મનો અભ્યાસ છે. સ્યાદ્વાદનો ઉપયોગ અહીં જ કરવાનો છે. જીવો ઉપકારી, અપકારી અને આપણી સાથે સંબંધમાં નહિ આવનારા. એમ ત્રણ પ્રકાર છે. ઉપકારીને કઈ દષ્ટિથી જોવાથી ચિત્તમાં સમાધાન પ્રગટે ! અપકારીને કઈ દૃષ્ટિથી જોવાથી અને તે સિવાયનાને કઈ દૃષ્ટિથી જોવાથી ચિત્ત સમાધિ પ્રગટે ? ઉપકારીને ઋણ ચઢે છે તે દૃષ્ટિથી, અપકારીને ક્ષમાદિ ધર્મ પ્રગટ કરવામાં નિમિત્તરૂપ દૃષ્ટિથી, અને તે સિવાયનાને પણ આત્મવત્ સજાતીય પણાની પ્રીતિની દૃષ્ટિથી જોવાથી સમાધિ પ્રગટે છે. ઉપેક્ષિત તો કોઈ જીવ નથી આપણા જેવા એક જ જાતિના સમાન ગુણ-(જ્ઞાન દર્શન-ચારિત્રાદિ ગુણ) ને ધારણ કરનાર તેને જોવાથી જો પ્રીતિ ન જાગે અને આપણા તરફ મન, વચન, કાયાની પ્રવૃત્તિ આપણા મન, વચન, કાયાને પ્રતિકૂળ થતાં તરત જ (જીવતત્ત્વ) તેના પ્રત્યે અરૂચિ, અસદ્ભાવ થાય તો સમ્યકત્વ દૂ૨ છે. માટે જ આપણા સમ્યકત્વ ધર્મને પ્રગટાવવા, પ્રગટય હોય તો નિર્મળ બનાવવા, ટકાવવા અને સ્થિર કરવા સ્વાવાદ દૃષ્ટિ વિકસાવી, વિસ્તારી જીવન વિકાસ સાધવો ખૂબ જ જરૂરી છે. જીવને વ્યવહાર નય (દષ્ટિ)થી જોવાની જરૂર હોય ત્યારે વ્યવહાર નયથી જોવો. નિશ્ચય નયથી જોવાની જરૂર હોય ત્યારે નિશ્ચય નયથી જોવો. પ્રત્યેક જીવો આપણા સંબંધમાં આવતા ઉપકારી, અપકારી કે અજાણ્યા તે સર્વ માટે જોવાની દૃષ્ટિ જુદી-જુદી હોય છે. જેથી ચિત્તનું સમાધાન જળવાઈને અપૂર્વ ચિત્ત સમાધિ પ્રગટે છે અને તેમાંથી આંતર સમાધિરૂપ સ્વભાવ રમણતારૂપ ધર્મ પ્રગટે છે. જેમ જીવના પ્રસંગથી સમાધાન મેળવવા માટે
સ્યાદવાદનો ઉપયોગ કરવાનો છે તે રીતે પુગલના પ્રસંગથી સ્યાદવાદથી સમાધાન મેળવી ચિત્ત સમાધિ પ્રગટાવવી તે જ કાર્ય કરવાનું છે. આત્મ ધર્મ પ્રગટાવવા રૂપ કાર્ય આપણે કરવાનું
નથી તે તો સહજ ભાવે જ પ્રગટે છે. આપણે તો કારણ સેવવામાં ઉદ્યમ કરવાનો છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org