________________
૧. દેશના
કિ.ગ્રા.સુ. ૧૩, સમવસરણે હે ભવ્યો ! તમે ભવનાટક જુઓ. જે જોતાં આ સંસાર ઉપર તીવ્ર વૈરાગ્ય પ્રગટ થાય. આ સંસાર બે પ્રકારનો છે ૧. રાગીનો ર. વિરાગીનો.
રાગીના સંસારને જોઈને જે વૈરાગી બને તે વિરાગીનો સંસાર. રાગીના સંસારની અભૂતતા કોઈ નથી. તેની ચેષ્ટાઓ બધી જ રાગ, મોહને આધીન હોય છે. પરવશતાથી જીવની જે જે ચેષ્ટા છે તેમાં આપણને કોઈ આશ્ચર્ય થતું નથી. આંધળો માણસ ખાડામાં પડે તો કોઈને આશ્ચર્ય સાથે હાસ્ય ઉત્પન્ન થતું નથી પણ દેખતાની આ સ્થિતિ થાય તો હાસ્યજનક બને છે. તેમ રાગી એટલે આંધળો. તેને વ્યવહારમાં પણ રાગાંધ કહેવાય છે અને વિરાગી એટલે દેખતો. તે સંસારના બધા ભાવોને દેખતો-ઓળખતો હોય છે. આત્માને હિતકર અહિતકર શું છે તે સમજતો હોય છે. માટે તે ખાડો આવે (સંસારમાં છે માટે ઊંચાણ-ખાડો, ચડાણ-ઉતરાણ હોય જ) તો સાચવીને ઓળંગી જાય છે.
જો તે સંસારના હિત-અહિતકર ભાવોને સમજવા છતાં આત્માને અહિતકર આચરણ કરવાનું આવે તો પણ લેપ લગાડ્યા વિના આત્માને બચાવી ન લે તો જ્ઞાનીઓને તે હાસ્યાસ્પદ છે.
સંસારના બધા ભાવોને નિહાળવા, તેમાં આત્મહિતકર ભાવોને અપનાવવા, એ જ વિરાગીનું લક્ષણ છે. સંસારના બધા ભાવોમાં તટસ્થ રહેવું તે યોગ્ય નથી. યોગ્યાયોગ્યની વહેંચણી કરવી તે જ્ઞાનનું-સમજનું ફળ છે. જેને વિવેક કહેવાય છે.
હે ભવ્યો! આ સંસાર અનાદિનો છે અને અંત વિનાનો છે સંસારનો અંત કયારેય આવતો નથી. પણ આપણા સંસારનો અંત છે.
આવું જાણ્યા પછી તને કાંઈ પણ વિચાર આવે છે ? શું મારા સંસારનો અંત છે ? તેનાથી વિમુખતા પણ સ્પર્શી છે? કે તેમાં જ દોટ છે? આ સંસારના બંધનની ચિંતા, શું તને રાત દિવસ કોરી ખાતી નથી? એક તું જ નથી, તારા અનંત-અનંત ભાંડુઓ પણ આવા જ બંધનમાં સપડાયેલા છે. તેનો પણ તને કયારેય વિચાર આવ્યો છે? આ મારા બંધુઓ કેવા ફસાયા છે? તે બધાય છૂટે તેનો પણ વિચાર તારા ચિત્તમાં ઉદ્ભવ્યો છે?
તારાં વ્યવહારિક કાર્યોમાં ડગલે ને પગલે વિચારપૂર્વક જ ડગ ભરાય છે અને આવી મોટી મુસાફરીમાં કોઈ સંરક્ષણનો વિચાર સરખોય નહિ કેટલી મૂર્ખતા છે? વ્યવહારમાં તો ડગલે ને પગલે, પણ આમાં તો ક્ષણે-ક્ષણે તેની જ ચિંતા હોય, “મારા આ સંસારનો અંત કેવી રીતે આણી શકાય કોઈને પણ પૂછયું? વ્યવહારમાં તો કેટલાયની સલાહ લઈને કાર્યને સુધારવા કે વ્યવસ્થિત કરવા મથીએ છીએ. આત્માના કાર્યમાં તેના છૂટકારા માટે ક્ષણ પણ વિચાર કરવાની ફુરસદ નથી, શું આ તારી નરી અજ્ઞાનતા નથી? જા ઊભો થા, જ્ઞાનીને મળ, તેમને પૂછ, ભગવન્! રસ્તો બતાવો, આ સંસારનો અંત લાવવાનો માર્ગ મળશે અને તારો અનાદિ સંસાર સાંત બની જશે.
સાધકનો અંતર્નાદ
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org