________________
અનુભવતાં વૈખરી અંતને પામે છે. મધ્યમા વાણીનું ઉપાદાન બુદ્ધિ છે. વૈખરી અને પશ્યતી વચ્ચે એનું સ્થાન હોવાથી એ મધ્યમા કહેવાય છે. વૈખરી વાણી શ્રોત્ર ગ્રાહ્ય છે. મધ્યમા વાણી શ્રોત્રગ્રાહ્ય નથી હોતી. અંતરના સંકલ્પરૂપ છે.
શ્રુતજ્ઞાન એ જયારે ભાષાથી બોલીએ છીએ ત્યારે વૈખરી કહેવાય છે. પણ આત્માના ક્ષયોપશમ રૂપ જે શ્રુતજ્ઞાન છે, જેમાં ભાષા વર્ગણાની સહાય નથી, પણ માતૃકાનું (અ થી હ સુધીનું) લયોપશમરૂપ જ્ઞાન છે. અર્થાત્ જે આત્મામાં ક્ષયોપશમ રહેલો છે તે મધ્યમા વાણી છે તે આત્મા
તરફ જતાં પ્રાપ્ત થાય છે.
(૩) પશ્યતી વાણી : આ વાણી સૂક્ષ્મ છે. તે આત્માના ઊંડાણમાં વધુ જતાં આત્મબોધરૂપ વાણી છે. જે આત્મજ્ઞાન-આત્મસાક્ષાત્કારમાં આત્મસ્થિરતા થતાં અનુભવાય છે. તેનો અનુભવ યોગીઓ કરી શકે છે. આ વાણી અંતરમાં સ્વયં પ્રકાશે છે.
(૪) પરાવાણી : તેથી આગળ પૂર્ણતાને પામેલો આત્મા આત્મદર્શન થતાં પરા વાણીનો અનુભવ કરે છે. સંપૂર્ણ આત્મદર્શન કેવલી ભગવંત કરી શકે છે. તેથી સિદ્ધ પરમાત્મા પરા વાણીનો અનુભવ કરે છે. તે આત્માની વાણી છે. તેમાં જડ પરમાણુ-ભાષા વર્ગણાના પુદ્ગલોની સહાય લેવી પડતી
નથી.
આ પ્રમાણે યત્કિંચિત પણ વાણીના સ્વરૂપને જાણ્યા પછી વૈખરી વાણીનો દુરુપયોગ-જેના પરિણામે રાગ, દ્વેષ, મોહ થાય છે. વૈખરી વાણીનું આકર્ષણ-અંજામણ જેના પરિણામે સૂક્ષ્મ તત્ત્વ તરફની અટકાયત-વિરામતા થાય છે. તેને સમજીને સૂક્ષ્મ તરફ જવાનો પ્રયત્ન આદરીએ. આજે તેની અંજામણ એટલી વધી રહી છે કે આત્મતત્ત્વને ભૂલીને કેવળ વૈખરી વાણીના સારા ક્ષયોપશમમાં જ ઝૂકાવવાનું બને છે. પણ વૈખરી વાણી આપણા આત્માને જે રીતે ઉપકારક છે તે માટે તેનું બહુમાનાદિ ભક્તિ દ્વારા ક્ષયોપશમ પામીને આત્મ સાધનમાં ઉપયોગ કરી તે વાણી પ્રત્યે કૃતજ્ઞ બનવાનું છે. તે ભૂલી જવાય છે.
વેખરી વાણી દ્વારા જ જગતના બધા વ્યવહારો ચાલે છે. પણ તે બધામાં આત્મ હિતકર વ્યવહારોમાં કરેલો તેનો ઉપયોગ આપણને મોક્ષ પ્રતિ પ્રયાણ કરાવે. માટે શ્રુતજ્ઞાનમાં (શ્રુત અજ્ઞાનમાં પણ તેનો ઉપયોગ થાય છે તે આપણને હિતકર નથી.) તે વાણીની સહાયથી સાધુતાને ઓળખી જગતના વ્યવહારો, તેની સાથે આપણો પણ સાધુતાને પ્રગટાવનાર વ્યવહાર તથા આચારને જાણી તથા આદરી સાતમા ગુણસ્થાનકે પહોંચી આત્મધ્યાનમાં સ્થિરતા કરી આત્માના ક્ષયોપશમ ભાવથી દર્શન કરી મધ્યમા વાણી (જેમાં સ્કૂલ પણ કાંઈક આત્માની વાણી છે) નો અનુભવ કરી શકીએ. અને ધ્યાન ટાણે યોગીઓ પશ્યતી અને પરા વાણીનો યત્કિંચિત્ અનુભવ કરી શકે છે. ત્યારે આ કાળમાં પણ આનંદની અવિધ ન રહે. આ વાણી તો આત્મસાક્ષાત્કાર-આત્મજ્ઞાનની તે અવસ્થામાં થાય છે તે વાણી સૂક્ષ્મ-સૂક્ષ્મતર સ્વરૂપને પામતી આત્મામાં લય પામતો અનુભવાય છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
22
www.jainelibrary.org