________________
તે કદી જોયો છે? તે અતિ અગાધ છે. પૂર્ણ જ્ઞાની સિવાય કોઈ તેનો તાગ પામી શકતું નથી. તેમાં અનેક વસ્તુ-પદાર્થો રહેલા છે. રત્નો ય છે અને છીપલાં ય છે. મગરો ય છે અને મત્સ્યો ય છે. તારે એ બધાથી કંઈ કામ નથી. તેમાં એક અચિંત્ય ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક મૂલ્યવાન આત્મરત્ન છે તેને શોધ. તે જો તને પ્રાપ્ત થાય તો ભવોભવનું તારું દારિદ્રય નાશ પામે. તેને મેળવવા માટેની તું ગુરુ ભગવંત પાસેથી પ્રથમ જાણકારી મેળવ. તેમાં તરતા-તરતાં ડૂબકી મારીને તેના અગાધ પેટાળમાં પહોંચી જા, ત્યાં અપૂર્વ સમાધિ અમૃતરસકુંડ છે. તેના મધ્ય ભાગમાં અતિશય તેજથી ઝળહળતું આત્મરત્વ રહેલું છે, તેને તું તારો હાથ ન લગાડીશ પણ તારો પ્રેમ લગાડજે. તે લોહચુંબક છે તેનાથી ખેંચાઈને તારી સાથે બહાર આવશે. તેને જોતાંની સાથે જ તું તેમાં લીન બનીશ, ત્યારે તે રત્નની જયોતિનો પ્રકાશ પામીશ અને પરમાનંદનો આસ્વાદ મેળવીશ. ૨૩. ઔદાસીન્યભાવ
શ્રા.શુ. ૩ જગતના બધા ભાવો પ્રત્યે કોઈ રસ નહિ તેનું નામ ઉદાસીનભાવ. ઉદાસીનતા બે વિષયમાં થાય છે. ૧. ઈચ્છાની અતૃપ્તિમાં ૨. આત્મભાવની અતૃપ્તિમાં.
પહેલી સંસાર-વર્ધક છે, અનેક દોષોને જન્મ આપનારી છે. તે ઉદાસીનતા મનને કલુષિત બનાવે છે, જીવો પ્રત્યે દ્વેષ થવાથી તેનો પ્રવાહ વિશાળ બને છે. અને જીવ તેમાં ડૂબતો જ જાય છે તેના ઊંડાણમાં પ્રવેશે છે ત્યારે અકાર્ય પણ કરી બેસે છે. તેથી સદ્ગતિ તો નથી સાધી શકતો પણ દુર્ગતિના ઊંડા ખાડામાં ધકેલાઈ જાય છે માટે તે સર્વથા ત્યાજય છે.
બીજા પ્રકારની ઉદાસીનતા એ સુવર્ણ જેવા ઉજ્જવલ ભાવોને પેદા કરનારી છે. ઉદાસીનતામાં જડભાવોનું વિરમણ હોય છે. સંકલ્પ-વિકલ્પ શાંત થઈ ગયા હોય છે. તેમાં આખા વિશ્વ પ્રત્યે ઔદાસીન્ય હોય છે મારું, પરાયું કોઈ એના ભાવમાં હોતું નથી હું તું નો વિભાગ હોતો નથી. સંકલ્પ ઉત્પન્ન થાય તેવું કોઈ નિમિત્ત આ ઔદાસી માં હોતું નથી. જગતને શૂન્ય દૃષ્ટિએ જુએ છે તેમાં તેને કાંઈ દેખાતું નથી તેથી વિકલ્પ ઊઠતા નથી. મન ઘણું ઊંડાણમાં ચાલ્યું ગયું હોવાથી વિકલ્પ-તંરગો શાંત થઈ ગયા હોય છે. તે વખતે પોતાનું પણ અસ્તિત્વ તેને ભાસતું નથી. કેવળ ઉદાસ ભાવે રહેવામાં આનંદની અનુભૂતિ થાય છે, કેમકે શુદ્ધ આનંદને લૂંટનારાને વ્યવહારમાં પણ બાહ્યભાવના સંકલ્પ-વિકલ્પ હોતા નથી. આ ઉદાસીનતામાં જગતનો કોઈ ભાવ તેને (તેના ચિત્તને) સ્પર્શતો નથી. સુખ દુઃખ વગેરે દન્દ્રભાવો તેના ચિત્તમાંથી વિલય પામી ગયા હોય છે તેથી કેવળ શુદ્ધ આત્માનંદના સુખનો અનુભવ તેમાં થાય છે. મન તદ્ન નિસ્તેજ, નિર્બળ, મરવાના વાંકે જીવતું હોય તેવું બની જાય છે તેમ તેમ ઉદાસીનતા વધતી જાય છે અને આત્મતેજ, આત્મબળ, આત્મપરૂષ-સત્ત્વ વધારે ખીલે છે. જેમ-જેમ આત્મવીર્ય વધતું જાય છે તેમ-તેમ મનોનાશ-મનોલય થવાથી આત્મા ઉન્મનિભાવને પામે છે.
જગતમાં જે જે બાહ્ય દૃષ્ટિથી દેખાય છે તે સર્વ ઉદાસીનતામાં અસત્ લાગે છે. કેવળ ચૈતન્યમય
સાધકનો અંતર્નાદ
34
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org