________________
તે ચઢી રહ્યો કહેવાય છે પછી ઉતરે છે અને અસ્ત થાય છે. તેમ જયાં સુધી લયોપશમ ભાવમાં વર્તે છે ત્યાં સુધી અમુક મર્યાદા સુધી અધ્યવસાય ચઢીને પાછા ઓસરવા માંડે છે ક્ષયોપશમ ભાવથી ચઢતા અધ્યવસાયને ઉદય કહેવાય છે. મધ્યાહ્ન સુધી ચઢે એટલે કે કેટલાંક કર્મોનો ક્ષય કરી બાકીના ઉપશમાવી પૂરબહારમાં આત્મપ્રકાશ ફેલાવે પણ પછી ઉપશાંત કર્મો ભારેલા અગ્નિની જેમ રાખ ખસી જતાં અગ્નિ બાળે છે તેમ દબાવેલાં કમ બહાર આવતાં ઉદયમાં આવી જીવને વિપાક દેખાડે છે ત્યાં તેના ઉદયનો અસ્ત થાય છે. માટે જ કર્મોને મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન જોરદાર તીવ્ર અધ્યવસાયથી કરવામાં આવે તો ક્ષપકશ્રેણીમાં આરોહણ થવા માંડે છે ત્યાં સૂર્યના જેવું મધ્યાહૂં આવતું નથી, ચડવા માંડ્યું એટલે માલસામાન સાથે કર્મોને ખાલસા કરતાં જ આગળ ચળે જાય છે. તેમાં કેવળ ચડાણ જ આવે છે ઉતરાણ આવતું જ નથી. એટલે આ ઉદય તેને અસ્ત તરફ નથી લઈ જતો પણ મહોદય તરફ લઈ જાય છે કે જયાં આત્માની પ્રકાશ તરફ જ દોટ છે. ત્યાં કેવળ શુદ્ધ આત્મ પ્રકાશ જ ફેલાયેલો છે. તેના તેજ પુંજમાં આત્મા વિલીન થઈ જાય છે. તે કેવળ શુદ્ધ પ્રકાશરૂપ જ રહીને મહોદય પદને વરે છે. ત્યાં તે અવિનાશી શાશ્વત સુખમાં સદાને માટે હાલે છે. આવે છે અવિચલ શાશ્વત મહોદય પદનું સુખ. ૩૦. દોષ
શ્રા.શુ. ૭, ૨૦૪૧ ભગવાને કહ્યું ! જીવ પોતાના દોષ પોતે જ ઊભા કરે છે અને તેમાં બીજા જીવોને પણ દોષો ઊભા કરી નુકસાન કરે છે. આ જ ભૂલ તેનો સંસારમાં ભટકવાનો ક્રમ નક્કી કરી આપે છે. જો જીવને દમન કરવામાં ન આવે તો દોષોનું શમન થતું નથી. આમ તો દોષોનું દમન કરવાનું છે પણ જીવે તેને ઊભા કરેલા છે માટે સાથે જીવને દમવું પડે છે. દમન સારું પણ દોષો તો નહિ જ સારા. દમન થોડો ટાઈમ સહન કરવું પડે છે પણ દોષો જો દઢ થઈને આત્મામાં સ્થિર થઈ ગયા તો સંખ્યાત-અસંખ્યાતઅનંત ભવો સુધી દોષોના પરિણામ ફળરૂપ દુઃખને સહન કરવું પડે છે.
પ્રથમ તો તેની ઉત્પત્તિ ન થાય તે માટે સાવધાન રહેવું. સાવધાનીમાં કાંઈ સહેવાનું નથી. માટે ઉત્પન્ન ન થાય તેની તકેદારીમાં ઉપયોગની નિશ્ચલતાનો અભ્યાસ આદરવો જોઈએ. છતાં છદ્મસ્થતાના દોષે જો તે દોષો ઊભા થઈ જાય તો દમવા જોઈએ. દોષો ઊભા થયા પછી તેને ઓળખવા જ્ઞાનચક્ષુ ન હોય તો પણ દમન ન થઈ શકે માટે તે ચક્ષુ મેળવવા માટે ગુરુની શોધ કરવી જોઈએ અને તેમની સેવા કરવા દ્વારા તેમની કૃપા મેળવવી જોઈએ. ગુરુ મળે અને પોતાના દોષો જોવાની રીત બતાવે પણ અહંકાર નામનો અનાદિનો ગોઠિયો ના પાડે કે એ તો તારામાં નહિ પણ બીજામાં છે તો પણ દોષો દમવાનું ઠેકાણું ન પડે માટે અહંવૃત્તિને તો પહેલી જ ડામવી જોઈએ. તે ડામવા ગુરુચરણારવિંદે સમર્પણ થવું જોઈએ. સમર્પણભાવમાં તાકાત છે કે સઘળું ગુરુને આધીન. મારું કાંઈ નહિ. મન, વચન, કાયાથી આત્માર્પણ થનારને અહીં જ આત્મિક સુખની ઝાંખી અનુભવાય છે અને દોષો સરળતાથી ચાલવા માંડે છે. સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org