________________
૩૮. આત્મ સૌંદર્ય
શ્રા.શું. ૯
હે ભવ્યાત્મન્ ! તું તારા અંતરાત્માને નિહાળ, તેમાં તને પરમાત્મભાવનાં દર્શન થશે. તે દર્શનમાં આત્મ સૌંદર્યનો પ્રતિભાસ છે. આત્મસૌંદર્ય એ જ આત્મગુણ વિભવ. નિર્મલ ઝળહળતી જ્યોતિ સ્વરૂપ આત્મ સૌંદર્યને કલાકોના કલાકો નિહાળ્યા કરીએ તો ય જાણે તૃપ્તિ જ ન થતી હોય તેમ આત્મા ભ્રમરની જેમ તેનો રસ લેવા લીન બને છે. એવું છે આ આત્મ સૌંદર્ય. બાહ્ય પદાર્થોનાં સૌંદર્ય ક્ષણિક છે, નાશવંત છે, તેમાં રસ લેવા જે લીન બને તે ભ્રમરની જેમ પ્રાણ ખોવે છે તેમજ ભાવપ્રાણોનો નાશ કરી આત્માના ગુણ વિભવને ખોવે છે.
૩૯. ચૈતન્ય પ્રકાશ
શ્રા.શુ. ૯
આત્મા ચેતન સ્વરૂપ છે, જેને ચૈતન્ય કહેવાય છે. ચૈતન્ય તે શું છે ? કોઈ ચૈતન્યને જ્ઞાન કહે છે અને તે વાત પણ તદ્ન સત્ય છે. ‘“ચિતિ જ્ઞાને’” ચિત્ ધાતુ જ્ઞાન અર્થમાં છે પણ તે શબ્દાર્થ છે. ભાવાર્થ તો ચિત્ એટલે ચેતવું, ઉપયોગમાં રહેવું. ઉપયોગ બે પ્રકારે દર્શન અને જ્ઞાન. એટલે સામાન્ય અને વિશેષને જાણવું, ઓળખવું, પરિચય કરવો. સામાન્યને ઓળખવું એટલે જીવ જાતિને-જીવત્વઆત્મતત્ત્વને ઓળખવું, પરિચય કરવો, તે ઉપયોગમાં રહ્યો કહેવાય. સામાન્યનું દર્શન તે જ સાચા સ્વરૂપમાં દર્શન છે. તે આપણા આત્માને ચેતાવે છે - ઉપયોગમાં રાખે છે. અર્થાત્ આપણો આત્મા નિરંતર પોતાના સ્વરૂપના પરિચયમાં રહે તે જ સાચું દર્શન છે. તે સ્વરૂપ ચૈતન્યના પ્રકાશ રૂપ છે, તેના દર્શનથી આત્મ સ્વરૂપની ઝાંખી થાય છે. માટે હંમેશાં ચૈતન્યના પ્રકાશમાં ઉપયોગને સ્થિર કરવો. ચૈતન્ય લોકાલોક વ્યાપી છે. તેનું સ્વરૂપ વિરાટ છે, ઉપયોગ ત્યાં પહોંચી શકે છે. અને એકાંતમાં આત્મસ્વરૂપનું મિલન કરી શકે છે. ત્યાં કેવળ આનંદમાં મ્હાલી શકે છે. એવા આ ચૈતન્ય પ્રકાશમાં આખું વિશ્વ છે. વિશ્વનાં દર્શન તેમાં થાય છે. વિશ્વદર્શન એ આત્મદર્શન છે. આ વિશ્વ તે બાહ્ય દુનિયા નહિ પણ વિશ્વ એટલે ચૈતન્યનો મહાસાગર. તેમાં ચૈતન્ય પ્રકાશિત છે. તે જુઓ.
૪૦. લક્ષ્ય બાંધો
અશુ. ૧૪
હે ભવ્યજીવો ! આગમથી-જીનવાણીથી આત્માને તેના સ્વરૂપને જાણીને, અનુભવ દ્વારા ઓળખીને તે સ્વરૂપને પ્રગટ કરવા પુરુષાર્થ કરવો તે જ સાધના છે. તે સાધના દ્વારા સ્વધર્મને પ્રગટ કરવો તે જ સિદ્ધિ છે. પુરુષાર્થ છે તે સાધના છે અને પુરુષાર્થ માટે જે ક્રિયાનું આલંબન છે તે ભગવાને બતાવેલાં અનુષ્ઠાનો છે અર્થાત્ ભગવાનની આજ્ઞા છે. પણ સાધ્ય તો કેવળ સ્વરૂપને પ્રગટ કરવું તે જ છે. ક્રિયા તો કેવળ સ્વરૂપને પ્રગટ કરવું તે જ છે. ક્રિયા તે તો સાધન છે, સાધનને વળગી રહેવાથી સાધ્યની સિદ્ધિ થતી નથી અને એકલા સાધ્યને વળગી રહેવાથી પણ સિદ્ધિ નથી. સાધન ઉપર સંપૂર્ણ બહુમાન સાધકનો અંતર્નાદ
45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org